________________
ગાથા-૬૫
૩૪૧
હોવાથી સમુદિત અવસ્થામાં તે વ્યક્ત થઈ શકે નહીં; તેથી ચેતનાશક્તિ ચાર ભૂતરૂપ જડ પદાર્થોમાંથી ઉત્પન્ન થતી નથી. ચૈતન્ય ભૂતસમૂહજન્ય નથી, એટલે ચેતનાને ભૂતધર્મ અથવા ભૂતસમુદાયનો ધર્મ પણ માનવો ઉચિત નથી. ચેતના એ ભૂતધર્મ નથી, પરંતુ ભૂતોથી ભિન્ન, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા એવા આત્મદ્રવ્યનો ધર્મ છે. આત્મા ભૂતોથી ભિન્ન છે. તે ચૈતન્યસ્વરૂપી છે. ચેતના એ આત્માની શક્તિવિશેષ છે. જ્ઞાન-દર્શનાત્મક ચેતના એ ભૂતાતિરિક્ત આત્માના ગુણ છે.
ચાર ભૂતના સંયોજનથી ચૈતન્યની ઉત્પત્તિનો સિદ્ધાંત બીજા પ્રકારે પણ ખોખલો ઠરે છે. જો એમ વિધાન કરવામાં આવે કે અમુક વસ્તુના સંયોજનથી અમુક વસ્તુ બને છે, તો તે વસ્તુઓના સંયોજનથી તે વસ્તુ અવશ્ય બનવી જોઈએ. ધાવડીનાં ફૂલ, દ્રાક્ષ, ગોળ, પાણીના મિશ્રણથી નશાકારક મદિરા બને છે એવું કહેવાવાળા તેમાંથી નશાકારક મદિરા બનાવીને બતાવે પણ છે. આ પ્રકારે ચાર ભૂતોથી ચૈતન્યશક્તિની ઉત્પત્તિ માનવાવાળાઓએ પણ ચાર ભૂતોના સંયોજનથી ચૈતન્યશક્તિને ઉત્પન્ન કરીને બતાવવી જોઈએ, પરંતુ આજ સુધી કોઈ એવો ભૂતવાદી કે વૈજ્ઞાનિક જન્મ્યો નથી, જે આવી રીતે ચૈતન્યને ઉત્પન્ન કરીને બતાવી શક્યો હોય.
ચૈતન્ય ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે એમ માનવામાં આવે તો અન્ય દોષ પણ આવે છે. જ્યારે પૃથ્વી, પાણી, અગ્નિ કે વાયુ જુદા જુદા હોય છે ત્યારે તેમાં ચેતના નથી દેખાતી અને તે બધાં ભૂતોનો સમુદાય એકત્ર થાય છે ત્યારે તેમાં ચેતના દેખાય છે, તો પછી ભૂતસમુદાયરૂપ એવા ઘડામાં પણ ચેતના દેખાવી જોઈએ. જો ભૂતસમુદાયમાંથી ચેતનાશક્તિ નિર્માણ થતી હોય તો ઘડો પણ ભૂતસમુદાયરૂપ છે, તો તેમાં ચેતનાશક્તિ શા માટે પ્રગટતી નથી? પૃથ્વી (માટી), જળ આદિને એકત્રિત કરીને તે પિંડને ઘડાનો આકાર આપી અગ્નિમાં તેને પકવવામાં આવે ત્યારે ભૂતોના સમૂહના કારણે તેમાં ચૈતન્યશક્તિ અથવા જ્ઞાનગુણ પ્રગટ થવો જોઈએ, પણ તેમ થતું નથી એમ પ્રત્યક્ષ અનુભવાય છે. જે ચાર મહાભૂત માનવામાં આવે છે તે બધાં જ ઘડો બનાવતી વખતે એકત્ર થયાં છે તો પછી ચૈતન્યશક્તિ કેમ નથી દેખાતી? ઘડો માણસની જેમ કેમ જોતો જાણતો નથી? તે બોલતો-ચાલતો કેમ નથી? જો ચેતના ભૂતસમુદાયજન્ય હોય તો ભૂતસમુદાયરૂપ એવા માનવશરીરમાં તે કેમ જણાય છે અને ઘડામાં તે કેમ જણાતી નથી? એકમાં જ્ઞાન-દર્શનાદિ સર્વ વ્યવહાર છે, બોલવું-ચાલવું ઇત્યાદિ સર્વ ક્રિયાઓ છે અને બીજામાં એટલે કે ઘડામાં તેમાંનું કંઈ પણ નથી; તો એવું કયું પ્રબળ કારણ છે કે જેને લઈને એક સ્થાને ચેતના છે અને બીજે નથી?
જો એમ કહેવામાં આવે કે કાયાકારે પરિણત ભૂતોમાંથી જ ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે, તો મૃત શરીર પૃથ્વી આદિ ભૂતોનો સમુદાય હોવા છતાં પણ તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org