________________
૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દોષ કહેવાય છે. જેમ કે ગાયનું લક્ષણ એકશવત્વ (એક ખરીયુક્તપણું) કહેવું તે અયથાર્થ છે, કારણ કે ગાયના દરેક પગમાં બે ખરી હોય છે. ગાયને એકશફવત્વ હોવાની સંભાવના પણ નથી, તેથી અસંભવ દોષના કારણે એકશફવત્વ એ ગાયનું લક્ષણ કહી શકાય નહીં.
આવા ત્રણ દૂષણથી રહિત એવું જે પોતાના લક્ષ્યમાં પૂરેપૂરું સંપૂર્ણપણે વ્યાપક હોય તે લક્ષણ કહેવાય છે. જે ગુણ જે વસ્તુનો કહેવાતો હોય તે વસ્તુમાં તે ગુણ સર્વથા વ્યાપ્ત હોય અને તે સિવાય અન્ય વસ્તુમાં તે ગુણ ન સંભવતો હોય તો તે ગુણ તે વસ્તુનું વ્યાવર્તક (exclusive) લક્ષણ કહેવાય છે, પરંતુ તે ગુણ જો તે વસ્તુમાં સર્વત્ર વ્યાપ્ત ન હોય અથવા તો તે વસ્તુમાં સર્વવ્યાપ્ત હોવા છતાં બીજી વસ્તુમાં પણ અલ્પાંશે અથવા સર્વીશે વ્યાપ્ત હોય તો તે ગુણ તે વસ્તુનું વ્યાવર્તક લક્ષણ કહી શકાય નહીં; તેથી ગાયનું લક્ષણ કપિલ વર્ણ, શૃંગિત્વ કે એકશફવત્વ કહી શકાય નહીં. ગાયનું લક્ષણ સાસ્ના (ગળાની ગોદડી) છે, કારણ કે આ ગુણ ઉપર્યુક્ત ત્રણે દોષોથી રહિત છે. સાસ્ના દરેક ગાયને સદાકાળ હોય છે, કોઈ ગાયમાં ન હોય એમ બની શકે જ નહીં; તેમજ એ સાસ્ના ભેંસ આદિ પશુઓને હોતી નથી, માટે સાસ્ના એ ગાયનું લક્ષણ છે.
આમ, લક્ષ કરાવનારું અસાધારણ ગુણરૂપ જે હોય તે લક્ષણ કહેવાય છે. પ્રત્યેક દ્રવ્યમાં ત્રણે દૂષણોથી રહિત, સ્પષ્ટ, વિશિષ્ટ લક્ષણ હોય જ છે, જેના વડે તે દ્રવ્ય પ્રસિદ્ધ થાય છે. આત્મદ્રવ્યનું વિશિષ્ટ લક્ષણ જ્ઞાન છે, જેના વડે આત્મદ્રવ્યની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાનરૂપી લક્ષણની પ્રસિદ્ધિથી લક્ષ્ય એવા આત્માની પ્રસિદ્ધિ થાય છે.
અધ્યાત્મશાસ્ત્રોમાં આત્માના અનંત ગુણમાંથી ઘણા ગુણોનું નિરૂપણ થયું છે, પરંતુ આત્માની ઓળખાણ કરવા તે સર્વ ગુણોનો આધાર લઈ શકાતો નથી. આત્માની ઓળખાણ માત્ર જ્ઞાન ગુણ દ્વારા જ થઈ શકે છે. જ્ઞાન ગુણ દ્વારા આત્મસ્વભાવ ઓળખાય છે. જ્ઞાન ગુણ દ્વારા આત્મસ્વભાવનું ગ્રહણ થાય છે. આત્માના અનંત ત્રિકાળી ગુણોમાંથી જ્ઞાન ગુણને જુદો તારવવામાં આવે છે, કારણ કે જ્ઞાન તે સર્વ ગુણોમાં એક વિશિષ્ટ ગુણ છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. જ્ઞાનને આત્માનું લક્ષણ માનવામાં બાધ નથી, કેમ કે તેમાં અવ્યાપ્તિ આદિ ત્રણ દોષમાંનો એક પણ દોષ નથી. જ્ઞાન એ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષોથી રહિત એવું આત્માનું લક્ષણ છે. તે આ પ્રમાણે – (૧) અવ્યાપ્તિ દોષ – જ્ઞાન ગુણ સર્વ આત્મામાં દરેક ક્ષણે વ્યાપ્ત છે. સંસારી જીવની પ્રત્યેક અવસ્થામાં જ્ઞાન ગુણ દ્રવ્યદળમાં પરિપૂર્ણ હોય છે અને પર્યાયમાં ન્યૂનાધિક હોય છે. સંસારી જીવમાં જ્ઞાન ગુણ દ્રવ્યદળમાં તેના પૂર્ણ સ્વરૂપે વિદ્યમાન હોય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org