________________
૬૭૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ક્લેશ' છે અને એ પાંચ ક્લેશના કારણે ક્લિષ્ટવૃત્તિ - ચિત્તવ્યાપાર ઉત્પન્ન થાય છે અને તેથી ધર્મ-અધર્મરૂપ “સંસ્કાર ઉત્પન્ન થાય છે. આ ક્લેશ ને ‘ભાવકર્મ'ના અને ‘સંસ્કાર'ને ‘દ્રવ્યકર્મ' ના સ્થાને મૂકી શકાય એમ છે. વળી, યોગ દર્શનમાં ક્લેશ' અને ‘સંસ્કારનો, જૈન દર્શનની જેમ, અનાદિ કારણ-કાર્યભાવ બીજ-અકુરન્યાયની જેમ જ માનવામાં આવ્યો છે.
મીમાંસા દર્શન અનુસાર યજ્ઞ-યાગાદિ ક્રિયાઓ કરતાં પહેલાં ફલપ્રાપ્તિની જે શક્તિ અથવા સામર્થ્ય હતું નહીં તે યજ્ઞકર્મ કરતાં ઉત્પન્ન થાય છે. આ સામર્થ્ય અથવા બીજને મીમાંસકો “અપૂર્વ' કહે છે. આ લોકમાં જીવે કરેલાં કર્મ એક અદષ્ટ ‘શક્તિ' ઉત્પન્ન કરે છે જેને “અપૂર્વ' કહે છે. જીવ કર્મ આજે કરે અને તેનું ફળ ભવિષ્યમાં સ્વર્ગપ્રાપ્તિરૂપે મળે તે કઈ રીતે શક્ય બને? તે યજ્ઞ કરે છે, પણ તેનું ફળ કાંઈ તેને તાત્કાલિક મળતું નથી. કોઈ વાર તે વર્ષો સુધી પણ મળતું નથી. જો ફળ મળતું નથી તો શું યજ્ઞ-યાગાદિ નિષ્ફળ છે? આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ‘અપૂર્વ' નામના પદાર્થની યોજના કરવામાં આવી છે. અ-પૂર્વ એટલે જે પહેલાં ન હતું તે. ‘અપૂર્વ' એટલે કર્મોનું શુભ અથવા અશુભ ફળ - પુણ્ય અને પાપ. મનુષ્ય જે કાંઈ અનુષ્ઠાન કરે તે તો ક્રિયારૂપ હોવાથી ક્ષણિક હોય છે, એટલે તે અનુષ્ઠાનથી ‘અપૂર્વ' નામનો પદાર્થ ઉત્પન્ન થાય છે. આ ‘અપૂર્વ' યાગાદિ કર્મ-અનુષ્ઠાનનું ફળ આપે છે. મીમાંસા દર્શન પ્રમાણે કામનાથી યાગાદિ પ્રવૃત્તિ અને યાગાદિ પ્રવૃત્તિથી અપૂર્વ એવો ક્રમ છે. કામના' એ જૈનસમ્મત ‘ભાવકર્મ’ અને ‘અપૂર્વ' એ જૈનસમ્મત ‘દ્રવ્યકર્મ'ને સ્થાને મૂકી શકાય.
આમ, ભાવકર્મની બાબતમાં ભારતીય દાર્શનિકોમાં વિવાદ નથી. શબ્દભેદ હોવા છતાં પણ કર્મબંધના કારણોના સંબંધમાં અન્ય આસ્તિક દર્શન અને જૈન દર્શન વચ્ચે મતભેદ નથી. રાગ-દ્વેષ-મોહ એ જ સૌના મત પ્રમાણે ભાવકર્મ અથવા તો કર્મનું કારણ છે. સર્વ આસ્તિક દર્શને કર્મની બદ્ધતા રાગ-દ્વેષ-મોહના કારણે સ્વીકારી છે.
જૈન દર્શન જેને દ્રવ્યકર્મ કહે છે તેને જ બીજા દાર્શનિકો 'કર્મ'ના નામે ઓળખે છે અને એનાં જ “સંસ્કાર', ‘વાસના', ‘અવિજ્ઞપ્તિ', 'માયા', “અપૂર્વ' એવાં નામ છે. બૌદ્ધ દર્શન કર્મને ‘સંસ્કાર', 'વાસના' કે “અવિજ્ઞપ્તિ' શબ્દમાં સંબોધે છે. ન્યાય દર્શન કર્મને ‘સંસ્કાર” અથવા “અદષ્ટ' એ નામથી સંબોધે છે. વૈશેષિક દર્શન કર્મને ‘અદષ્ટ' એવા નામથી સંબોધે છે. સાંખ્ય દર્શન કર્મને ‘પ્રકૃતિ' સ્વરૂપે સંબોધે છે. યોગ દર્શન કર્મને ‘સંસ્કાર' અથવા વાસના' એ નામથી સંબોધે છે. મીમાંસા દર્શન કર્મને ‘અપૂર્વ તરીકે સંબોધે છે. વેદાંત દર્શન કર્મને “અવિદ્યા', “માયા' શબ્દથી સંબોધે છે. ‘દેવ', ‘ભાગ્ય’, ‘પુણ્ય-પાપ' ઇત્યાદિ કેટલાક શબ્દો ‘કર્મ' માટે વપરાય છે, જે સર્વ દર્શનમાં માન્ય છે. આ રીતે જૈન દર્શનમાં જેના માટે ‘દ્રવ્યકર્મ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org