________________
૧૩૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
ઉપયોગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે.”
શિષ્ય કહ્યું હતું કે “નથી દષ્ટિમાં આવતો', તો કોની દૃષ્ટિમાં નથી આવતો? અથવા જેની દૃષ્ટિમાં આવવો જોઈએ તે કોણ છે? વળી, “નથી જણાતું રૂપ', તો રૂપ કોને જણાય છે? તે કોણ છે? આત્માનું રૂપ નથી જણાતું એવું કોણે જાણ્યું? ‘આંખથી નથી દેખાતો' એવું જ્ઞાન જેને થયું તે જ આત્મા છે. આમ, ‘જણાય છે' અને ‘નથી જણાતું બન્ને વખતે જાણવાની ક્રિયાને કોઈ બાધા આવતી નથી. આવો બાધા વિનાનો જે અબાધ્ય અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. આત્મા જ્ઞાન કરનાર જ્ઞાયકતત્ત્વ છે.
દ્રવ્યનું સ્વરૂપ ક્યારે પણ કોઈ અવસ્થામાં દ્રવ્યથી છૂટું પડતું નથી, માટે આત્માની જાણવાની શક્તિ ક્યારે પણ નાશ પામતી નથી. જ્ઞાન એ આત્માનો સ્વભાવ હોવાથી
નનો કદી પણ ત્યાગ કરતો નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ કાયમ રહે છે. ત્રણે કાળમાં ન ચળે એવો આત્માનો જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન એ જ આત્માનો સ્વલક્ષણરૂપ સ્વભાવધર્મ છે. આત્મા સદા જ્ઞાનલક્ષણસંપન્ન પ્રગટ અનુભવાય છે. આ જ્ઞાનસ્વભાવ એ જ આત્માને ઓળખવાનું અચૂક લક્ષણ છે. જ્ઞાન તે આત્માનું જ લક્ષણ છે, તેથી આત્મા છે' એમ સિદ્ધ થાય છે.
આમ, જેનો અનુભવ હંમેશાં અસ્મલિતપણે થયા કરે છે અને જે નિરંતર સાથે રહે છે તે જીવનું સ્વરૂપ છે. દેહ, સ્ત્રી આદિના જે જે બાહ્ય અનુભવો છે તે સર્વ અનુભવોને બાદ કરતાં એક અનુભવ બાકી રહે છે કે જેનો બાધ કરી શકાતો નથી. સર્વ જીવોને કહું છું' એવું જ્ઞાન સદા રહેતું હોય છે. આ અનુભવમાં કોઈ ભંગ નથી કરી શકતું, ખલેલ નથી પહોંચાડી શકતું. પ્રત્યેક અવસ્થામાં ‘હું છું' એવું જે જણાય છે, તે જ્ઞાન જ અબાધ્ય અનુભવ સ્વરૂપ આત્મા છે.
‘મેં કર્યું', કરું છું, હું કરીશ' ઇત્યાદિ પ્રકારે ત્રણે કાળ સંબંધી પોતાનાં વિવિધ કાર્યોનો જે નિર્દેશ કરવામાં આવે છે, તેમાં જે હુંપણાનું અહંરૂપ જ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ જ છે. આ અહંરૂપ જ્ઞાન એ કાંઈ અનુમાનરૂપ નથી, કારણ કે તે લિંગજન્ય નથી; અને તે આગમપ્રમાણરૂપ પણ નથી, કારણ કે આગમને નહીં જાણનાર સામાન્ય લોકોને પણ અહંપણાનું જ્ઞાન તો હોય જ છે; અને તે જ આત્માનું પ્રત્યક્ષ છે. ઘટ વગેરે પદાર્થો કે જેમાં આત્મા નથી, તેને એવું જ્ઞાન પણ હોતું નથી. આ પ્રકારે અહં-પ્રત્યયથી આત્મા પ્રત્યક્ષ છે જ, તો પછી આત્માના હોવાપણાના સંશયને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૯ (પત્રાંક-૭૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org