________________
૧૪)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કોઈ કહે કે “આત્મા નથી' તો તેનો પક્ષ પ્રત્યક્ષબાધિત પક્ષાભાસ - મિથ્યાપક્ષ ઠરે છે. જેમ શ્રવણ દ્વારા શબ્દ પ્રત્યક્ષ થાય છે, છતાં કોઈ કહે કે “શબ્દ તો અશ્રાવ્ય છે', અર્થાતુ તે કર્ણ ગ્રાહ્ય નથી; તો તેનો પક્ષ પ્રત્યક્ષબાધિત હોવાથી પક્ષાભાસ છે. તેમ હું છું' એમ સ્વીકાર્યા પછી ‘આત્મા નથી' અર્થાત્ હું નથી' એમ કહેનારનો પક્ષ સ્વાસ્થૂપગમથી બાધિત ઠરે છે, કારણ કે હું છું' એમ કહીને તેણે 'હું' નો સ્વીકાર તો કર્યો જ છે અને પછી તે 'હું' નો ઇન્કાર કરે છે, તેથી તેની આ 'હું' ના નિષેધની વાત પોતાના પ્રથમ અભ્યપગમ-સ્વીકારથી જ બાધિત થઈ જાય છે. જેમ કોઈ આત્માને પ્રથમ અકર્તા નિત્ય ચૈતન્યસ્વરૂપ સ્વીકારીને પછી કહે કે તે કર્તા છે, અનિત્ય છે, અચેતન છે, તો તેનો પક્ષ સ્વાભુપગમથી બાધિત થઈ જાય છે. વળી, હું આત્મા નથી', અર્થાત્ હું હું નથી' એમ કહેવું એ સ્વવચનવિરુદ્ધ પણ છે, જેમ કોઈ કહે કે મારી માતા વંધ્યા છે.'
આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ‘આત્મા નથી' એ પક્ષ બરાબર નથી, પરંતુ એ તો પક્ષાભાસ છે. આત્મા દૃષ્ટિનો દ્રષ્ટા છે, રૂપનો જાણનાર છે તથા જ્ઞાનરૂપ અબાધ્ય અનુભવસ્વરૂપ સત્પદાર્થ છે. આચાર્યશ્રી યોગીન્દુદેવ પરમાત્મપ્રકાશમાં આત્માનાં જ્ઞાનાદિ લક્ષણોનું વર્ણન કરતાં લખે છે કે આ શુદ્ધ આત્મા મનરહિત છે, અતીન્દ્રિય છે, જ્ઞાનમય છે, અમૂર્તિક છે, ચૈતન્યમાત્ર છે તથા ઇન્દ્રિયોથી જણાય તેવો નથી. આ પ્રમાણે જીવનાં નિશ્ચિત લક્ષણ કહ્યાં છે. આત્મા મનરહિત છે, કારણ કે મન સંકલ્પ-વિકલ્પરૂપ છે અને આત્મામાં સંકલ્પ-વિકલ્પનો અભાવ છે; પાંચ ઇન્દ્રિયોથી રહિત હોવાના કારણે આત્મા અતીન્દ્રિય છે; લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન સહિત હોવાથી આત્મા જ્ઞાનમય છે; આત્મામાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો અભાવ છે, તેથી તે અમૂર્તિક છે; અન્ય દ્રવ્યોમાં ચૈતન્યપણાનો અભાવ છે, માત્ર જીવદ્રવ્યમાં ચૈતન્યપણું છે, તેથી તે ચિત્માત્ર કહેવાય છે; આત્મા ઇન્દ્રિયો વડે જાણવામાં આવતો નથી, વીતરાગ સ્વસંવેદન જ્ઞાનથી જ જણાય છે, માટે ઇન્દ્રિય-અગોચર છે - આવાં અનંત લક્ષણવાળો આત્મા છે. ૧
આમ, શ્રીગુરુએ આ ગાથામાં આત્મા કેમ દેખાતો નથી, તેનું રૂપ કેમ જણાતું નથી, તેનો અન્ય કોઈ ઇન્દ્રિયગમ્ય અનુભવ કેમ થતો નથી - તેનું સરળતાથી તથા સચોટતાથી સમાધાન કરી, આત્માનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું છે. શિષ્ય જે દલીલ કરી હતી, તેનું યથાર્થ સમાધાન કરી શ્રીગુરુએ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. ૧- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૧, ગાથા ૩૧
'अमणु अणिंदिउ णाणमउ मुत्ति-विरहिउ चिमित्तु । अप्पा इंद्रिय-विसउ णवि लक्खण एहु णिरुत्तु ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org