________________
८४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી. જડ અને ચેતન બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન હોવાથી તે બન્ને વચ્ચે ક્યારે પણ એકાત્મતા થઈ શકે નહીં, પરંતુ દેહાધ્યાસના કારણે જીવ એકાત્મતા માની લે છે. તેને સ્વ-પરમાં એકતા ભાસે છે. અનાદિ કાળના દેહાધ્યાસના કારણે અજ્ઞાની જીવને આત્મા અને દેહ એકરૂપે ભાસે છે. તેથી જ શ્રીમદ્ લખે છે –
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.* આ પદમાં શ્રીમદ્ જણાવે છે કે અજ્ઞાનના કારણે દેહ અને આત્મા બન્ને એકરૂપે ભાસે છે અને તેથી ક્રિયાની પ્રવૃત્તિ પણ તેવી જ ભાંતિ સહિત થાય છે. દેહની સંભાળથી પોતાની સંભાળ થાય છે એમ માની દેહની પાછળ જ સર્વ કાળ વ્યતીત કરે છે અને અમૂલ્ય એવું જીવન એળે ગુમાવે છે. દેહની ઉત્પત્તિને પોતાની ઉત્પત્તિ માને છે. દેહમાં જે રોગ, શોક, દુ:ખ, મૃત્યુ આદિ થાય છે તે દેહનો સ્વભાવ હોવા છતાં અજ્ઞાનવશ તેને તે આત્માનો સ્વભાવ ગણે છે.
જેમ દોરીના બે ટુકડાને ગાંઠ મારીએ તો તે એક સળંગ દોરીરૂપે ભાસે છે, તેમ મિથ્યાત્વરૂપી ગાંઠના કારણે દેહ અને આત્મા એકરૂપે ભાસે છે. વસ્તુતઃ તે બન્ને ભિન્ન છે, પરંતુ દેહાધ્યાસના કારણે તે ભિન્નતા અજ્ઞાનીના લક્ષમાં આવતી નથી અને તેથી તે દેહ અને આત્માને એકરૂપે માની લે છે. ભાંતિના કારણે આવો ભાસ થાય છે. અને તેથી જ શ્રીમદે આ ગાથામાં “ભાસ્યો' શબ્દનો પ્રયોગ કર્યો છે. અનાદિ કાળના દેહાધ્યાસના કારણે જીવને આત્મા અને દેહ એકરૂપ ભાસે છે, પરિણામે તે પોતાને દેહરૂપ માને છે તથા દેહનાં સુખ-દુ:ખ પોતાનાં માની વિપરીતપણે પ્રવર્તે છે.
સ્વસ્વરૂપના અજ્ઞાનના કારણે જીવને પરમાં મમબુદ્ધિ વર્તે છે. પરપદાર્થો મારા છે' એમ તે માને છે અને તેને પરને ભોગવવાની વૃત્તિ રહે છે. તે બહારથી સુખ મેળવવાના પ્રયત્ન કરે છે અને તે માટે કષાયો કરે છે. તેનું વલણ બહિર્મુખ જ હોય છે. જેમ ઊંધા ઘડા ઉપર બધા ઘડા ઊંધા જ આવે છે, તેમ સ્વસંબંધી ઊંધી માન્યતા હોવાથી તેનું બધું વર્તન ઊંધું હોય છે. દેહમાં આત્મબુદ્ધિના કારણે સ્ત્રી-પુત્રાદિ આત્મબાહ્ય પદાર્થોને પોતાના માનીને નિંદનીય પ્રવૃત્તિ કરે છે. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી સમાધિતંત્ર'માં કહે છે કે અજ્ઞાની જીવને દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ થતાં ‘આ મારો પુત્ર, આ મારી ભાર્યા, આ મારું ઘર, આ મારું રાજ્ય, આ મારું ક્ષેત્ર એવી કલ્પનાઓનો પ્રાદુર્ભાવ થાય છે. અનાત્મરૂપ વસ્તુઓથી આત્માને લેશ પણ ઉપકાર ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૨ (આંક-૯૦૨, કડી ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org