________________
૫૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી. તેનામાં પ્રેરણાશક્તિનું સર્વદા નહીં હોવાપણું છે, તેથી કર્મ ગ્રહણ કરવા માટે જડદ્રવ્ય શક્તિમાન નથી; પરંતુ જીવમાં પ્રેરણાશક્તિ હોવાથી કર્મને ગ્રહણ કરવા માટે તે શક્તિમાન છે. ચેતન અને જડ બન્નેના ભિન્ન ભિન્ન ધર્મ વિચારી જોતાં જણાય છે કે પ્રેરણાશક્તિ એક ચેતન આત્મામાં જ છે અને તેથી કર્મનો કર્તા જીવ જ ઘટે છે. એ અખંડ સિદ્ધાંત છે કે કર્મનો કર્તા કર્મ નહીં પણ આત્મા જ કર્મનો કર્તા છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘હોય ન ચેતન પ્રેરણા, પામી કાંઈ નિમિત્ત; શક્તિ અનંત વિભાવની, જાણો એમ ખચીત. એ સત્તા નહિ ફોરવે, કોણ ગ્રહે તો કર્મ? કારણ તેનું શોધતાં, ઝટ સમજાશે મર્મ. કદી થયું થાતું નથી, એ વિણ કર્મ પ્રભાવ; જડસ્વભાવ નહિ પ્રેરણા, પ્રેરક જીવ સ્વભાવ. અનુભવથી સમજાય જો, ટળે ચિત્તનો ભમ; . જીવ દ્રવ્ય ને અજીવનો, જુઓ વિચારી મર્મ.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૨ (શ્રી ગિરધરભાઈ રચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૯૩-૨૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org