________________
ગાથા-૮૨
૬૭૩ દર્શન ‘અવિદ્યા' કહે છે અને સાંખ્ય દર્શન પ્રકૃતિ કહે છે. (૩) કર્મના સંયોગને જૈન દર્શન બંધ' કહે છે, બૌદ્ધ દર્શન તથા વેદાંત દર્શન ‘ભાંતિ કહે છે અને સાંખ્ય દર્શન ‘પ્રવૃત્તિ' કહે છે.
ઉપર જણાવેલા પારિભાષિક શબ્દો સાથે તે તે દર્શનની માન્યતાને જૈન દર્શનના સંદર્ભમાં જોઈએ.
બૌદ્ધ દર્શન અનુસાર રાગ, દ્વેષ અને મોહયુક્ત થઈને પ્રાણી મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિને પણ કર્મ કહેવાય છે, પણ તે તો વિજ્ઞપ્તિરૂપ - પ્રત્યક્ષ છે; એટલે કર્મ શબ્દ અહીં માત્ર પ્રત્યક્ષ પ્રવૃત્તિના અર્થમાં લેવાનો નથી, પણ એ પ્રત્યક્ષ કર્મજન્ય સંસ્કારને અહીં કર્મ સમજવાનું છે. બૌદ્ધ પરિભાષામાં તેને ‘વાસના’ અને ‘અવિજ્ઞપ્તિ' કહેવામાં આવે છે. માનસિક ક્રિયાજન્ય જે સંસ્કાર - કર્મ છે તેને વાસના' અને વચન તથા કાયાજન્ય જે સંસ્કાર - કર્મ છે તેને “અવિજ્ઞપ્તિ' કહેવામાં આવે છે. બૌદ્ધસમ્મત કર્મનાં કારણ રાગ-દ્વેષ-મોહ એ જૈનસમ્મત ‘ભાવકર્મ' છે અને પ્રત્યક્ષ કર્મજન્ય ‘વાસના’ અને ‘અવિજ્ઞપ્તિ' તે જૈનસમ્મત ‘દ્રવ્યકર્મ'ના સ્થાને મૂકી શકાય.
ન્યાય અને વૈશેષિક દર્શન અનુસાર રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષથી પ્રેરિત થયેલો જીવ મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છે અને એ પ્રવૃત્તિથી ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થાય છે. ધર્મ અને અધર્મને ન્યાય અને વૈશેષિક દર્શને “સંસ્કાર' અથવા ‘અદષ્ટ' એવું નામ આપ્યું છે. જે ત્રણ દોષો ન્યાય અને વૈશેષિક દર્શને જણાવ્યા છે, તે જ દોષોને જૈન દર્શન (ભાવકર્મ' એવું નામ આપે છે અને ન્યાય અને વૈશેષિક દર્શને પ્રવૃત્તિજન્ય ધર્મ-અધર્મને “સંસ્કાર' અથવા ‘અદૃષ્ટ' એવું જે નામ આપ્યું છે તેને જૈન દર્શન દ્રવ્યકર્મ' એવું નામ આપે છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં દોષથી સંસ્કાર અને સંસ્કારથી જન્મ અને જન્મથી દોષ અને પાછા સંસ્કાર અને જન્મ, આ પરંપરા અનાદિ કાળથી જ બીજ-અર્કરન્યાયની જેમ માનવામાં આવી છે; તે જૈનસમ્મત ભાવકર્મ અને દ્રવ્યકર્મની અનાદિ પરંપરા જેવી જ છે.
સાંખ્ય દર્શન અનુસાર લિંગશરીર અનાદિ કાળથી પુરુષના સંસર્ગમાં છે. એ લિગશરીર રાગ-દ્વેષ-મોહ વગેરે ભાવોથી ઉત્પન્ન થયેલું છે અને ભાવ તથા લિંગશરીરનો બીજ-અકુંરની જેમ કારણ-કાર્યભાવ માનેલ છે. જૈનસમ્મત ‘ભાવકર્મ'ની તુલના સાંખ્યસમ્મત ‘ભાવો' સાથે તથા જૈનસમ્મત દ્રવ્યકર્મ'ની અથવા કાર્મણ શરીરની તુલના ‘લિંગશરીર’ સાથે થઈ શકે છે.
યોગ દર્શન અનુસાર અવિઘા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org