________________
ગાથા - પ૭
- ગાથા પ૬માં શ્રીગુરુએ કહ્યું કે ક્યારેક દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ અને ભૂમિકા
સ્થૂળ દેહને વિષે અલ્પ બુદ્ધિ જોવામાં આવે છે, જો દેહ જ આત્મા હોય તો આવો વિરોધ આવવાનો પ્રસંગ ઉદ્ભવે નહીં.
આમ, આત્મા જ્ઞાનગુણધારક પદાર્થ છે અને તે દેહાદિ જડ પદાર્થોથી ભિન્ન છે એમ અનેક યુક્તિઓ દ્વારા સિદ્ધ કર્યા પછી, આત્માના અસ્તિત્વ સંબધી શંકાઓના સમાધાન વડે થયેલ શિષ્યના સમ્યક નિર્ણયને વધુ દઢ કરાવવા, ઉપસંહારરૂપ આ ગાથામાં શ્રીગુરુ કહે છે –
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; (ગાથા
એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્વભાવ.” (૫૭) કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના અર્થ|
સ્વભાવવાના છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો હૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. (૫૭)
ત ભેદજ્ઞાનની જ્યોતિના પ્રકાશમાં જણાય છે કે જડનો સ્વભાવ અને ચેતનનો ભાવાર્થ
સ્વભાવ એ બે તદ્દન જુદા છે. કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ અને સદા જે જાણવાના સ્વભાવવાન જ છે તે ચેતન, એમ બન્ને દ્રવ્યોનો ત્રણે કાળ કેવળ ભિન્ન સ્વભાવ છે. આ વાત પ્રગટ અનુભવમાં આવે છે. જડ અને ચેતન સાથે રહેતાં હોવા છતાં તે કદાપિ એકપણું પામતાં નથી. જડ કોઈ કાળે ચેતન થતું નથી અને ચેતન કોઈ કાળે જડ થતું નથી, એમ બન્નેનું વૈતપણું ત્રણે કાળ માટે કાયમ રહે છે.
આમ, આ ગાથા દ્વારા જડ અને ચેતનની ભિન્નતા દેઢ કરી, બન્ને દ્રવ્યોનાં ગુણધર્મો અને કાર્યો તદ્દન ભિન્ન છે એમ જણાવી, સાથે સાથે બન્ને દ્રવ્યની સ્વતંત્રતા જણાવી છે; અર્થાત્ પ્રત્યેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે એમ પણ સ્પષ્ટપણે જણાવ્યું છે. પરસ્પર ગુણોનું સંક્રમણ કરીને તે બન્ને ક્યારે પણ એકપણું પામતાં નથી એવો દ્રવ્યોનો વૈતભાવ સ્પષ્ટ દર્શાવ્યો છે. આ પ્રમાણે એકાંત જડ અદ્વૈત (ચાર્વાકમત) અને એકાંત ચેતન અદ્વૈત (અદ્વૈત વેદાંતમત) વાદોનું એકીસાથે નિરસન કરી, ત્રણે કાળમાં ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org