________________
ગાથા – ૫૮
(અથી
- ગાથા ૫૭માં શ્રીગુરુએ કહ્યું કે જડ અને ચેતન એ બન્ને દ્રવ્યોનો સ્વભાવ ભૂમિકા
જુદો જુદો છે અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડ ભાવે અને ચેતન ચેતનભાવે રહે એવો બન્નેનો જુદો જુદો વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે.
શિષ્યની શંકાઓનું સંતોષકારક સમાધાન શ્રીગુરુ તર્ક અને દૃષ્ટાંતથી યુક્ત એવી માર્મિક દલીલો દ્વારા ગાથા ૪૯ થી પ૭માં કરે છે અને અંતમાં શિષ્યને ઊંડા વિચારમાં ગરકાવ કરી દે તેવી એક આશ્ચર્યકારક વાત રજૂ કરતાં શ્રીગુરુ કહે છે –
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; ગાથા |
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.” (૫૮) આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. (૫૮)
સર્વ દલીલોને નિરુત્તર કરતી અને આત્માના અસ્તિત્વને સિદ્ધ કરતી આ ભાવાર્થ
અંતિમ ગાથામાં શ્રીગુરુ કહે છે કે આત્માના અસ્તિત્વ વિષેની શંકા થવી એ જ આત્માના અસ્તિત્વની સાબિતી છે. માટે છે નહીં આત્મા' એવો આત્મા વિષેનો સંદેહ કોને થાય છે? એ સંશયાત્મક જ્ઞાન કોનું છે અથવા એ કયા પદાર્થને થાય છે? આ પ્રશ્નનો વિચાર કરતાં જણાશે કે જે શંકાનો કરનાર છે. તે જ આત્મા છે. આમ, આત્મા સંશયવિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ હોવાથી તેની સિદ્ધિ માટે બીજા પ્રમાણોની આવશ્યકતા રહેતી નથી.
પોતાના હોવાપણાની શંકા આત્મા પોતે કરે છે અને શંકાનો કરનાર તે જ આત્મા છે એવું શિષ્ય પોતે જાણતો નથી એ પાર વગરનું આશ્ચર્ય છે. શંકાનો સ્વીકાર કરવો અને શંકાના કરનારનો સ્વીકાર ન કરવો એના જેવું બીજું શું આશ્ચર્ય હોઈ શકે! આમ, શંકા કરનાર શિષ્ય પ્રત્યે અમાપ આશ્ચર્ય વ્યક્ત કરતાં મધુર ઉપાલંભથી શ્રીગુરુ શિષ્યને તે શંકા પ્રત્યે જ શંકા કરતો કરી દઈ, શંકા કરનાર આત્માનો નિઃશંક નિશ્ચય કરાવે છે.
- શિષ્ય વિવિધ દલીલો દ્વારા આત્માનું અસ્તિત્વ નથી' એવી પોતાની શંકા વિશેષાર્થ
રજૂ કરી હતી. તેના સમાધાનમાં શ્રીગુરુએ અનેક પ્રકારના તર્ક દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org