________________
૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
વસ્તુને ઊંડાણથી જાણવા તેનાં લક્ષણ જાણવાં જરૂરી છે.
કોઈ પણ વસ્તુનું લક્ષણ જાણતાં પહેલાં લક્ષણની પરિભાષા જાણવી આવશ્યક છે, કારણ કે જો લક્ષણની પરિભાષાનું જ જ્ઞાન ન હોય તો વિવક્ષિત વસ્તુનું જે લક્ષણ નિશ્ચિત કર્યું હોય તે સાચું જ છે એવો નિર્ણય કેવી રીતે કરી શકાય? ભેગી થયેલી અનેક વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને ભિન્ન પાડનાર જે હેતુવિશેષ તેને લક્ષણ કહે છે. પરસ્પર મળેલી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જે વડે અલગ કરવામાં આવે તેને લક્ષણ કહે છે.૧ જેનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવે તે વસ્તુને લક્ષ્ય કહે છે. લક્ષણ વડે જેને ઓળખવામાં આવે તે લક્ષ્ય છે. લક્ષ્ય સિવાયના બીજા સર્વ પદાર્થોને અલક્ષ્ય કહે છે.
લક્ષણ વડે લક્ષ્ય પદાર્થને અન્ય પદાર્થોથી જુદો પાડી શકાય છે. એક સોસાયટીમાં એકસાથે પચાસ મકાન હોય, તે પચાસમાંથી કોઈ વ્યક્તિએ પોતાનું મકાન જુદું પાડી દેખાડવું હોય તો તે કહે છે કે ‘જુઓ, પેલું લીલા રંગનું મકાન છે તે મારું છે.' અહીં રંગ એ લક્ષણ છે, જે વડે લક્ષ્ય એવા મકાનનું જ્ઞાન થાય છે. તેવી જ રીતે પાણી લક્ષ્ય છે અને શીતળતા તેનું લક્ષણ છે. અગ્નિ લક્ષ્ય છે અને ઉષ્ણતા તેનું લક્ષણ છે. ગોળ લક્ષ્ય છે અને ગળપણ તેનું લક્ષણ છે. ક્ષ્યતે અનેન તિ ક્ષળ જેના વડે લક્ષ્ય લક્ષિત થાય, અર્થાત્ લક્ષમાં આવે ઓળખાય જણાય તે લક્ષણ છે. કોઈ પણ લક્ષ્યની પ્રસિદ્ધિ માટે લક્ષણનો આધાર અનિવાર્ય ગણવામાં આવે છે. લક્ષણને જ ન જાણતો હોય તેને લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. તેથી પ્રથમ લક્ષણને સમજી પછી લક્ષ્યને ગ્રહણ કરવું જોઈએ.
-
લક્ષણ બે પ્રકારનાં હોય છે આત્મભૂત લક્ષણ અને અનાત્મભૂત લક્ષણ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું હોય તેને આત્મભૂત લક્ષણ કહેવાય છે. જેમ કે અગ્નિની ઉષ્ણતા. ઉષ્ણતા અગ્નિની સ્વરૂપભૂત હોવાથી જળ આદિ પદાર્થોથી તે અગ્નિને જુદો પાડે છે, તેથી ઉષ્ણતા અગ્નિનું આત્મભૂત લક્ષણ છે. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું ન હોય, પણ તેનાથી સર્વથા ભિન્ન હોય, એને અનાત્મભૂત લક્ષણ કહેવાય છે. જેમ દંડવાળા પુરુષ(દંડી)નો દંડ. જો કે દંડ પુરુષથી ભિન્ન છે, તેમ છતાં એ દંડ તેને અન્ય પુરુષોથી જુદો પાડે છે, તેથી એ અનાત્મભૂત લક્ષણ છે. ઉષ્ણતા અગ્નિનું આત્મભૂત લક્ષણ છે અને દંડ દંડવાળા પુરુષનું અનાત્મભૂત લક્ષણ છે.૨
૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકૃત ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૨, સૂત્ર ૮ની ટીકા 'परस्परव्यतिकरे सति यनोन्यत्वं लक्ष्यते तल्लक्षणम् ।'
૨- જુઓ : શ્રી અભિનવ ધર્મભૂષણયતિકૃત, ‘ન્યાયદીપિકા', પ્રકાશ ૧, પૃ.૪ 'तत्रात्मभूतमग्नेरौष्ण्यमनात्मभूतं देवदत्तस्य दण्डः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org