________________
૫૪૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
યોગ્યતા લાગુ પડતાં કર્મબંધ થાય; અને જો તેમ માનવામાં આવે તો દેવ-ગુરુપૂજા, દાન, શિયળ, તપ, ભાવના વગેરે મોક્ષ માટેની ક્રિયા ઉપર કોઈને વિશ્વાસ જ ન રહે, તેમજ તે ક્રિયાઓ કોઈ કરે નહીં. આ કારણે કર્મબંધની યોગ્યતાને અનાદિ માનવી ઘટે છે. અનાદિ આત્મામાં યોગ્યતા પણ અનાદિથી અવશ્ય માનવી જોઈએ અને તેથી આત્મા અને કર્મનો બંધ પણ અનાદિ સિદ્ધ થાય છે.
આત્મા અનાદિ કાળથી અશુદ્ધ છે. તે અનાદિ કાળથી પોતાના જ્ઞાનસ્વભાવનું વિસ્મરણ કરી, ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિથી રાગાદિરૂપે પરિણમી રહ્યો છે. ચૈતન્ય આત્મા
અનાદિ પરિપાટીથી નિરંતર રાગાદિ વિકારી પરિણામોનો કર્તા થતો રહ્યો છે. આત્માનાં વિકારી પરિણામથી કર્મ બંધાય છે અને કર્મથી વિકારી પરિણામ થાય છે. આ પ્રવાહ અનાદિથી છે. પહેલાં આત્મા શુદ્ધ હતો અને પછી વિકારી થયો, પહેલાં કર્મબંધ ન હતો અને પછીથી કર્મ બંધાયાં એમ નથી. જીવની સાથે અનાદિ કાળથી પ્રવાહપૂર્વક આવતી યોગ્યતા વડે થતો કર્મબંધ પણ પ્રવાહથી અનાદિ કાળનો જ સિદ્ધ થાય છે.
અહીં કોઈને શંકા થઈ શકે કે કર્મનો બંધ જીવ અશુદ્ધ પરિણામ વડે કરે છે, તેથી તે કર્મબંધનું જીવને કર્તાપણું હોવાથી કર્મબંધનો આદિ આવ્યો, તો તેને અનાદિ કઈ રીતે કહેવાય? આ શંકાનું સમાધાન એ છે કે કર્મનો બંધ પ્રત્યેક ક્ષણે થાય છે, તોપણ પ્રવાહની અપેક્ષાએ, સંતતિભાવે તે અતીત કાળની જેમ અનાદિ જ છે. બંધ પોતાના હેતુઓથી નિષ્પન્ન છે, તે છતાં પણ તે બંધની ઘટના ભૂતકાળની જેમ અનાદિથી છે. પ્રવાહપરંપરાથી બંધ અનાદિ છે, એટલે કર્મ બાંધવાનો આદિકાળ નથી. આ તથ્ય દર્શાવતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ધર્મબિંદુમાં કહે છે કે બંધ પ્રવાહથી અનાદિ છે. કર્મબંધ થયા કરે છે, છતાં જેમ અતીત કાળ અનાદિથી છે, તેમ કર્મબંધની ઘટના માટે સમજવા યોગ્ય છે. ૧
કર્મ સાદિ છે કે અનાદિ? એનો જવાબ એ છે કે એક એક કર્મની અપેક્ષાએ સાદિ છે અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. ભૂતકાળનું ઊંડાણ અનંત છે અને અનંતનું વર્ણન “અનાદિ’ કે ‘અનંત' શબ્દ સિવાય બીજી કોઈ રીતે થઈ શકતું નથી, તેથી કર્મના પ્રવાહને અનાદિ કહેવો-માનવો ઘટે છે.
| નિશ્ચયસ્વરૂપે કાળનું ઝરણ અનાદિ-અનંત છે. તે ઝરણની ઉત્પત્તિ કે નાશ છે જ નહીં. જો આત્મા અને કર્મનો સંબંધ કાળના આદિમાં થયેલો - કાળના ઝરણની ઉત્પત્તિનો સહભાવી કહેવામાં આવે તો તેનો અર્થ એ જ છે કે તે સંયોગ અનાદિ છે. ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, “ધર્મબિંદુ', અધ્યાય ૨, શ્લોક પર, ૫૩
પ્રવદિતોનારિકાનિતિ IT. कृतकत्वेऽप्यतीतकालवदुपपत्तिरिति ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org