________________
ગાથા-પ૦
૧૧૫
શકે છે. ગુણ-ગુણી અભેદભાવે સર્વથા સાથે જ રહે છે, એટલે જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણો પણ ગુણી એવા આત્માની સાથે જ રહે છે અને જીવને પોતાના જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણોનો અનુભવ પોતાના દેહની અંદર જ થાય છે; જે સિદ્ધ કરે છે કે આત્મા દેહમાં જ રહે છે. આત્માના જ્ઞાનાદિ ગુણો દેહને વિષે દેખાતા હોવાથી ગુણી આત્મા પણ દેહમાં જ હોય છે. આત્માના ગુણો દેહની બહાર જણાતા નથી, તેથી આત્મા દેહ કરતાં અધિક પરિમાણવાળો હોઈ શકતો નથી.'
આત્માના ગુણો દેહની બહાર ઉપલબ્ધ થતા નથી, તેથી આત્મા દેહની બહાર નથી. તેના ગુણો દેહની અંદર જ ઉપલબ્ધ થતા હોવાથી આત્મા સર્વવ્યાપી નહીં પણ દેહવ્યાપી છે. જેમ ઘટાદિના રૂપાદિ ગુણો જે સ્થાનમાં પ્રતીત હોય છે તે જ સ્થાનમાં ઘટાદિ પદાર્થો હોય છે, પરંતુ સ્વગુણોથી અતિરિક્ત સ્થાનમાં ઘટાદિ પદાર્થો હોતા નથી; તેમ આત્માના ચૈતન્યાદિ ગુણો દેહમાં જ ઉપલબ્ધ હોય છે, બહાર હોતા નથી; તેથી આત્મા પણ દેહમાં જ હોય છે, દેહની બહાર હોતો નથી. પોતાના ચૈતન્યાદિ ગુણોને છોડીને આત્મા ભિન્ન દેશમાં રહેતો નથી. ઘડાનું રૂપ પૂર્વમાં હોય અને ઘડો પશ્ચિમમાં દેખાય એવું ક્યારે પણ સંભવતું જ નથી. ઘડો તેના ગુણોથી બાહ્ય દેશમાં ઉપલબ્ધ નથી થતો, માટે તે વ્યાપક નથી; તેવી જ રીતે આત્માના ગુણો પણ દેહની બહાર ઉપલબ્ધ નથી, માટે આત્મા વ્યાપક નથી, દેહપ્રમાણ જ છે.
પુષ્પાદિ એક સ્થાનમાં રહેલાં હોવા છતાં પણ તેનો ગંધ ગુણ અન્યત્ર ઉપ હોય છે, પરંતુ તેથી દ્રષ્ટગુણાત્વરૂપ હેતુમાં વ્યભિચાર નથી આવતો; અર્થાત્ ઉપરોક્ત વાત અસત્ય ઠરતી નથી. પુષ્પાદિમાં રહેલાં ગંધાદિનાં પુદ્ગલો સ્વભાવથી ગમનશીલ હોવાના કારણે તેમજ વાયુ વગેરેની પ્રેરણાથી ગતિ કરતાં હોવાથી નાસિકા સુધી પહોંચે છે, માટે ઉક્ત કથન બાધારહિત છે, કેમ કે પ્રત્યક્ષપ્રમાણથી જોયેલી વસ્તુમાં અસિદ્ધિની સંભાવના હોતી નથી.
આમ, આત્મા સર્વવ્યાપી નથી, કેમ કે આત્માના ગુણો સર્વ ઠેકાણે ઉપલબ્ધ થતા નથી. જે પદાર્થના ગુણો સર્વત્ર દેખાતા નથી, તે પદાર્થ સર્વવ્યાપક હોતો નથી. ઘટના રૂપાદિ ગુણો સર્વત્ર દેખાતા નથી, માટે ઘટ જેમ સર્વવ્યાપી નથી; તેમ આત્માના ચૈતન્યાદિ ગુણો સર્વત્ર દેખાતા નથી, માટે આત્મા પણ સર્વવ્યાપી નથી. જો આત્મા સર્વવ્યાપી હોય તો તેના ગુણો પણ સર્વત્ર વ્યાપેલા હોવા જોઈએ. આકાશ સર્વવ્યાપક હોવાથી તેના ગુણો પણ સર્વત્ર વ્યાપેલા છે, પરંતુ આત્મા સર્વવ્યાપી નહીં હોવાથી ૧- જુઓ : પંડિત શ્રી આશાધરકૃત, ‘અનવાર ધર્મામૃત', અધિકાર ૨, શ્લોક ૩૧
'स्वाङ्ग एव स्वसंवित्त्या स्वात्मा ज्ञानसुखादिमान् । યતઃ સવેદ્યતે સર્વે દufમતિસ્તતઃ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org