________________
ગાથા-૭૫
૫૪૫
કોઈ પણ કાળમાં કર્મ અને આત્મા ન્યારાં હતાં જ નહીં. કાળના આદિથી તે બન્ને જોડાયેલાં છે. સમયે સમયે જૂની કાર્મણ વર્ગણાનું છૂટું થવું અને નવી કાર્મણ વર્ગણાનું મળવું થયા જ કરે છે.
તાત્પર્ય એ છે કે કર્મ પ્રવાહરૂપે અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. જીવની અશુદ્ધતા અનાદિ કાળથી છે તથા કર્મનો સ્વભાવ પણ એવો છે કે તે અશુદ્ધ આત્મા સાથે સંયુક્ત થાય છે, તેથી જીવ અને કર્મોનો અનાદિ સંબંધ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મ જીવથી ઉત્પન્ન થયેલાં નથી તથા કર્મ વડે જીવ પણ ઉત્પન થયો નથી. કર્મ જીવજનિત નથી અને જીવ કર્મભનિત નથી. જીવ અને કર્મનો આદિ નથી, બને અનાદિ છે. જીવ તથા કર્મ અનાદિકાલીન છે. જીવોને અનાદિ કાળથી કર્મ વળગેલાં છે. જીવ અને કર્મનો અનાદિ કાળનો સંબંધ છે. વ્યવહારનયની અપેક્ષાએ જીવ અને કર્મનો બીજ-અંકુરની સમાન અનાદિ કાળનો સંબંધ છે. બીજરૂપ કર્મોના કારણે જીવ દેહ ધારણ કરે છે અને દેહ ધારણ થતાં નવાં કર્મનો બંધ કરે છે.
જેનો પણ પરસ્પર કાર્ય-કારણભાવ હોય છે તેની સંતતિ અનાદિ હોય છે. દેહ અને કર્મનો પરસ્પર કાર્ય-કારણભાવ છે, તેથી કર્મસંતતિ અનાદિ છે. જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ આ પ્રકારે બીજ-અંકુરની સંતતિ અનાદિ છે, તેમ દેહથી કર્મ અને કર્મથી દેહ થાય છે. આ પ્રમાણે દેહ અને કર્મની પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે, તેથી કર્મસંતતિ અનાદિ માનવી જોઈએ. જીવ સાથે અનાદિ કાળથી કર્મનો સંબંધ માનવો જોઈએ.
આમ, જીવ-કર્મનો સંબંધ અનાદિ છે. અનાદિથી જૂનાં કર્મ ખરતાં જાય છે અને એનું નિમિત્ત પામીને જીવમાં નવાં નવાં વિકારી પરિણામ થતાં જાય છે. વળી, તે વિકારી પરિણામોનું નિમિત્ત પામીને નવાં કર્મ બંધાતાં જાય છે. આ અનાદિ પ્રવાહપણાના કારણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે. તે છતાં કર્મબંધમાં હેતુભૂત વિકાર કાંઈ આત્માનો મૂળ સ્વભાવ નથી. ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં વિકાર છે જ નહીં, તેથી તે વિકારનો નાશ થઈ શકે છે. જ્યારે તે વિકારોનો ક્ષય થાય છે ત્યારે આત્માનો કર્મયુગલો સાથેનો સંબંધ છૂટી જાય છે. આમ, આત્માનો કર્મપુદ્ગલો સાથેનો સંબંધ અનાદિ હોવા છતાં ટળી શકે છે.
આત્માનું તથા કર્મનું સ્વરૂપ તેમજ તે બન્નેનો અનાદિ સંયોગ સમજવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે બને તત્ત્વો અલગ અલગ છે, અને સ્વતંત્ર દ્રવ્ય છે તથા તે બને સંયોગ સંબંધથી સાથે રહે છે, અવિનાભાવી સંબંધથી નહીં; માટે તેનો સંયોગ છૂટો પડી શકે છે. અનાદિથી જીવની ભૂલના કારણે થયેલો જડ કર્મ સાથેનો સંબંધ પુરુષાર્થથી ટળી શકે છે. જીવ જો વિભાવભાવ કરે નહીં તો કર્મ થાય નહીં, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org