________________
ગાથા-૪૯
૯૯ વર્તમાન દશામાં અપૂર્ણપણે વિદ્યમાન હોય છે. કેવળી ભગવંતોને તો પર્યાયમાં પણ પૂર્ણ જ્ઞાન પ્રગટ્યું હોય છે. જીવ ગમે તે ગતિમાં જાય તે જ્ઞાનરહિત ક્યારે પણ હોતો નથી. કર્મોનું ગાઢ આવરણ હોય તોપણ થોડા અંશે તો જ્ઞાન પ્રગટ હોય જ છે. નિગોદના જીવોને પણ પર્યાયમાં અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન પ્રગટ હોય છે. આના ઉપરથી ફલિત થાય છે કે જીવની કોઈ પણ પર્યાય જ્ઞાન વિનાની હોતી નથી. જીવની સર્વ અવસ્થાઓમાં તેની વિદ્યમાનતા અનુભવી શકાય છે, તેથી જ્ઞાન ગુણ અવ્યાપ્તિ દોષરહિત છે અને એટલે તેના વડે આત્માની ઓળખાણ થઈ શકે છે. જો જીવનું લક્ષણ ‘રાગ' કહેવામાં આવે તો તે મિથ્યા ઠરે, કારણ કે રાગ આત્માની કોઈ અવસ્થામાં હોય છે તો કોઈ અવસ્થામાં નથી હોતો. જો કે આત્મા સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં તે હોતો નથી, છતાં સર્વ આત્મામાં સર્વ કાળે તે હોતો નથી. કેવળી ભગવંતોમાં રાગ હોતો નથી. રાગને આત્માનું લક્ષણ માનવામાં આવે તો અરિહંત અને સિદ્ધોને અનાત્મા માનવા પડે, કારણ કે તેમનામાં રાગ નથી. લક્ષણ સર્વ લક્ષ્યમાં હોવું જોઈએ, પરંતુ રાગ સર્વ આત્મામાં હોતો નથી. રાગમાં અવ્યાપ્તિ દોષ છે, તેથી આત્મા લક્ષ્ય છે અને રામ લક્ષણ છે એમ માનવું બરાબર નથી. આમ, રાગને આત્માનું લક્ષણ માનવામાં આવ્યાપ્તિ દોષ રહેલો છે. (૨) અતિવ્યાપ્તિ દોષ – જ્ઞાન ગુણ સર્વ આત્મદ્રવ્યમાં વ્યાપ્ત હોય છે અને પુદ્ગલાદિ દ્રવ્યોમાં તે પ્રાપ્ત થતો નથી. જ્ઞાન ગુણ માત્ર આત્મામાં જ હોય છે, અન્ય કોઈ પણ દ્રવ્યમાં નથી હોતો, તેથી જ્ઞાન ગુણ તે અતિવ્યાપ્તિ દોષરહિત છે. જો જીવનું લક્ષણ અમૂર્તતા' માનવામાં આવે તો તે મિથ્યા કરે, કારણ કે અમૂર્તતા લક્ષણ આત્મામાં તો છે જ, પરંતુ તે ઉપરાંત ધર્મ, અધર્મ, આકાશ અને કાળમાં પણ અમૂર્તત્વ લક્ષણ રહેલું છે. મૂર્તિ તો એકમાત્ર પુદ્ગલદ્રવ્ય જ છે. જે અમૂર્તિક હોય તે આત્મા છે' એ સાચું નથી, કેમ કે બધા જ આત્મા અમૂર્તિક હોવાથી જો કે તેમાં અવ્યાપ્તિ દોષ નથી, પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્ય પણ અમૂર્તિક હોવાથી અમૂર્તિકને આત્માનું લક્ષણ માનતાં તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. અમૂર્તત્વ લક્ષણ માનતાં એકલો આત્મા જ લક્ષ્યરૂપે ગ્રહણ થતો નથી, પરંતુ અલક્ષ્ય એવા ધર્માસ્તિકાયાદિ અચેતન દ્રવ્યોમાં પણ અમૂર્તત્વ રહેલું હોવાથી તે દ્રવ્યો પણ ગ્રહણ થાય છે. આમ, અમૂર્તતાને આત્માનું લક્ષણ માનવામાં અતિવ્યાપ્તિ દોષ રહેલો છે. (૩) અસંભવ દોષ – જ્ઞાન ગુણ સર્વ આત્મદ્રવ્યમાં, તેની સર્વ અવસ્થાઓમાં અવશ્ય પ્રાપ્ત થાય છે, તેથી જ્ઞાન ગુણ અસંભવ દોષરહિત છે. જો જીવનું લક્ષણ ‘જડત્વ' અથવા ‘મૂર્તત્વ' માનવામાં આવે તો તે મિથ્યા કરે, કારણ કે આત્મા કદી પણ જડ અથવા મૂર્ત હોતો નથી. જડ હોય તે આત્મા અથવા મૂર્ત હોય તે આત્મા એમ કહેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org