SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મતત્ત્વ ઇન્દ્રિય દ્વારા જાણી શકાતું નથી, પણ તેનાં વિશિષ્ટ લક્ષણોનો વિચાર કરવાથી તેનું સ્વતંત્ર અસ્તિત્વ ચોક્કસપણે નિર્ધારી શકાય છે. દેહ જડ છે, આત્મા ચેતન છે. જડ ક્યારે પણ જાણવાનું કાર્ય કરી શકતું નથી, જ્યારે ચેતન હંમેશાં જાણ્યા કરે છે. જડ રૂપી છે, જ્યારે ચેતન અરૂપી છે. બન્ને એકક્ષેત્રે સ્થિત છે અને છતાં બન્નેનાં લક્ષણ સ્પષ્ટપણે જુદાં જાણી શકાય એ રીતે પરસ્પરથી સર્વથા ભિન્ન જ છે. તે લક્ષણો બરાબર સમજાય તો બન્ને વચ્ચેનો ભેદ યથાર્થ સમજાય છે. સુવિચારશ્રેણીએ આરોહણ કરતાં ભેદજ્ઞાન વડે દેહ અને આત્મા સ્પષ્ટ જુદા જાણી શકાય છે. ૯૦ વિશ્વમાં મનુષ્યાદિ ચારે ગતિઓમાં ભમતાં ભમતાં સર્વ જીવો દુ:ખ ભોગવી વિશેષાર્થ રહ્યા છે. ચતુર્ગતિપરિભ્રમણમાં અથડાતા સર્વ જીવો દુ:ખી જ છે. ચારે ગતિઓમાં કશે પણ સુખ નથી. ચતુર્ગતિપર્યટનરૂપ એવો આ સંસાર સર્વ પ્રકારે અસાર છે. તેમાં પંચમાત્ર પણ સાર નથી. અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક જેમાં છે એવા સંસારચક્રમાં જીવ ભમ્યા કરે છે. આનું કારણ છે જીવની અનાદિથી ચાલી આવતી બીજભૂત ભૂલ. અનાદિ કાળથી ચાલી આવતી મૂળ ભૂલ શોધવાની પ્રેરણા કરતાં શ્રીમદ્ મુનિશ્રી લલ્લુજીને લખે છે ‘વિચારની ઉત્પત્તિ થવા પછી વર્છમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇચ્છે, તોપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે.'૧ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે આત્મસ્વરૂપનું અજ્ઞાન, પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપ વિપર્યાસ. આ મૂળગત ભૂલના કારણે બીજી ભૂલોની પરંપરા નીપજે છે. દેહાધ્યાસરૂપ આ કેન્દ્રસ્થ ભૂલ શિષ્યને શંકાઓના રણમાં રખડાવે છે એમ શ્રીગુરુ જાણતા હોવાથી આ મૂળ ભૂલ ઉ૫૨ તેઓ ગાથા ૪૯ તથા ૫૦માં પ્રહાર કરે છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૯ (પત્રાંક-૫૦૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy