________________
૨૪૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
વસ્તુનો વ્યવહાર થાય છે, એટલે વસ્તુ અને શબ્દની વચ્ચે વાચ્ય-વાચક સંબંધ કહેવાય છે. સંસારમાં વસ્તુઓ અગણિત છે અને તેથી તેના વાચક શબ્દો પણ ગણતરીની મર્યાદાની બહાર છે. જગતમાં એક પણ વસ્તુ એવી નથી કે જેનો વાચક કોઈ શબ્દ જ ન હોય. કદાચ એ સંભવ છે કે તેના વાચક શબ્દની જાણ ન હોય, તે શબ્દ સ્મૃતિમાં ન હોય; પરંતુ વસ્તુ હોય અને તેનો વાચક શબ્દ જ ન હોય એવું સંભવિત નથી અને એ જ પ્રમાણે શબ્દો હોય અને વસ્તુ ન હોય એ પણ સંભવિત નથી. વસ્તુ હોય તો નામ હોય જ છે અને નામ હોય તો વસ્તુ હોય જ છે.
હવે જો આત્મા, જીવ આદિ શબ્દો પ્રચલિત છે, પ્રસિદ્ધ છે તો તેનાથી વાચ્ય કોઈ આત્મા નામનો પદાર્થ અસ્તિત્વ જ ન ધરાવતો હોય એવું કઈ રીતે બને? આત્મા નામના પદાર્થની સત્તા જ ન હોય અને છતાં તેને માટે શબ્દો વ્યવહારમાં પ્રચલિત હોય એ બની શકે નહીં. આત્માદિ શબ્દોથી વાચ્ય પદાર્થ નજરે નથી દેખાતો એ જુદી વાત છે, પરંતુ દેખાતું નથી એટલે છે જ નહીં એ ન્યાય કઈ રીતે સાચો કહેવાય? અંધ માણસ એમ કહે ‘મને દુનિયા નથી દેખાતી, એટલે હું દુનિયાનું અસ્તિત્વ માનતો જ નથી', તો એ ન્યાય સાચો નથી. માટે આત્મા, જીવ શબ્દોથી વાચ્ય પદાર્થનું વિદ્યમાનપણું માનવું ઘટે છે.
‘જીવ' પદ એ વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે શુદ્ધ પદ છે અને વ્યુત્પત્તિવાળું છે; તેથી તે સાર્થક છે, અર્થાત્ તેનો વાચ્યાર્થ જગતમાં વિદ્યમાન છે. એવો એક નિયમ છે કે કોઈ પણ પદ જો શુદ્ધ અને વ્યુત્પત્તિવાળું હોય તો તે પદનો અર્થ જગતમાં અવશ્ય હોય છે. જેમ કે ઘટ એ શુદ્ધ પદ છે, કારણ કે તે સામાસિક પદ નથી. વળી, આ ઘટ પદ વ્યુત્પત્તિવાળું પણ છે. ઘટતે ચેષ્ટતે નાદાનિવાર્યેષુ કૃતિ ઘટઃ એવી તેની વ્યુત્પત્તિ પ્રસિદ્ધ છે. આમ, ઘટ પદ શુદ્ધ અને વ્યુત્પત્તિવાળું છે, માટે ઘટ પદથી વાચ્ય અર્થ જે ઘટ પદાર્થ, તે જગતમાં જરૂર વિદ્યમાન છે.
આ જ રીતે જીવ પદ પણ સામાસિક પદ ન હોવાથી જીવ શબ્દ સમાસસંયોગરહિત છે, એટલે તે શુદ્ધ પદ છે. આકાશપુષ્પ વગેરે શબ્દો સમાસવાળા હોવાથી અશુદ્ધ છે, પરંતુ જીવ શબ્દ તેવો નથી. વળી, વ્યુત્પત્તિવાળો પણ છે, એટલે કે તે શબ્દના અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરનાર પણ છે. સખીવત્ નીતિ નીવિષ્યતિ' એવી તેની વ્યુત્પત્તિ થાય છે. જે જીવ્યો, જીવે અને જીવશે તે જીવ કહેવાય છે એ રીતે તેની વ્યુત્પત્તિ થાય છે, માટે તે શબ્દ સાર્થક છે. પોતાના વાચ્ય અર્થની સાથે વર્તે છે તેથી ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિ`ણસૂરિજીકૃત, ‘સ્યાદ્વાદ મંજરી', શ્લોક ૧૭ની ટીકા
' तथा, अस्त्यात्मा, असमस्तपर्यायवाच्यत्वात् । यो योऽसाङ्केतिकशुद्धपर्यायवाच्यः, स सोऽस्तित्वं ૬ વ્યભિષરતિ, યથા ઘટાવિઃ ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org