________________
ગાથા-૮૩
૬૮૫
(૨) સ્થિતિબંધ કર્મપરમાણુઓનો સ્થિતિકાળ (કયું કર્મ આત્મા સાથે કેટલા સમય સુધી રહેશે).
(૩) અનુભાગબંધ (રસબંધ) કર્મપરમાણુઓમાં રસનું નિર્માણ (કયા કર્મમાં ૨સશક્તિ ફળ આપવાની શક્તિ કેટલી છે).
(૪) પ્રદેશબંધ કર્મપરમાણુઓનો સંગ્રહ (બંધ થવાવાળાં કર્મપરમાણુઓની સંખ્યા).
આ રીતે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશની દૃષ્ટિએ કર્મબંધનું ચાર પ્રકારે વિવેચન કરી શકાય. કર્મબંધના આ પ્રકારોને હવે વિસ્તારથી જોઈએ પ્રકૃતિબંધ પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મપરમાણુઓનો જ્યારે આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે તે પરમાણુઓમાંથી કયાં કયાં પરમાણુઓ આત્માના કયા કયા ગુણને દબાવશે? આત્માને કેવી કેવી અસર પહોંચાડશે? ઇત્યાદિ સ્વભાવનું નિર્માણ થાય છે. કર્મપરમાણુઓના આ સ્વભાવનિર્માણને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે.
કર્મના સ્કંધ અનેક ભેદસ્વરૂપ છે અને તે સ્કંધોમાં જીવના ગુણોને હણવાનો તેમજ દાબી દેવાનો સ્વભાવ અર્થાત્ પ્રકૃતિ છે. પ્રકૃતિ અને પ્રકૃતિવાનમાં કથંચિત્ અભેદતા છે, માટે પ્રકૃતિ શબ્દથી જીવના ગુણોને હણવાના કે દાબી દેવાના સ્વભાવવાળા કર્મના સ્કંધોનું ગ્રહણ સમજાય છે. જીવના શુભાશુભ પરિણામથી જીવના ગુણોને દાબી દેવાના સ્વભાવવાળા કર્મના સ્કંધોના જીવ સાથે થયેલા બંધને પ્રકૃતિબંધ કહે છે.
આત્માના અનંત ગુણો છે. તેમાં અનંત જ્ઞાન વગેરે આઠ મુખ્ય ગુણો છે. કર્મપરમાણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે બંધાયેલા કર્મપરમાણુઓમાંથી અમુક પરમાણુઓમાં જ્ઞાન ગુણનો અભિભવ કરવા(દબાવવા)નો સ્વભાવ નિયત થાય છે. અમુક કર્મપરમાણુઓમાં દર્શન ગુણને આવરવા(દબાવવા)નો સ્વભાવ નક્કી થાય છે. અમુક કર્મપરમાણુઓમાં આત્માના અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અથવા તો દુઃખ આપવાનો સ્વભાવ નિયત થાય છે. કેટલાક કર્મપરમાણુઓમાં ચારિત્ર ગુણને દબાવવાનો ગુણ નક્કી થાય છે. આ પ્રમાણે અન્ય ગુણો વિષે પણ સમજવું. કર્મપરમાણુઓના આ સ્વભાવને આશ્રયીને આત્માની સાથે બંધાયેલા કર્મપરમાણુઓના મુખ્ય આઠ પ્રકાર છે. આઠ પ્રકારનાં કર્મો આ પ્રમાણે છે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય.
જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ જ્ઞાનને ઢાંકવાનો છે. દર્શનાવરણીય કર્મનો સ્વભાવ દર્શન(સામાન્ય પ્રતિભાસસ્વરૂપ શક્તિ)ને ઢાંકવાનો છે. વેદનીય કર્મનો સ્વભાવ જીવને ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોના સંયોગ અને વિયોગરૂપ સુખ-દુઃખનું વેદન કરાવવાનો છે. મોહનીય કર્મમાંથી દર્શનમોહનીય કર્મનો સ્વભાવ તત્ત્વાર્થ શ્રદ્ધાન ન થવા દેવાનો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org