________________
૩૪૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન તેલ નથી, તોપણ રેતીનાં ઘણાં કણો ભેગાં કરીને પીલવાથી તેલ નીકળવું જોઈએ. પરંતુ શું કોઈએ પણ રેતીમાંથી તેલ નીકળતું જોયું છે? સાંભળ્યું છે? કદી પણ નહીં. રેતીના કોઈ પણ કણમાં તેલ નથી, તેથી તેના સમૂહને પીલવાથી તેલ નીકળતું નથી. જે એક કણમાં નથી, તે કણોના સમૂહમાંથી નીકળવું સંભવતું નથી. રેતીમાં કિંચિત્માત્ર તેલનો અંશ નથી, તો રેતીના સમુદાયમાંથી તેલ નીકળવું ક્યાંથી સંભવે? જે એક કણમાં નથી તે તેના સમુદાયમાંથી તો ક્યાંથી નીકળે? તેવી જ રીતે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુની સ્વતંત્ર અવસ્થામાં ચેતના નથી તો તેના સમુદાયમાં ચેતના ક્યાંથી આવે?
રેતીના કણમાં તેલ નથી તો તેના સમુદાયમાંથી પણ તે નીકળતું નથી, પરંતુ તલના પ્રત્યેક દાણામાં તેલ છે, તેથી તેના સમુદાયને પીલવાથી તેલ નીકળે છે. જે સમુદાયથી ઉત્પન્ન થતું હોય તે તેના પ્રત્યેક અંગમાં સર્વથા અનુપલબ્ધ રહી શકે નહીં. તલના સમુદાયમાંથી તેલ નીકળે છે તો તલના પ્રત્યેક દાણામાંથી પણ તેલ ઉપલબ્ધ થાય છે. તલના પ્રત્યેક દાણામાં તેલ છે, તેથી જ તેના સમુદાયને પીલવાથી તેલ નીકળે છે. તલમાં તેલ ન હોય તો તેના સમુદાયને પીલવાથી પણ તેલ ન જ નીકળે. તેલ તલના દરેકે દરેક દાણામાં છે તો તેના સમૂહમાંથી પણ તેલ નીકળે છે, પરંતુ રેતીના કણમાં તેલ નથી, માટે તેના સમૂહમાંથી પણ તેલ નથી નીકળતું. ચેતના પણ પ્રત્યેક ભૂતમાં ઉપલબ્ધ થતી નથી, માટે ચેતનાને ભૂતસમુદાયથી ઉત્પન્ન થયેલી માની શકાય નહીં.
એમ કહેવું પણ યોગ્ય નથી કે જેમ અરણિમાં અગ્નિ ન હોવા છતાં પણ અરણિના મંથનથી અગ્નિની ઉત્પત્તિ થાય છે, તેમ ભૂતોમાં ચૈતન્ય ન હોવા છતાં પણ ભૂતોના સમુદાયથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, કારણ કે અરણિમાં અગ્નિ પ્રત્યક્ષ ન દેખાતો હોવા છતાં પણ તે તિરોહિત અવસ્થામાં અવશ્ય વિદ્યમાન છે અને તેથી તે મંથન દ્વારા પ્રગટ થાય છે. જો અગ્નિ વિના અગ્નિની ઉત્પત્તિ માનવામાં આવે તો જળ વિના જળની ઉત્પત્તિ, પૃથ્વી વિના પૃથ્વીની ઉત્પત્તિ અને વાયુ વિના વાયુની ઉત્પત્તિ પણ માનવી પડે; અને તો પછી પૃથ્વી આદિ ચાર તત્ત્વોનું માનવું પણ વ્યર્થ જ ઠરે, કારણ કે કોઈ પણ એક તત્ત્વના માનવાથી પણ અન્ય તત્ત્વોની ઉત્પત્તિ શક્ય બની જશે, તેથી ચાર ભૂતના બદલે ફક્ત એક જ ભૂત માનવાથી જગતવ્યવહાર શક્ય બનશે.
આના ઉપરથી સ્પષ્ટપણે સિદ્ધ થાય છે કે જે જેમાં છે તે જ તેમાંથી તથા તેના જ સમુદાયમાંથી પ્રગટ થઈ શકે છે, પરંતુ જે જેમાં નથી તે તેમાંથી તથા તેના સમુદાયમાંથી ક્યારે પણ પ્રગટી શકતું નથી. જે પ્રત્યેકમાં ન હોય તે સમુદાયમાંથી પણ ઉત્પન્ન થતું નથી. ભૂતોના સમૂહથી ચેતનશક્તિનો પ્રાદુર્ભાવ ત્યારે જ થઈ શકે કે જ્યારે તેના પ્રત્યેક અવયવોમાં ચેતનાશક્તિ અવ્યક્તપણે પણ હોય, પરંતુ તેમ નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org