________________
ગાથા-૪૯
૯૫
થતો નથી; તેમ છતાં અજ્ઞાનયોગે જેઓ સ્ત્રી, પુત્ર, ધન આદિ પ્રત્યક્ષ જુદા દેખાતા પદાર્થોને આત્માની સંપત્તિ માને છે, તેઓ કેવળ ભ્રાંતિથી ઠગાય છે. અરે! નિજસંપદાને ભૂલીને અજ્ઞાનીઓ બહારની સંપત્તિને પોતાની માનીને હણાઈ રહ્યા છે.૧
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ ‘અધ્યાત્મસાર'માં લખે છે કે જેમ વટવૃક્ષના એક બીજમાંથી ઉત્પન્ન થયેલું વટવૃક્ષ પોતાની વડવાઈઓ દ્વારા ઘણી પૃથ્વી ઉપર વ્યાપી જાય છે, તેમ મમતારૂપ એક બીજથી સર્વ પ્રપંચની કલ્પના થાય છે.ર દેહાત્મબુદ્ધિરૂપ મૂળગત ભૂલના કારણે બીજી અનેક ભૂલોની પરંપરા સર્જાય છે. ‘દેહ તે હું’ એવી દેહમાં આત્મબુદ્ધિરૂપ મૂળગત ભૂલથી ભૂલભુલામણીરૂપ જટિલ જાળ ઊભી થાય છે. દેહાધ્યાસરૂપ મૂળ ભૂલ એ સર્વ ભૂલનું, સર્વ દોષનું, સર્વ શંકાનું, સર્વ પાપનું મૂળ છે.
આમ, આત્મા અને દેહની ખતવણીમાં કેવી ભૂલ થાય છે એ પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં દર્શાવી, શ્રીમદ્ ગાથાની બીજી પંક્તિમાં તે ભૂલ કઈ રીતે ભાંગે એ દર્શાવે છે. આ ગાથાની પ્રથમ પંક્તિમાં દેહ અને આત્મા જે પ્રગટપણે ભિન્ન છે, તે એકરૂપ કેમ ભાસે છે તેનું કારણ બતાવી, ગાથાની બીજી પંક્તિમાં દેહ અને આત્માની ભિન્નતાનું ભાન તેનાં લક્ષણો જાણવાથી થાય છે એમ શ્રીમદે બતાવ્યું છે. દેહ અને આત્મા બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, બન્ને સ્વતંત્ર દ્રવ્યો છે, પરંતુ અનંત કાળની મિથ્યા દૃષ્ટિના કારણે તે જીવના લક્ષમાં આવતું નથી; તેથી લક્ષણો દ્વારા તે બન્ને દ્રવ્યોને ઓળખવાની શ્રીમદ્રે અહીં ભલામણ કરી છે.
આત્મા અને દેહ જુદા છે, પરંતુ તે બન્ને વચ્ચે કઈ રીતે જુદાપણું છે તે પણ ખ્યાલમાં રાખવું અત્યંત જરૂરી છે. લક્ષણ દ્વારા તે તફાવત ખ્યાલમાં આવે છે. આત્મા અને દેહ ભિન્ન ભિન્ન દ્રવ્ય છે એવું ભાન તેનાં લક્ષણો જાણવાથી થઈ શકે છે. આત્મા અને દેહનું સ્વરૂપ યથાર્થપણે જાણવું હોય તો પ્રથમ તેનાં લક્ષણોનું જ્ઞાન મેળવવું ઘટે છે. કોઈ પણ વસ્તુની ઓળખાણ તેના લક્ષણની પ્રસિદ્ધિથી થાય છે, માટે કોઈ પણ વસ્તુને જાણવા માટે તેનું લક્ષણ જાણવું અત્યંત આવશ્યક છે. લક્ષણને જાણ્યા વગર વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવામાં આવે તો તે નિર્ણય અયથાર્થ હોય છે, તેથી દરેક ૧- જુઓ P આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૧૪ 'देहेष्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ।। '
૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર’, પ્રબંધ ૩, શ્લોક ૬ ' व्याप्नोति महतीं भूमिं वटबीजाद्यथा वटः 1 तथैकममताबीजात् प्रपञ्चस्यापि
ના ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org