________________
પ૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નહીં, પરંતુ આત્મા પ્રેરણા ન કરે તો કર્મ ન થાય - એમ હોવાથી કર્મ કરવાનો ભાવ ટળી શકે છે. જો તે આત્માનો સ્વાભાવિક ધર્મ હોય તો કાયમ કર્મ બંધાયા જ કરે, તેનો કોઈ પણ દિવસ અંત આવે જ નહીં. પરંતુ જીવ ક્યારેક શુભ કર્મ બાંધે છે, ક્યારેક અશુભ કર્મ બાંધે છે, ક્યારેક તીવ્ર કર્મ બાંધે છે, ક્યારેક મંદ કર્મ બાંધે છે અને ક્યારેક તે કર્મ નથી પણ બાંધતો. આ વાત સિદ્ધ કરે છે કે કર્મ બાંધવા એ જીવનો સ્વાભાવિક ધર્મ નથી, પણ સ્વભાવથી વિરુદ્ધ એવો વિભાવરૂપ અધર્મ છે. કર્મ કરવાનો ભાવ એ જીવનો વૈભાવિક ભાવ છે અને તેનો નાશ થઈ શકે છે. આમ, કોઈ પણ પ્રકારના પ્રયાસ વિના જ કર્મનું બંધાવું અથવા કર્મ જીવનો સ્વાભાવિક ધર્મ હોવો એ બન્ને વિકલ્પો ન્યાયયુક્ત નથી.
= ગાથા ૭૪માં શ્રીગુરુએ ન્યાયયુક્ત દલીલ વડે સિદ્ધ કર્યું કે કર્મનું ગ્રહણ વિશેષાર્થ
1 પ્રેરણાશક્તિ વિના સંભવતું નથી, તેથી કર્મનું કરવાપણું એ ચેતનની ક્રિયા છે, જડની નહીં. જીવ જ કર્મનો કર્તા છે એમ શ્રીગુરુએ સ્પષ્ટપણે બતાવ્યું હતું. હવે આ ગાથામાં જીવનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરતાં શ્રીગુરુ કહે છે કે જો આત્મા રાગાદિ વિકારી ભાવ ન કરે તો કર્મબંધ નથી થતો. આત્મા કરે તો કર્મ થાય છે અને ન કરે તો કર્મ નથી થતાં એમ દર્શાવી, શ્રીગુરુએ આ ગાથામાં આત્માની સ્વાભાવિક તથા વૈભાવિક પરિણતિનો ભેદ બતાવ્યો છે અને તે દ્વારા એમ સિદ્ધ કર્યું છે કે કર્મ અનાયાસે બંધાતાં નથી, તેમજ કર્મ બાંધવાં એ આત્માનો સ્વભાવ પણ નથી. શિષ્યને આત્માના કર્તુત્વના વિષયમાં જે સંદેહ છે, તે સંદેહને દૂર કરી શ્રીગુરુ તેને યથાર્થ બોધ કરાવે છે. આ બન્ને વિકલ્પનું સમાધાન શ્રીગુરુ કઈ રીતે કરે છે તે જોઈએ. (૧) જીવ કર્મનો કર્તા નથી એમ સિદ્ધ કરવા શિષ્ય રજૂ કરેલા અનેક વિકલ્પોમાંથી એક વિકલ્પ એ હતો કે કર્મ અનાયાસે થાય છે અને તેથી જીવ અકર્તા છે. શિષ્ય કહ્યું હતું કે “અથવા સહજ સ્વભાવ', અર્થાત્ આત્માના કોઈ પણ પ્રયત્ન વિના, સહજ સ્વભાવથી જ કર્મ આત્મા સાથે બંધાય છે. આ વિકલ્પ કોઈ પણ પ્રકારે ઘટી શકતો નથી એમ બતાવતાં શ્રીગુરુ કહે છે કે “જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ', અર્થાત્ જીવની રાગાદિ ભાવરૂપ પ્રેરણા હોય તો જ કર્મ ગ્રહણ થાય છે અને રાગાદિ ભાવરૂપ પ્રેરણા ન થાય તો કર્મનું આહવાપણું પણ રહેતું નથી.
કર્મબંધ અનાયાસે થતો નથી. જીવને કર્મબંધ થવામાં પોતાનાં રાગાદિ પરિણામ કારણભૂત છે. ચુંબકમાં જેમ લોખંડને ખેંચવાની શક્તિ છે અને લોખંડમાં ખેંચાવાની શક્તિ છે, તેવી જ રીતે જીવ અને પુદ્ગલ બન્નેમાં વૈભાવિક શક્તિ છે કે જે બન્નેના પરસ્પર બંધનું કારણ છે. ચુંબકમાં લોખંડને ખેંચવાની શક્તિ છે, તેવી જ રીતે લોખંડમાં ખેંચાઈ જવાની શક્તિ છે. જો બન્નેમાં અનુક્રમે ખેંચવા અને ખેંચાઈ જવાની શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org