________________
ગાથા-પO
૧૧૭
મૂર્ત દેહમાં પ્રવેશનો નિષેધ કરવામાં આવે તે મોટા આશ્ચર્યની વાત છે. રેતી આદિ પદાર્થને વિષે જળ વગેરે મૂર્ત પદાર્થનો પ્રવેશ સંભવતો હોય તો દેહમાં રૂપાદિથી રહિત એવા અમૂર્ત આત્માનો પ્રવેશ કેમ ન સંભવે? માટે આત્મા એક અમૂર્તિક પદાર્થ છે, જે સંકોચ-વિસ્તારથી દેહના પરિમાણ અનુસાર રહે છે એમ માનવામાં યુક્તિનું બળ અધિક છે.
આત્માને સર્વવ્યાપી માનનારા કહે છે કે જો આત્માને દેહપ્રમાણ માનવામાં આવે તો પ્રશ્ન થાય કે બાળ દેહનું પરિમાણ યુવાન દેહમાં કઈ રીતે બદલાય છે? બાળ દેહ યુવાનના દેહરૂપે કઈ રીતે પરિણમે? શું બાળ દેહના પરિમાણનો ત્યાગ કરીને યુવાન દેહ બને છે કે બાળ દેહનો ત્યાગ કર્યા વિના જ યુવાન દેહ બને છે? જો બાળદેહપરિમાણનો પરિત્યાગ કરી આત્મા યુવાનદેહપરિમાણ ગ્રહણ કરતો હોય તો આત્મા પણ દેહપ્રમાણ હોવાથી દેહની જેમ આત્મા પણ અનિત્ય ઠરશે. દેહનો નાશ થતાં આત્માનો પણ નાશ થશે. બાળદેહપરિમાણનો પરિત્યાગ કર્યા વિના આત્મા યુવાનદેહપરિમાણ બને છે એ બીજો પક્ષ માનવાથી અનુભવનો અપલોપ થાય છે. એ તો અસંભવિત છે, કારણ કે એક પરિમાણનો ત્યાગ કર્યા વિના બીજા પરિમાણનું ગ્રહણ કઈ રીતે સંભવે?
આનો ઉત્તર એ છે કે આત્મા જ્યારે યુવાનદેહપરિમાણ ધારણ કરે ત્યારે બાળદેહપરિમાણનો પરિત્યાગ કરે છે એમ માનવામાં કંઈ અસંગતિ નથી. સાપ ફેણ વિસ્તારીને પોતાના નાનકડા દેહને મોટો બનાવી શકે છે, તેમ આત્મા પણ સંકોચ-વિસ્તાર ગુણના પ્રતાપે જુદા જુદા સમયે જુદા જુદા દેહપરિમાણ ધારણ કરી શકે છે. ફેણવાળા સર્પની સરલ અવસ્થા થવાથી કંઈ સર્પનો નાશ થતો નથી, તેમ બાળ દેહનો ત્યાગ વડે અને યુવાન દેહની પ્રાપ્તિ થવાથી કંઈ આત્માનો નાશ થતો નથી. બાલ્યાવસ્થાનો ત્યાગ અને યુવાન અવસ્થાની પ્રાપ્તિ થવાથી આત્માનો નાશ થતો જ નથી, માત્ર તેનું વ્યાપક ક્ષેત્ર વિસ્તરે છે.
આત્માને સર્વવ્યાપી માનનારા એક દલીલ એમ પણ કરે છે કે જો આત્માને દેહપ્રમાણ માનવામાં આવે તો દેહના અવયવો ખંડિત થવાથી આત્મા પણ ખંડિત થવો જોઈએ. જીવ દેહપરિમાણ હોય તો દેહનો એકાદો અંશ ખંડિત થવાથી આત્મા પણ અમુક અંશે ખંડિત થાય છે એમ કબૂલવું પડે.
દેહખંડનના સંબંધમાં વ્યાપકવાદીઓ જે વાંધો લે છે તેનો જવાબ એ છે કે દેહ ખંડિત થવાથી આત્મા ખંડિત થતો જ નથી. ખંડિત થયેલા દેહાંશમાં આત્માના પ્રદેશ વિસ્તાર પામે છે. ખંડિત દેહાંશમાં અમુક અંશે આત્માનું અસ્તિત્વ ન સ્વીકારાય તો ખંડિત દેહાંશમાં જે કંપન જોવામાં આવે છે તેનું બીજું કોઈ કારણ બતાવી શકાતું નથી. જો દેહના ખંડિત અવયવમાં આત્મપ્રદેશનો સદ્ભાવ ન હોય તો તલવાર આદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org