________________
ગાથા-૪૯
૯૧ અનાદિ કાળના દેહાધ્યાસથી જીવને આત્મા અને દેહ એકરૂપે ભાસે છે એમ ગાથાની પ્રથમ પંક્તિમાં બતાવી, શ્રીગુરુએ દેહાધ્યાસને મૂળભૂલરૂપે બતાવ્યો છે. તેથી સૌ પ્રથમ દેહાધ્યાસ' શબ્દનો ગૂઢ અર્થ જાણવો અત્યંત અગત્યનું છે. દેહાધ્યાસ એટલે દેહ + અધ્યાસ. અધ્યાસ શબ્દની વ્યુત્પત્તિ અધિ + આસ થાય છે. અધિ = અંદર અથવા ઉપર અને આસ = બેસવું. આમ, અધ્યાસ શબ્દનો અર્થ થાય છે - અંદર અથવા ઉપર બેસવું. અધ્યાસ શબ્દ દેહ સાથે જોડાતાં દેહાધ્યાસ શબ્દ બને છે. તેથી દેહાધ્યાસ એટલે દેહની અંદર અથવા ઉપર બેસવું; અર્થાત્ દેહમાં માલિકીપણું સ્થાપવું, દેહમાં અહ-મમબુદ્ધિરૂપ મિથ્યા માન્યતા કરવી.
આત્મા ‘સ્વ' છે અને દેહ ‘પર' છે. પર એવા દેહને સ્વ માની બેસવારૂપ અધ્યાસ એ દેહાધ્યાસ છે. સ્વસ્વરૂપના અજાણપણાના કારણે જીવ પરદ્રવ્યોની સ્વસ્વરૂપમાં ભેળસેળ કરે છે, જડની ચેતનમાં ખતવણી કરે છે. તેને પોતાના સ્વભાવનું ભાન ન હોવાથી તે દેહને જ પોતાનું સ્વરૂપ માની બેસે છે. લાંબા કાળના નિરંતર રટણથી થયેલી આ ખોટી પકડને દેહાધ્યાસ કહેવાય છે. દેહમાં અહંબુદ્ધિરૂપ દેહાધ્યાસ જીવને પ્રવાહરૂપે અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે, કારણ કે અનાદિથી જીવને દેહનો સંયોગ નિરંતર અને નિકટવર્તી રહ્યો છે.
આજ સુધી જીવે અનંત જન્મ ધારણ કર્યા છે અને દરેક જન્મમાં તેને દેહ તો મળ્યો જ છે. કોઈ ભવમાં એક ઇન્દ્રિય પ્રાપ્ત થઈ, તો કોઈ ભવમાં બે, ત્રણ કે ચાર ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ, તો કોઈ ભવમાં પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું, પરંતુ દરેક ભવમાં દેહની પ્રાપ્તિ તો અવશ્ય થઈ છે. કોઈ પણ ભવમાં દેહ પ્રાપ્ત થયો ન હોય એવું બન્યું નથી. જીવ એક દેહમાં નિયત સમય સુધી રહી, પછી તેનો ત્યાગ કરી, અર્થાત્ મૃત્યુ ઘટિત થતાં તે અન્ય દેહ ધારણ કરે છે. એક ઓરડામાંથી બીજા ઓરડામાં લઈ જવાતા દીપકની જેમ આત્મા દેહરૂપ એક ઓરડામાંથી બીજા ઓરડામાં કર્મવશપણે ફરતો રહે છે. માણસ જેમ જૂનું વસ્ત્ર ઉતારી બીજું નવું પહેરે છે, તેમ આત્મા જૂના દેહને ઉતારી બીજો નવો દેહ ધારણ કરે છે. એક દેહ છોડી બીજો દેહ ધારણ કરવાની વચ્ચેના વખતમાં ત્રણ કે ચાર સમય જીવ સ્થૂળ દેહથી રહિત હોય છે, પણ કાર્પણ અને તૈજસ વર્ગણાથી બનેલા સૂક્ષ્મ દેહનો સંયોગ તો તેને ત્યારે પણ અવશ્ય હોય છે. આમ, જીવને દેહનો પરિચય અનાદિ કાળથી નિરંતર રહ્યો છે.
વળી, આ દેહનો સંયોગ અત્યંત નિકટવર્તી રહ્યો છે. જે આકાશપ્રદેશે દેહની સ્થિતિ હોય છે, તે જ આકાશપ્રદેશે આત્માની સ્થિતિ હોય છે. આવી એકક્ષેત્રાવગાહ સ્થિતિ વર્તતી હોવાથી અને દેહથી ભિન્ન પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી અજ્ઞાની જીવ દેહને જ આત્મા માને છે. નિરંતર પ્રવેશતાં અને નીકળતાં પરમાણુઓના સમૂહરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org