________________
ગાથા-૪૯
જણાવે છે કે જીવ બાહ્ય દષ્ટિવાળો હોવાથી તે મનુષ્યદેહમાં રહેલા આત્માને મનુષ્ય માને છે, તિર્યંચદેહમાં રહેલા આત્માને તિર્યંચ માને છે, દેવદેહમાં રહેલા આત્માને દેવ માને છે તથા નારકદેહમાં રહેલા આત્માને નારક માને છે. આત્મા તો અનંતાનંત જ્ઞાનાદિ શક્તિસંપન, સ્વસંવેદ્ય, અચળ સ્થિતિવાળો છે, છતાં તે તેને જાણતો નથી.'
આ અનાદિ કાળના દેહાધ્યાસથી જીવને આત્મા દેહ સમાન લાગે છે, પણ તે બને વાસ્તવમાં તો ભિન્ન જ છે. આત્મા દેહથી જુદો છે. દેહ અને આત્મા માત્ર સંયોગ સંબંધે ભેગા રહ્યા છે. તે બન્ને વચ્ચે તાદાભ્ય સંબંધ કે એકત્વ સંબંધ નથી. દેહ-આત્માના સંયોગ સંબંધથી પ્રાપ્ત થયેલાં પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસ્પતિ અને ત્રણ દેહના કારણે જીવ અનુક્રમે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ કહેવાય છે, પણ તે કાંઈ પૃથ્વીકાયાદિ જડરૂપ બની જતો નથી. સંયોગ સંબંધના કારણે તે બન્ને દ્રવ્યોનો એકરૂપ વ્યવહાર કરાય છે, પણ તત્ત્વથી તો જડ-ચેતન જુદાં ને જુદાં જ રહે છે. તે બન્ને પોતપોતાના ભાવમાં રહે છે, અર્થાત્ જડ દેહ જડ ભાવે પરિણમ્યા કરે છે અને ચેતન આત્મા ચેતનભાવે પરિણમ્યા કરે છે.
આત્મા અને દેહ એકક્ષેત્રે સાથે રહેલા હોવા છતાં બન્નેના ગુણધર્મો જુદા જુદા છે. જડ દેહ અને ચૈતન્યવંત આત્મા એકક્ષેત્રે રહ્યા હોવા છતાં બન્નેના ગુણધર્મો તદ્દન જુદા છે. બન્નેમાં કદી પણ એકતા થઈ જ નથી, થઈ શકે એમ પણ નથી. આમ છતાં આત્મા અને દેહ એકબીજા સાથે એકક્ષેત્રાવગાહે વિશિષ્ટ સંબંધને પ્રાપ્ત થઈને રહ્યા હોવાથી અજ્ઞાનના કારણે જીવને જડથી ભિન્ન પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થતી નથી. દેહ તો ટૂંકી મુદતવાળો, જડસ્વરૂપી છે અને આત્મા તો સળંગ સ્થિતિવાળો, ચૈતન્યશક્તિસંપન્ન છે. આ ભિન્નતાને જીવ જાણતો નહીં હોવાથી, અનાદિના અજ્ઞાનના કારણે, સ્વ-પરના ભેદજ્ઞાનના અભાવે તે પોતાને દેહપર્યાયરૂપ માની બેસે છે. ‘જ્ઞાયક તે હું એમ ન લેતાં “આ દેહ તે હું' એવી તેની માન્યતા હોય છે. દેહ અને આત્મા વચ્ચે અત્યંત ભિન્નતા હોવા છતાં તે ‘દેહ જ હું છું' એમ માની તે મિથ્યાત્વભાવમાં પ્રવર્તે છે.
અનાદિ કાળથી જીવને દેહાત્મબુદ્ધિ, એટલે કે “દેહ તે હું' એવી ખોટી માન્યતા અને પકડ પ્રવાહપણે ચાલી આવી છે; તેથી તેને જડ અને ચેતન વચ્ચેનો ભેદ ભાસતો ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૮,૯
'नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् । तिर्यंचं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ।। नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा । अनंतानंतधीशक्तिः स्वसवेद्योऽचलस्थितिः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org