________________
૧૩૬
સાંભળે છે. ઇત્યાદિ સર્વ વિષયો અનુભવે છે. આમ, છે. ઇન્દ્રિયો કરણ છે અને કેવળ સાધનમાત્ર છે, જે વિષયોને ગ્રહણ કરે છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વિષયો જાણે છે. આત્મા આ પાંચે ઇન્દ્રિયો વડે કુલ ૨૩ શરીરનો માલિક અને ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા તે આત્મા જ આત્મા કર્તા છે. આત્મા ઇન્દ્રિયોથી પૃથક્ છે, ઇન્દ્રિયો તો વડે આત્મા જ્ઞાનપ્રાપ્તિ કરે છે. તે ઇન્દ્રિયો દ્વારા બાહ્ય
આત્મામાં સ્વપરપ્રકાશક શક્તિ છે, પરંતુ અજ્ઞાની જીવની શક્તિ એક જ દિશામાં, કેવળ વિષય તરફ જ વહે છે. તેની શક્તિ જ્ઞેય અને જ્ઞાતા બન્ને દિશાઓ તરફ વહેતી નથી. જ્યારે પણ તે કંઈક જાણી રહ્યો હોય છે ત્યારે તે જાણનારને જાણતો નથી. વિષયવસ્તુને જાણવામાં તે જાણનારને પોતાને ભૂલી જાય છે. આત્માની સ્વપરપ્રકાશક ચૈતન્યસત્તા સદા વિદ્યમાન છે. આત્મા સ્વપરપ્રકાશક છે, પરંતુ અજ્ઞાનાવસ્થામાં પરપદાર્થોમાં લુબ્ધતાના કારણે જ્ઞાન માત્ર પરને પ્રકાશે છે અને તે પણ અલ્પમાત્રામાં. પ૨પદાર્થને જાણવા માટે તેને ઇન્દ્રિયોની જરૂર પડે છે. જ્યારે આત્મા શરીરથી ભિન્ન એવા પોતાને ચૈતન્યસ્વરૂપ તરીકે જાણવા પ્રયુક્ત થાય છે ત્યારે તેને ઇન્દ્રિયની કે બીજા કોઈ માધ્યમની જરૂર રહેતી નથી. આત્મા અંતર્મુખ થાય તો પોતે, પોતાને, પોતા વડે, કોઈ પણ અન્ય આલંબન વિના જાણે છે અને બહિર્મુખ થાય તો ઇન્દ્રિયો અને મનના માધ્યમથી પ૨પદાર્થોને જાણે છે.
=
ઇન્દ્રિય અને મનની સહાય વિના પણ અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન વડે જગતના પદાર્થો જાણી શકાય છે; તેથી પરને જાણવા માટે આત્માને ઇન્દ્રિયોની અને મનની આવશ્યકતા રહે જ છે એવું જરૂરી નથી. આત્મા અગાધ, અપરિમિત, અનંત જ્ઞાનશક્તિનો ધણી હોવાથી ત્રણ લોકના પદાર્થોને બાહ્ય આલંબન વિના જાણી શકે છે; પરંતુ અતીન્દ્રિય જ્ઞાનના અભાવમાં આત્મા ઇન્દ્રિયોના તથા મનના માધ્યમ વિના પ૨પદાર્થને જાણી શકતો નથી. તેથી અહીં જણાવ્યું છે કે આત્મા દ્રષ્ટા છે, આંખો તેનું માધ્યમ છે અને બાહ્ય પુદ્ગલમય જગત તે દશ્ય છે.
આત્મા અમૂર્ત પદાર્થ હોવાથી તથા દૃષ્ટિનો દ્રષ્ટા હોવાથી જોઈ શકાતો નથી; પરંતુ ઇન્દ્રિયગમ્ય કોઈ રૂપ નહીં હોવાથી આત્માનું કોઈ સ્વરૂપ નથી એમ કહેવું યોગ્ય નથી. શ્રીમદ્ અહીં જણાવે છે કે
Jain Education International
‘અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ'
પ્રસ્તુત ગાથાની આ બીજી પંક્તિમાં જીવના સ્વરૂપ વિષે શ્રીમદે વિચારની શ્રેણી બતાવી છે. આ વિધિથી આત્મા પ્રગટ અનુભવાય છે. નોકર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મ, એટલે સમસ્ત પરદ્રવ્ય અને પરભાવ, સમસ્ત સંયોગો અને વિકારોને બાદ કરતાં કરતાં છેવટે
For Private & Personal Use Only
www.jainelibrary.org