________________
ગાથા-૫૮
૨૪૫
તે સાર્થક છે. તે પોતાના અર્થનો બોધ કરનાર, એટલે કે શબ્દની શક્તિને પ્રકાશનાર છે. આમ, ‘જીવ' પદ એ ‘ઘટ’ પદની જેમ વ્યુત્પત્તિવાળું શુદ્ધ પદ હોવાથી સાર્થક છે. જીવ પદથી વાચ્ય અર્થ જીવ પદાર્થ જગતમાં અવશ્ય છે.
‘ખરવિષાણ’ પદ વ્યુત્પત્તિવાળું હોવા છતાં સામાસિક હોવાથી શુદ્ધ નથી, એટલે તેનાથી વાચ્ય એવું ગધેડાનું શીંગડું જગતમાં નથી મળતું. ડિત્ય વગેરે પદો સામાસિક પદ ન હોવાથી ભલે શુદ્ધ છે, પરંતુ તેની કોઈ વ્યુત્પત્તિ થતી નથી. આ યાદચ્છિક પદો કહેવાય છે, માટે ડિત્યાદિ પદથી વાચ્ય કોઈ અર્થ નથી મળતો. ખરિવષાણ કે ડિત્ય આદિ પદ શુદ્ધ પદ ન હોવાના કારણે તે પદ સાર્થક નથી. જે શુદ્ધ અને વ્યુત્પત્તિવાળું પદ હોય તેનો જ અર્થ વિદ્યમાન હોય છે. જીવ પદ તેવું જ છે, માટે તેનાથી વાચ્ય અર્થનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. જીવ શબ્દ કોઈ પણ બીજા શબ્દ સાથેના સમાસ વડે બનેલો નથી અને તેની વ્યુત્પત્તિ પણ થઈ શકે છે, માટે જીવ છે એમ સિદ્ધ થાય છે.
અહીં કોઈ એમ તર્ક કરી શકે કે જીવથી વાચ્ય જે અર્થ છે તે શરીર જ છે. તે સિવાય બીજો કોઈ પદાર્થ નથી. શરીર જ ‘જીવ’પદનો અર્થ છે, તેનાથી ભિન્ન બીજી કોઈ વસ્તુનો અર્થ ‘જીવ' થતો નથી. જીવ શબ્દ શરીર માટે જ વપરાય છે. આનું સમાધાન એ છે કે ‘જીવ' પદનો અર્થ એટલે વાચ્ય પદાર્થ શરીર ધટી ન શકે, કારણ કે જો શરીર જ જીવ હોય તો શરીર અને જીવ એ બન્ને પર્યાયવાચી શબ્દો કહેવામાં આવત; પણ એમ તો છે નહીં. શરીરના પર્યાયવાચી શબ્દોમાં જીવ શબ્દ આવતો નથી. જીવના પર્યાયવાચી શબ્દોમાં શરીર શબ્દ આવતો નથી. શરીર એ જીવ પદનો અર્થ નથી, કેમ કે જીવ શબ્દના પર્યાયશબ્દો શરી૨ શબ્દના પર્યાયશબ્દોથી જુદા છે. જીવ અને શરીરના પર્યાયશબ્દોમાં ભેદ હોવાથી જીવ પદનો અર્થ શરીર થઈ શકતો નથી. જે શબ્દોની પર્યાયોમાં ભેદ હોય તે શબ્દોના અર્થમાં પણ ભેદ હોય છે. ઘટ શબ્દ અને આકાશ શબ્દની પર્યાયો જુદી જુદી છે, તો તે બન્ને શબ્દોના અર્થ પણ જુદા છે. જીવ અને શરીરની પર્યાયો પણ જુદી છે. જીવ પદની પર્યાયો જંતુ, પ્રાણી, આત્મા, શરીરી, તનુમાન, ચેતન, ચૈતન્ય આદિ શબ્દો છે; જ્યારે શરીર પદની પર્યાયો દેહ, તનુ, વધુ, કાયા આદિ શબ્દો છે. આમ, પર્યાયોનો ભેદ છતાં પણ જો અર્થમાં અભેદ હોય તો સંસારમાં વસ્તુભેદ જ નહીં રહે; બધું એક જ રૂપ માનવું પડશે. આ પ્રમાણે જીવ શબ્દનો અર્થ શરીર થઈ શકતો નથી. જીવતત્ત્વ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી એ મંતવ્ય બરાબર નથી. જીવ અને શરીર શબ્દના પર્યાયભેદે સ્વતંત્ર જીવની સિદ્ધિ થાય છે.
જીવ શરીરનો સહચારી છે અને શરીરમાં અવસ્થિત પણ છે, પરંતુ જીવ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org