________________
૧૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કપાઈને ભિન્ન થયેલા દેહના અવયવમાં કંપન ન થવું જોઈએ, પરંતુ દેહથી પૃથભૂત થયેલા હાથ, પગ આદિ અવયવોમાં કંપન આદિ તો થાય છે; માટે સિદ્ધ થાય છે કે તલવાર આદિના પ્રયોગ વડે દેહથી અલગ થયેલા અવયવોમાં પણ આત્મપ્રદેશોનો સદ્ભાવ છે. આ ખંડિત અંશમાં કોઈ પૃથક્ આત્મા તો નથી જ. જે છે તે દેહને વિષે રહેલા, દેહપરિમાણવાળા આત્માનો જ અંશ છે. દેહના બે ભાગમાં રહેવા છતાં પણ આત્મા તો એક જ છે. ખંડિત અવયવોમાં રહેલા આત્મપ્રદેશો પાછા પૂર્વ દેહમાં જ આવી જાય છે. આત્મપ્રદેશોનું ફરીથી ગઠન થઈ જાય છે. કમળની નાળના ટુકડા કરતાં તૂટેલા તંતુઓનું જેમ ફરીથી ગઠન થઈ જાય છે, તેમ ખંડિત અવયવોમાં રહેલા આત્મપ્રદેશોનું દેહસ્થ આત્મપ્રદેશોની સાથે ગઠન થઈ જાય છે. આત્મા સદા અખંડ જ રહે છે. વસ્ત્રાદિ કાળાંતરે ફાટે છે અને તેના ખંડ થઈ જાય છે. વસ્ત્રાદિ બિલકુલ નવાં હોય તોપણ ચીરીને, ફાડીને, કાપીને તેના ટુકડા કરી શકાય છે; પરંતુ આત્માની સ્થિતિ તે પ્રકારે નથી. ગમે તેટલો સમય પસાર થઈ જાય, તેનો કોઈ પ્રદેશ તૂટતો નથી અલગ થતો નથી. તેના સ્વરૂપમાંથી કાંઈ ઓછું થતું નથી. તેના ઉપર ગમે તે ક્રિયા કરવામાં આવે, ગમે તેવો પ્રયોગ કરવામાં આવે તોપણ તેના ખંડ કે ટુકડા નથી થતા.
આ રીતે જૈન દાર્શનિકો આત્માનું સ્વદેહપરિમાણત્વ સિદ્ધ કરે છે. જૈન દાર્શનિકો તર્કબદ્ધ રીતે સાબિત કરે છે કે આત્મા સર્વવ્યાપક નથી પણ દેહપરિમાણ જ છે. જૈન દાર્શનિકો આત્માને અપેક્ષાએ વ્યાપક પણ બતાવે છે. કેવળીસમુદ્દાત વખતે આત્મપ્રદેશનો વિસ્તાર થાય છે, તે અપેક્ષાએ તેઓ આત્માને લોકવ્યાપક પણ કહે છે. જ્યારે કેવળી ભગવંતને કેવળીસમુદ્ધાત કરવાનો પ્રસંગ આવે છે ત્યારે આત્મપ્રદેશો દેહની બહાર નીકળી ચૌદ રાજલોક પર્યંત વ્યાપી જાય છે. જો કેવળી ભગવંતના આયુષ્ય કર્મની સ્થિતિ કરતાં નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મોની સ્થિતિ વધારે હોય તો તે કેવળી ભગવંત ઉક્ત ત્રણે કર્મોની સ્થિતિને આયુષ્ય કર્મની સ્થિતિ જેટલી કરવા માટે પોતાના આત્મપ્રદેશોને દેહની બહાર કાઢી, બહાર કાઢેલા આત્મપ્રદેશોને પ્રથમ સમયે ચૌદરાજલોકપ્રમાણ દંડાકારે કરે છે, બીજા સમયે કપાટાકારે કરે છે, ત્રીજા સમયે મંથનાકારે (રવૈયાના આકારે) કરે છે અને ચોથા સમયે મંથનના આંતરા પૂરે છે. આમ, કેવળી ભગવાન કેવળીસમુદ્દાત દરમ્યાન સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપી જાય છે. ત્યારપછી પાંચમા સમયે મંથનના આંતરામાં રહેલા આત્મપ્રદેશોનું સંહરણ કરે છે. છઠ્ઠા સમયે મંથનનું સંહરણ કરે છે. સાતમા સમયે કપાટનું સંહરણ કરે છે અને આઠમા સમયે દંડાકાર પ્રદેશોનું સંહરણ કરીને આત્મા પૂર્વવત્ સંપૂર્ણપણે દેહસ્થ થઈ જાય છે.
-
આત્મા સંકોચ-વિકાસશીલ હોવાથી અણુથી માંડી વિભુ બની શકે છે. નિગોદમાં એનો દેહ અત્યંત સૂક્ષ્મ હોવાથી તે વખતે તે અણુપરિમાણ છે અને જ્યારે કેવળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org