________________
ગાથા-૫૧
૧૩૯
અવકાશ જ નથી. ઊલટું ‘આત્મા છે' એવો આત્માના અસ્તિત્વ વિષે નિશ્ચય કરવા યોગ્ય છે. ૧
જો જીવ હોય જ નહીં તો “અહં' એવું પ્રત્યયજ્ઞાન ક્યાંથી થાય? કારણ કે જ્ઞાન નિર્વિષય તો હોતું નથી. જો અહં-પ્રત્યયના વિષયભૂત આત્માને ન માનવામાં આવે તો અહ-પ્રત્યય નિર્વિષય બની જાય અને એ સ્થિતિમાં અહં-પ્રત્યય થાય જ નહીં. કોઈ પણ જ્ઞાન નિર્વિષય તો હોતું નથી, એટલે અહં-જ્ઞાનનો પણ કોઈ વિષય તો માનવો જ જોઈએ. જો આત્માના અસ્તિત્વને માનવામાં ન આવે તો પછી અહં-પ્રત્યયનો વિષય કયો રહેશે? અર્થાત્ અહં-પ્રત્યય કોનો થશે?
અહીં કોઈ કહે કે અહં-પ્રત્યયનો વિષય જીવ નહીં પણ જો દેહ માનવામાં આવે તોપણ અહં-પ્રત્યય નિર્વિષય નહીં બને. હું કાળો છું', 'હું દૂબળો છું ઇત્યાદિ પ્રત્યયોમાં હું સ્પષ્ટરૂપે શરીરને અનુલક્ષીને પ્રયુક્ત થયો છે; તો 'હું' એટલે દેહ એમ માનવામાં આવે તો પણ શું વાંધો? આનું સમાધાન એ છે કે જો હું' એ શબ્દ દેહ માટે જ વપરાતો હોય તો મૃત દેહમાં પણ અહં-પ્રત્યય થવો જોઈએ; પણ એમ તો થતું નથી, માટે હુંપણાના જ્ઞાનનો વિષય દેહ નહીં પણ જીવ છે. અહ-પ્રત્યય દેહવિષયક નથી. હું પદ શરીર માટે વાપરવું બરાબર નથી.
વળી, જો અહં એ શરીર હોય અને તેથી અહંતા એ શરીરનો ધર્મ માનવામાં આવે તો નેત્રાદિ ઇન્દ્રિયોથી તેનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવે. ગુરુતા, લઘુતા, ગૌરતા વગેરે શરીરના ધર્મો છે. જે શરીરના ધર્મો છે તે બધા નેત્રાદિ ઇન્દ્રિયોથી અનુભવાય છે, પ્રત્યક્ષ થાય છે. હવે જો અહંતા પણ શરીરનો ધર્મ હોય તો તે પણ નેત્રાદિ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થવો જોઈએ. જેમ ગુરુતા, લઘુતા વગેરે શરીરના ધર્મો ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે છે, તેમ અહંતાનું પણ ઇન્દ્રિયોથી ગ્રહણ થવું જોઈએ, પણ તેમ તો થતું નથી. આમ, અહંતા એ શરીરનો ધર્મ માની શકાય નહીં, એટલે કે “અહં' પદ છે તે શરીરનું વાચક ન મનાય. શરીરથી અતિરિક્ત કોઈ અન્ય દ્રવ્યને જ “અહં' પદનું વાચ્ય માનવું જોઈએ. એ દ્રવ્ય તે જ આત્મા છે.
આ પ્રમાણે અહં-પ્રત્યયથી આત્મા પ્રત્યક્ષ છે. આત્મા અહં-પ્રત્યયથી પ્રત્યક્ષ છતાં ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૫૫
'कतवं करेमि काहं चाहमहंपच्चयादिमातो य ।
अप्पा सप्पच्चक्खो तिकालकज्जोवदेसातो ।।' ર- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૫
'न चाहं प्रत्ययादीनां शरीरस्यैव धर्मता । नेत्रादिग्राह्यतापत्तेर्नियतं ગૌરવહિવત્ |’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org