________________
૧ ૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ પ્રમાણે અદ્વૈતમતવાદીઓએ એક જ આત્માની સત્તા સ્વીકારી છે, તેથી તેઓ એકાત્મવાદી છે.
જેમ આકાશ એક તેમજ સર્વવ્યાપી છે, તેમ બહ્મ પણ એક તેમજ સર્વવ્યાપી છે એમ માનવું યોગ્ય નથી. નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એ સર્વ પિંડોમાં જો આત્મા આકાશની જેમ એક જ હોય તો એ માન્યતામાં અનેક દોષ ઉદ્ભવે છે. આકાશની જેમ સર્વ પિંડોમાં એક જ આત્મા સંભવે નહીં, કારણ કે આકાશનું સર્વત્ર એક જ લક્ષણ અનુભવાય છે. માટે આકાશ સર્વત્ર એક જ છે. પણ જીવ વિષે તેમ નથી. પ્રત્યેક પિંડમાં તે વિલક્ષણ છે, માટે જીવને સર્વત્ર એક માની ન શકાય. આકાશનું લક્ષણ તો સર્વત્ર એક ભાસે છે, તેથી તે તો એક જ છે; પણ બહ્મનું લક્ષણ તો સર્વત્ર એક ભાસતું નથી તો તેને સર્વત્ર એક કેમ મનાય? જીવનાં લક્ષણો દરેક પિંડમાં જુદાં જુદાં પ્રત્યક્ષ જોવામાં આવે છે તો તે સર્વને એક કેમ મનાય? એવો નિયમ છે કે લક્ષણભેદ હોય તો વસ્તુભેદ માનવો જોઈએ. તદનુસાર જીવનાં લક્ષણો પ્રતિપિંડમાં જુદાં જુદાં અનુભવાતાં હોવાથી પ્રતિપિંડમાં રહેલા જીવોને જુદા જ માનવા ઘટે છે. જે વસ્તુમાં લક્ષણભેદ નથી હોતો, તે વસ્તુ ભિન્ન નથી હોતી; જેમ કે આકાશ. જીવમાં લક્ષણભેદ છે તેથી તે ભિન્ન છે.
જો એક જ આત્મા હોય તો આ સંસારમાં કોઈ એકના મરવાથી બધાનું મૃત્યુ થવું જોઈએ અને એકનો જન્મ થવાથી બધાનો જન્મ થવો જોઈએ, એકની આંગળી કપાય તો સંસારમાં બધાની આંગળી કપાવી જોઈએ; પરંતુ આ પ્રમાણે સંસારમાં અનુભવાતું નથી, બનતું નથી. પિતાના મૃત્યુ પછી તેને પુત્ર સ્મશાને બાળવા જાય છે. પિતાના મૃત્યુથી નથી પુત્ર મરતો કે પિતાનો દેહ બળતાં નથી પુત્ર બળતો. કતલખાનામાં પશુઓ કપાય છે, નરકમાં નારકી જીવો છેદાય છે; પણ અન્ય જીવને કપાવા-છેદાવાનો કોઈ અનુભવ થતો નથી. આત્મા સર્વત્ર એક છે એમ જો માનવામાં આવે તો કતલખાનામાં કપાતા પશુઓની અને નરકમાં છેદાતા નારકી જીવોની તીવ્ર વેદના સર્વ જીવને થવી જોઈએ, પરંતુ તેમ થતું ક્યારે પણ અનુભવાતું નથી. પોતાની બાજુમાં બેસનારની આંગળી કે હાથ-પગ કપાય તોપણ તે જીવને તેની કોઈ વેદના થતી નથી.
જો દરેક દેહમાં અલગ અલગ આત્મા ન હોય તો એક વ્યક્તિના અનુભવનો બધાને અનુભવ થઈ જાય. બધામાં આત્મા એક હોય તો એકના ભોજન કરવાથી બધાને તૃપ્તિ થવી જોઈએ, એકસમયે બધાને સરખા બુદ્ધિ વગેરે ગુણો હોવા જોઈએ; પરંતુ કોઈની બુદ્ધિ મંદ, કોઈની તીવ્ર એમ જોવા મળે છે. કોઈ ધન ઇચ્છે છે તો કોઈ કીર્તિ ઇચ્છે છે, તો કોઈ વળી બને ઇચ્છે છે. વળી, જો બધામાં એક જ આત્મા હોય તો એકને સુખ તો બધાને સુખ અને એકને દુ:ખ તો બધાને દુ:ખ થવું જોઈએ, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org