________________
૬૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વર્તી રહ્યો છે. એના સકંજામાં સર્વ જીવો સપડાયેલા છે. જો જીવ પુરુષાર્થ કરે તો જ તે કર્મપુદ્ગલોથી મુક્તિ પામી શકે અને એક વાર મુક્ત થયા પછી તેને પુનઃ કર્મબંધન થતું નથી.
આ ગાથાનો ન્યાયયુક્ત સાર એમ સમજાય છે કે જ્યારે પોતાના જ્ઞાનાનંદી શુદ્ધ શાંત સ્વરૂપમાં સ્થિત ન રહેતાં જીવ પૂર્વકર્મના ઉદયમાં જોડાય છે ત્યારે તેને રાગદ્વેષરૂપ વિકાર થાય છે. રાગ-દ્વેષરૂપ વિકાર પોતાના માનવા અને રાગ-દ્વેષરૂપ રહેવું, અર્થાત્ રાગ-દ્વેષ સહિત પરમાં પરિણમવું તેને ભાવકર્મ કહે છે. આ ભાવકર્મ ચેતનરૂપ છે, કારણ કે તે આત્માની પોતાની કલ્પના છે, તેના પોતાનાં વૈભાવિક પરિણામ છે. તે ચેતનની જ અવળી પરિણતિ છે, વિભાવદશા છે. તે આત્માના શુદ્ધ જ્ઞાનસ્વભાવથી વિપરીત ભાવ છે, છતાં છે તો સ્વયં આત્માના જ. રાગાદિ ભાવકર્મ આત્મા કરે છે, આત્મામાં થાય છે, માટે તે ચેતનરૂપ છે.
ભાવકર્મ ચેતનનું જ કાર્ય છે, જડનું નહીં. રાગાદિ ભાવકર્મ ચેતનને જ થાય છે, જડને નહીં. રાગ-દ્વેષરૂપ પરિણામ જડને હોતાં નથી, પરંતુ જડ કર્મના નિમિત્તે થતાં આત્માનાં પરિણામ છે. ભાવકર્મ થવામાં દ્રવ્યકર્મ નિમિત્ત છે, પરંતુ તે પરિણામ તો આત્માનાં જ છે. ક્રોધાદિરૂપ ભાવકર્મ તે આત્માનાં જ પરિણામ છે, કારણ કે આત્માથી કથંચિત્ અભિન્નરૂપે સ્વવેદ્ય પ્રતીત થાય છે. ભાવકર્મ ચેતનની જ વિકારી દશા છે, જીવની પોતાની જ કલ્પના છે અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની ફુરણા થાય છે, તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે અને તેથી જડની ધૂપ એટલે કર્મયોગ્ય પુદ્ગલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. જૈન પરિભાષામાં ભાવકર્મ ‘મલ અને દ્રવ્યકર્મ ‘રજ' એવી સંજ્ઞાથી પણ ઓળખાય છે. તેથી શ્રીમદે દ્રવ્યકર્મ માટે જડધૂપ', અર્થાત્ જડ રજકણ એવો શબ્દ પ્રયોજ્યો છે.
અધ્યાત્મવિદ્યામાં પારિભાષિક શબ્દોનો વિચાર કરવામાં આવે છે ત્યારે જણાય છે કે ભારતીય સાંસ્કૃતિક અધ્યાત્મવિચારણામાં ભિન્ન ભિન્ન દર્શનકારોએ ભિન્ન ભિન્ન પારિભાષિક શબ્દો પ્રયોજ્યા છે. કર્મસિદ્ધાંતમાં માનતાં બધાં દર્શનોમાં પોતાની આગવી વિચારધારા અનુસાર વિભિન્ન પારિભાષિક શબ્દો આવે એ સ્વાભાવિક છે. જેમ કે – (૧) ચેતન દ્રવ્યને જૈન દર્શન ‘આત્મા કહે છે, બૌદ્ધ દર્શન તેને “જ્ઞાન” કહે છે, વેદાંત દર્શન ‘બહ્મ' કહે છે અને સાંખ્ય દર્શન ‘પુરુષ' કહે છે. (૨) આત્મા સાથે જોડાતા અન્ય તત્ત્વને જૈન દર્શન કર્મ' કહે છે, બૌદ્ધ દર્શન ‘વાસના' કહે છે, વેદાંત ૧- જુઓ : આચાર્યશ્રી વિદ્યાનંદજીકૃત, ‘આપ્તપરીક્ષા', શ્લોક ૧૧૪
'भावकर्माणि चैतन्यविवत्मिानि भान्ति नुः । क्रोधादीनि स्ववेद्यानि कथञ्चिचिदभेदतः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org