________________
૧OO
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બરાબર નથી, કેમ કે આત્મામાં જડત્વ કે મૂર્તિત્વ હોવું સંભવિત જ નથી. જ્ઞાનને આત્માનું લક્ષણ માનવાથી એમાં અસંભવ દોષ આવતો નથી. જડત્વ કે મૂર્તિત્વને આત્માનું લક્ષણ માનવાથી એમાં અસંભવ દોષ આવે છે. આમ, જડત્વ કે મૂર્તિત્વને આત્માનું લક્ષણ માનવામાં અસંભવ દોષ રહેલો છે.
આ પ્રમાણે રાગ, અમૂર્તતા, જડત્વ આદિને આત્માનાં લક્ષણ ગણવામાં આવે તો તે દોષયુક્ત છે. આત્માનું લક્ષણ જ્ઞાન ગણતાં ઉપરોક્ત ત્રણે દોષોનું નિવારણ થઈને લક્ષ્ય એવો આત્મા રહણ થાય છે. જ્ઞાનમાં નથી આવ્યાપ્તિ દોષ, કેમ કે જ્ઞાન બધા જ આત્મામાં હોય છે; નથી અતિવ્યાપ્તિ દોષ, કેમ કે જ્ઞાન આત્મા સિવાય કોઈ પણ દ્રવ્યમાં હોતું નથી; નથી અસંભવ દોષ, કેમ કે બધા આત્મામાં જ્ઞાન તો સ્પષ્ટ જોવામાં આવે છે. જ્ઞાન સર્વ આત્મામાં, તેની સર્વ અવસ્થાઓમાં પ્રાપ્ત થાય છે અને અનાત્મામાં કદી પણ પ્રાપ્ત થતું નથી.
આત્મા સદાજ્ઞાનવંત, પદાર્થોનો બોધ કરનાર ઉપયોગસ્વભાવી છે. જ્ઞાન લક્ષણથી જ આત્મા બીજાં દ્રવ્યોથી જુદો પડે છે. ઉપયોગ એ જ આત્માને સર્વથી જુદું પાડનારું અસાધારણ લક્ષણ છે. આત્મા એ લક્ષ્ય છે અને ઉપયોગ એ તેનું લક્ષણ. ઉપયોગ આત્માનું યથાર્થ લક્ષણ છે. ૧ શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખેલા પત્રમાં શ્રીમદ્ ચૈતન્યાત્મક આત્માના આ લક્ષણ વિષે પ્રકાશ પાડે છે કે –
ચૈતન્ય' અને “જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ છે કે, “ચૈતન્યમાં “ઉપયોગ' (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને જડમાં તે નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઇચ્છે કે, “જડ”માં “શબ્દ”, “સ્પર્શ', “રૂપ', 'રસ' અને “ગંધ' એ શક્તિઓ રહી છે; અને ચૈતન્યમાં તે નથી; પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે, કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે; જેવા કે; નિરંજન, નિરાકાર, અરૂપી ઇ, તે તે આત્માની સદશ ગણી શકાય; કારણ ભિન્ન ધર્મ ના રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ “ઉપયોગ' નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે; અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે.'
આત્મા ઉપયોગસ્વભાવી છે. તે પદાર્થને જુએ-જાણે છે. આત્માનું લક્ષણ જોવુંજાણવું છે, જ્યારે દેહ જોઈ-જાણી શકતો નથી. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે અને ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૨, સૂત્ર ૮
“ઉપયોગો ક્ષUTF I’ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૦ (પત્રાંક-૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org