________________
ગાથા-૪૯ આત્મભૂત લક્ષણ વસ્તુનું સ્વરૂપ હોવાથી તે વાસ્તવિક લક્ષણ છે. ત્રણે કાળમાં વસ્તુની ઓળખ એના વડે જ કરી શકાય છે. અનાત્મભૂત લક્ષણ સંયોગની અપેક્ષાએ કહેવામાં આવે છે, તેથી તે સંયોગવાળી વસ્તુને સંયોગરહિત અન્ય વસ્તુઓથી ભિન પાડવામાં માત્ર તત્કાલીન બાહ્ય પ્રયોજન સિદ્ધ કરે છે, પરંતુ તે લક્ષણ ત્રિકાળસિદ્ધ થઈ શકતું નથી. ત્રિકાળી અસંયોગી વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવા માટે આત્મભૂત લક્ષણ જ કાર્યકારી છે. અસંયોગી તત્ત્વનું જ્ઞાન એના વડે જ થઈ શકે છે.
કોઈ પણ વસ્તુનું લક્ષણ નિશ્ચિત કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે, કેમ કે તે જ લક્ષણ આગળ જતાં પરીક્ષાનો આધાર બને છે. જો લક્ષણ સદોષ હોય તો તે પરીક્ષામાં પાર ઊતરી શકે નહીં અને તે અસત્ય સાબિત થાય. જે લક્ષણ સદોષ હોય તેને લક્ષણાભાસ કહેવામાં આવે છે. જે લક્ષણ નિર્દોષ હોય તેને જ લક્ષણ કહેવામાં આવે છે. લક્ષ્યને પ્રસિદ્ધ કરવા માટે જે લક્ષણ દર્શાવવામાં આવે તે લક્ષણ ત્રણ દોષોથી રહિત હોવું જરૂરી છે. તે ત્રણ દોષ આ પ્રમાણે છે – (૧) અવ્યાપ્તિ દોષ – જે ગુણ લક્ષ્યના અમુક ભાગમાં વ્યાપ્ત હોય પણ સર્વમાં વ્યાપ્ત ન હોય, તે ગુણ અવ્યાપ્તિ દોષ સહિત હોવાથી તે લક્ષણ બની શકતું નથી. લક્ષ્યના એકદેશમાં રહેવાવાળા ગુણને લક્ષણ માનવું યથાર્થ નથી, કેમ કે તે અવ્યાપ્તિ દોષ સહિત છે. જેમ કે ગાયનું લક્ષણ કપિલ વર્ણ (લાલ રંગ) કહેવું અયથાર્થ છે, કારણ કે સર્વ ગાય કપિલ વર્ણવાળી હોતી નથી. કપિલ વર્ણ બધી ગાયમાં નથી હોતો, તેથી અવ્યાપ્તિ દોષના કારણે કપિલ વર્ણ તે ગાયનું લક્ષણ કહી શકાય નહીં. (૨) અતિવ્યાપ્તિ દોષ – જે ગુણ લક્ષ્યના સર્વ ભાગમાં તો વ્યાપ્ત હોય, પણ લક્ષ્ય સિવાયના અન્ય પદાર્થમાં પણ વ્યાપ્ત હોય, તે ગુણ અતિવ્યાપ્તિ દોષ સહિત હોવાથી તે લક્ષણ બની શકતું નથી. લક્ષણ એવું હોવું જોઈએ જે પૂરા લક્ષ્યમાં તો હોય, પરંતુ અલક્ષ્યમાં કશે પણ ન હોય. લક્ષ્ય તથા અલક્ષ્ય બન્નેમાં વ્યાપ્ત હોય તો અતિવ્યાપ્તિ દોષ આવે છે. જેમ કે ગાયનું લક્ષણ શૃંગિત્વ (શિંગડાયુક્તપણું) કહેવું તે અયથાર્થ છે, કારણ કે શિંગડા જો કે સર્વ ગાયને સદાકાળ હોય છે, તોપણ તે માત્ર ગાયને જ હોય છે એવું નથી, ભેંસ આદિને પણ હોય છે. બધી ગાયને શિંગડાં તો હોય છે, પરંતુ ગાય સિવાયનાં અન્ય પશુઓને પણ શિંગડાં હોય છે. અહીં ગાય લક્ષ્ય છે અને ગાય સિવાયનાં અન્ય પશુઓ અલક્ષ્ય છે. શિગડાં, લક્ષ્ય એવી ગાય તથા અલક્ષ્ય એવાં ગાય સિવાયનાં અન્ય પશુઓમાં પણ જોવા મળે છે, તેથી આ લક્ષણ અતિવ્યાપ્તિ દોષયુક્ત છે. આમ, અતિવ્યાપ્તિ દોષના કારણે ઈંગિત એ ગાયનું લક્ષણ કહી શકાય નહીં. (૩) અસંભવ દોષ – જે ગુણ લક્ષ્યમાં સંભવતો જ ન હોય, તે ગુણ અસંભવ દોષ સહિત હોવાથી તે લક્ષણ બની શકતું નથી. લક્ષ્યમાં લક્ષણના અસંભવપણાને અસંભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org