________________
ગાથા-૫૦
૧૧૯ સમુઘાતની પ્રક્રિયા કરે છે ત્યારે તે સમગ્ર લોકમાં વ્યાપે છે. આઠ સમયવર્તી એવી કેવળીસમુઘાતદશામાં આત્માનું ચૌદ રાજલોકપ્રમાણ વ્યાપકપણું હોવાથી તેનું કદાચિત્ સર્વવ્યાપકપણું કહ્યું છે, પરંતુ હંમેશ માટે સર્વવ્યાપકપણું કહ્યું નથી. સંકોચ-વિકાસશીલ ગુણનો ધારક આત્મા દેહપરિમાણ જ રહે છે. જૈન દર્શનમાં આત્માને દેહપરિમાણપણે સ્પષ્ટપણે સ્વીકાર્યો છે. આચાર્યશ્રી વાદીદેવસૂરિજીએ ‘પ્રમાણનયતત્તાલોક' માં આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરતાં સ્પષ્ટ લખ્યું છે કે આત્મા સ્વદેહપરિમાણવાળો છે. જેટલો દેહ હોય છે તેટલામાં જ આત્મા રહે છે. દેહની બહાર આત્મા નથી. પ્રતિક્ષેત્રે, અર્થાત્ પ્રત્યેક દેહમાં જુદો જુદો આત્મા છે. ૧
જૈન દર્શનના મત અનુસાર દરેક દેહમાં એક જુદો આત્મા નિવાસ કરે છે. પ્રત્યેક દેહમાં એક ભિન્ન આત્મા રહે છે. આત્મા પ્રતિદેહે ભિન્ન છે. જૈનો દેહભેદે આત્મભેદ માને છે. બીજા શબ્દોમાં કહીએ તો જૈનો આત્મબહુત્વ સ્વીકારે છે. દેહભેદે આત્મભેદ અને આત્મબહુત્વ માનવા ઉપરાંત જૈનો આત્માની સંખ્યા પરિમિત નહીં પણ અનંત માને છે. તેમના મત પ્રમાણે આત્માની સંખ્યા અનંત છે. આથી વિપરીત, અદ્વૈત વેદાંત સમગ્ર સૃષ્ટિમાં માત્ર એક આત્મા છે એમ માને છે.
અદ્વૈતમતવાદી માને છે કે એક જ આત્મા (બહ્મ) છે. એકમાત્ર બહ્મ જ છે, બીજો કોઈ નથી. જે કંપે છે, જે નથી કંપતું, જે દૂર છે, જે નજીક છે, જે બધાનાં અંતરમાં છે અને જે સર્વત્ર વ્યાપ્ત છે - એ બધું માત્ર એક બહ્મ જ છે. તેમના મત અનુસાર બલ્બ અદ્વૈત છે. સર્વ દેહમાં માત્ર એક આત્મા જ વ્યાપેલો છે. બહ્મ સર્વત્ર છે. જે ભેદ દેખાય છે તે માયાથી થાય છે, પણ વસ્તુતઃ ભેદ નથી. તેઓ આખા વિશ્વમાં એક સર્વવ્યાપી આત્માને માની, માયાથી તેના પૃથક્ ભેદો કલ્પાય છે એમ માને છે. આત્મા જુદા જુદા નથી, પણ જુદા દેખાય છે અને તે માયાના કારણે એમ જણાય છે. વેદાંત શાસ્ત્રમાં કહ્યું છે કે આકાશ એક છે અને વિશુદ્ધ છે, છતાં તિમિરરોગવાળો પુરુષ તેને અનેક માત્રાઓ - રેખાઓથી ચિત્રવિચિત્ર જુએ છે. તે જ પ્રકારે એક અને વિશુદ્ધ એવો બહ્મ અવિદ્યા વડે ભિન્ન ભાસે છે - અનેક ભાસે છે. ૨ ૧- જુઓ : આચાર્યશ્રી વાદીદેવસૂરિજીકૃત, પ્રમાણનયતત્તાલોક', પરિચ્છેદ ૭, શ્લોક પ૬
'चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद्भोक्ता ।
स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौगलिकादृष्टवांश्चायम् ।।' ૨- જુઓ : બૃહદારણ્યકભાષ્યવાર્તિક', ૩-૪-૪૩,૪૪
'यथा विशुद्धमाकाशं तिमिरोपप्लुतो जनः । संकीर्णमिव मात्राभिभिन्नाभिरभिमन्यते ।। तथेदममलं ब्रह्म निर्विकल्पमविद्यया । कलुषत्वमिवापन्नं भेदरूपं प्रकाशते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org