________________
પ૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્યાર કમદ્રવ્ય પદ્ગલક, મૂત, જડ પિંડ છે. તે બન્ને દ્રવ્યો અત્યંત ભિન્ન ભિન્ન સ્વભાવવાળા છે. બન્ને એકપ્રદેશાવગાહી હોવા છતાં સ્વભાવથી તો નિરાળો જ છે. આત્માનો એક પણ પ્રદેશ કમરૂપ અને કર્મનું એક પણ પરમાણુ આત્મરૂપ થતું નથી. સોનું અને રૂપું એ બન્ને ધાતુઓ ભિન્ન છે. તે બન્નેને એક પાત્રમાં ઓગાળી ઢાળ પાડવામાં આવે તો તે એકરૂપ દેખાય છે, પણ સોનું રૂપાથી ભિન્ન જ છે. સોનું પોતાના પીતત્વ ગુણ સહિત જ હોય છે અને રૂપું પોતાના શ્વેતત્વ ગુણ સહિત જ હોય છે. તેજાબના પ્રયોગથી બન્નેને જુદાં પાડી શકાય છે. તેવી જ રીતે આત્મા અને કર્મનો અનાદિથી એક ઢાળ પડી ગયો છે, છતાં સ્વભાવથી બને પોતપોતાનાં સ્વરૂપમાં જ છે. સર્વજ્ઞની દૃષ્ટિએ તે બન્ને પ્રત્યક્ષપણે ભિન્ન દેખાયાં હોવાથી જ તે બન્નેના સંબંધને સંયોગ કહેવામાં આવ્યો છે.
આત્મદ્રવ્ય અને કર્મનું સ્વરૂપ ભિન્ન હોવા છતાં અનાદિથી આત્માને કર્મનો સંયોગ છે. જીવને કર્મનો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. જીવાત્મા પણ અનાદિ છે, પુદ્ગલ પણ અનાદિ છે અને બન્નેના સંબંધરૂપ બંધ પણ અનાદિ છે. આત્મા અને કર્મનો કનકપાષાણવનું અનાદિ સંબંધ છે. જેવો કનકપાષાણનો સંબંધ અનાદિ કાળનો છે, તેવો જ આ સંબંધ છે. કનકપાષાણમાં સોનું અને પથ્થર ખાણમાંથી મિશ્રિતરૂપે જ નીકળે છે. જેમ સોનાનો અને પથ્થરનો સંબંધ સદાથી છે, તેવી જ રીતે જીવ અને કર્મનો સંબંધ પણ સદાથી છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી છે. ૧
જો આત્મા અને કર્મનો સંબંધ સાદિ, અર્થાત્ કોઈ કાળવિશેષથી થયેલો માનવામાં આવે તો અનેક દોષ આવે છે. જો જીવ અને કર્મનો સંબંધ અનાદિનો ન માનવામાં આવે તો અન્યોન્યાશ્રય દોષ આવે છે. બે પદાર્થોમાં પરસ્પર એકબીજાની અપેક્ષા રહેવાથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. આ દોષના સભાવમાં એક પણ પદાર્થની, આત્મા કે કર્મની સિદ્ધિ થઈ શકતી નથી. આત્મા અને કર્મનો સાદિ સંબંધ માનતાં આ દોષ કેવી રીતે આવે છે તે જોઈએ.
આત્માનો કર્મની સાથે જે બંધ થાય છે તે અશુદ્ધ અવસ્થામાં થાય છે. જો કર્મબંધનો આદિ માનવામાં આવે તો કર્મબંધ થયા પહેલાં આત્મા શુદ્ધ હોવો જોઈએ. જો કર્મબંધ પહેલાં આત્માને શુદ્ધ માનવામાં આવે તો બંધની શરૂઆત જ થઈ શકે નહીં, કેમ કે બંધ અશુદ્ધ પરિણામોથી જ થાય છે. સાદિ સંબંધ માનવાથી શુદ્ધ આત્મામાં બંધ થઈ શકે નહીં, કેમ કે કારણ વગર કાર્ય થતું જ નથી. થોડા સમય માટે એમ પણ માની લેવામાં આવે કે રાગ-દ્વેષરૂપ કારણ વિના પણ શુદ્ધ આત્મા બંધ ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીત, ‘ગોમ્મસાર', કર્મકાંડ, અધિકાર ૧, ગાથા ૨
'जीवंगाणं अणाइसंबंधो । कणयोबले मलं वा ताणत्थित्तं सयं सिद्धं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org