________________
ગાથા-૭૪
પ૨૩
સત્યને ઉપરટપકેથી જોતાં તો બને અતિ ભિન્ન જણાય છે, પણ સત્યના તળ સુધી ઊંડા ઊતરતાં તે ભિન્ન નહીં પણ એક જ સત્યની બે બાજુ જણાય છે. બન્ને એક જ સત્યને પ્રગટ કરતાં જણાય છે.
આ પ્રમાણે જેમ નદી એક, કિનારા બે; તેમ સત્ય એક, દૃષ્ટિકોણ બે. નિશ્ચયનયથી આત્મા જડ પુદ્ગલકર્મનો કર્તા નથી, પણ માત્ર પોતાના ભાવોનો કર્તા છે. આત્માના રાગ-દ્વેષાદિ ભાવોના આવિર્ભાવથી આત્મામાં કર્મનો આસવ થાય છે, તેથી વ્યવહારદષ્ટિએ આત્માને કર્મનો કર્તા કહેવામાં આવે છે. પંડિત શ્રી બનારસીદાસજી ‘સમયસારનાટક'માં આ તત્ત્વને સમજાવતાં કહે છે કે આત્મા જ્ઞાન સિવાય બીજું કંઈ કરતો નથી. આત્મા કર્મ કરે છે તે વ્યવહારનયથી કહેવાય છે.'
પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલીને જીવ જ્યારે રાગ-દ્વેષરૂપે પરિણમે છે, ત્યારે કર્મનું ગ્રહણ થાય છે. જો જીવમાં અશુદ્ધરૂપે પરિણમવાની શક્તિ ન હોય તો કર્મને કોણ રહણ કરે? જેનામાં ચૈતન્યશક્તિ છે, તે સ્વરૂપને ભૂલીને રાગાદિ દ્વારા કર્મને પ્રહણ કરે છે; પણ જડ વસ્તુમાં રાગ-દ્વેષરૂપે પરિણમવાની શક્તિ નથી, તેથી તે કર્મ ગ્રહણ કરી શકતી નથી. ચેતનની પ્રેરણા હોય તો જ કર્મનું રહણ થાય છે, માટે વ્યવહારનયથી ચેતન જ કર્મનો કર્તા છે. શ્રીમદ્ લખે છે –
‘જો ચેતનની પ્રેરણા ન હોય, તો કર્મ કોણ ગ્રહણ કરે? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જડનો છે જ નહીં; અને એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે; અને તે માટે કર્મનો કર્તા કહીએ છીએ. અર્થાત એમ જીવ કર્મનો કર્તા છે.
કર્મના કર્તા કર્મ કહેવાય કે કેમ ?' તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણાશક્તિ છે.'
આમ, આ ગાથામાં શ્રીગુરુ કહે છે કે જો ચેતન એવા આત્મામાં પ્રેરણા - કર્મ બાંધવા માટેના પરિણામ ન હોય તો કર્મ કોણ બાંધે? કારણ કે જડમાં તેવી પ્રેરણાશક્તિ ૧- જુઓ : પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', કર્તાકર્મક્રિયાધાર, દોહો ૧૮
જ્ઞાન સરૂપી ગતિમ, શ્રેરે જ્ઞાન નહિં ગૌર |
ટુર્વ ર્ન વેતન શૈ, યે વિવારી ઢૌર IT' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૪ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org