________________
ગાથા-૬૫
૩૩૯
હોય છે, તેથી જ તેના સમુદાયમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે; અન્યથા રાખ, પથ્થર, છાણ આદિમાંથી પણ મદશક્તિ ઉત્પન્ન થાત.
પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચારે ભૂતોમાં સ્વતંત્રપણે ચેતનાશક્તિ નથી. પૃથ્વી આદિ કોઈ પણ ભૂતમાં ચેતનાશક્તિ નથી, માટે તે ચારે ભૂતોના સમુદાયમાં - મિશ્રણમાં ચેતનાશક્તિ ઉત્પન્ન થતી નથી. પૃથ્વી આદિ ભૂતોમાં સ્વતંત્રપણે ચૈતન્યશક્તિ નહીં હોવાથી ચારે ભૂતોના સમૂહમાંથી ચૈતન્યશક્તિ ક્યારે પણ પ્રગટ થઈ શકતી નથી. વ્યક્તિગત એક એક અંગમાં જે સ્વતંત્રરૂપે ન હોય તે સમુદાયમાં કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? ચેતનાશક્તિ પૃથક અવસ્થામાં વિદ્યમાન ન હોય તો સમુદિત અવસ્થામાં ક્યાંથી ઉત્પન્ન થાય? એટલે મદ્યાંગોમાંથી જેમ મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ ભૂતોના સંઘાતમાંથી ચેતનાશક્તિ થાય છે એમ માનવું યોગ્ય નથી. ધાવડીનાં ફૂલ, ગોળ આદિમાં મદશક્તિ વિદ્યમાન છે, એ જ કારણે તે પદાર્થોનું સંયોજન થવાથી મદશક્તિની ઉત્પત્તિ થાય છે; પરંતુ ભૂતોમાં ચૈતન્યનો અંશમાત્ર પણ નથી, એટલે ભૂતોના સંયોજનથી ચૈતન્યની ઉત્પત્તિ કોઈ પણ પ્રકારે સંભવતી નથી. ભૂતોના સમૂહમાંથી ચેતનાશક્તિ પ્રગટે એ બનવું શક્ય જ નથી.
ભૂતોના સમુદાયમાંથી ચેતનાશક્તિનો પ્રાદુર્ભાવ સિદ્ધ કરવા એમ કહેવામાં આવે કે પ્રત્યેક પૃથક્ અવયવમાં પણ ચેતનાશક્તિ છે, તો તે વાત સાવ મિથ્યા છે; કારણ કે પૃથ્વી આદિ એક પણ ભૂતમાં ચૈતન્યશક્તિ દેખાતી નથી. પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય છે એ કથન પ્રત્યક્ષ વિરુદ્ધ છે, કારણ કે પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય જણાતું નથી. જો સ્વતંત્રપણે રહેલા પૃથ્વી આદિ ભૂતોમાં ચૈતન્ય નથી તો ચારે ભૂતો ભેગા થવાથી તેની ઉત્પત્તિ થઈ શકતી નથી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં આ સંદર્ભમાં એક સરસ ઉદાહરણ આપતાં લખે છે કે પ્રત્યેક ભૂતમાં જો ચૈતન્ય ન હોય તો તેના સમુદાયમાં પણ હોઈ શકે નહીં. જેમ એક રેતીના કણમાં તેલ નથી તો તેના સમુદાયમાંથી પણ તેલ નીકળી શકતું નથી. વળી, પ્રત્યેકમાં ચૈતન્ય છે એમ જો કહેતા હો તો ગમે તે અવસ્થામાં રહેલાં ભૂતોની અંદર તે ચૈતન્ય દેખાવું જોઈએ.'
રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો રેતીના સમુદાયમાંથી પણ તેલ નીકળતું નથી. તે જ પ્રમાણે પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય ન હોવાથી ભૂતસમુદાયથી પણ ચૈતન્ય ઉત્પન્ન થવું સંભવે નહીં. જો એમ માનવામાં આવે કે જેમાં જે ન હોય છતાં તેના સમૂહમાંથી તે ઉત્પન્ન થાય છે, તો તો રેતીમાંથી પણ તેલ નીકળે. રેતીના કણમાં ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૪૪
'प्रत्येकमसती तेषु न च स्याद् रेणुतैलवत् । सती चेदुपलभ्येत भिन्नरूपेषु सर्वदा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org