________________
ગાથા-૮૨
૬૬૫ આત્મા સાથે કર્મ મળીને એકરસ થઈ જાય છે. આત્મા અને કર્મ ક્ષીર-નીરની જેમ એક પરિણામ પામે છે. જેવી રીતે એકત્રિત કરેલાં દૂધ અને પાણીમાં દૂધ ક્યાં છે અને પાણી ક્યાં છે એ દર્શાવી શકાતું નથી, પરંતુ તે એક પદાર્થરૂપ જ દેખાય છે તેવી જ રીતે જીવ અને કર્મ એવાં એકરૂપ થયેલાં હોય છે કે કયા ભાગમાં જીવ છે અને કયા ભાગમાં કર્મપુદ્ગલ છે તે કહી શકાતું નથી. સર્વ પ્રદેશોમાં જીવ અને કર્મનો અન્યોન્ય સંબંધ રહે છે. આત્માના એક એક પ્રદેશે અનંત કાર્મણ વર્ગણા છવાયેલી હોય છે, તેથી જેમ સૂર્ય ઉપર વાદળાં છવાઈ જતાં સૂર્ય ઢંકાઈ જાય છે, તેમ આત્મા પણ કર્મનાં વાદળાંઓથી છવાઈ ગયો છે.'
કર્મ આત્માને આવરિત કરે છે, પરંતુ કર્મ આત્માના મૌલિક સ્વરૂપમાં કોઈ જ પરિવર્તન કરી શકતાં નથી. આત્માનું મૌલિક ઉપાદાન છે - જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય ગમે તેટલાં કર્મપરમાણુ આત્મા ઉપર લાગે તોપણ તે આત્મસ્વરૂપમાં ફેરફાર કરી શકતાં નથી. આત્માનું જે મૌલિક ઉપાદાન છે, તે કદી બદલાતું નથી. પુદ્ગલનું ઉપાદાન છે - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. આત્માનું નિમિત્ત મળે તો પણ પુદગલનો વર્ણ કદી લોપ થતો નથી, તેની ગંધ ઊડી જતી નથી, તેનો રસ ખલાસ થતો નથી, તેનો સ્પર્શ નાશ પામતો નથી. આત્માના નિમિત્તથી આ ઉપાદાનોમાં જરા જેટલો પણ ફરક પડતો નથી. આત્મા તેમાં કશું જ પરિવર્તન કરી શકતો નથી. આત્માનું પોતાનું ઉપાદાન છે અને કર્મપુદ્ગલોનું પોતાનું ઉપાદાન છે. કોઈ પણ દ્રવ્યના ઉપાદાનમાં કદી પણ કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવી શકાતું નથી. આત્માના ઉપાદાનમાં કર્મ પરિવર્તન કરી શકતું નથી અને કર્મના ઉપાદાનમાં, પુદ્ગલતત્ત્વના ઉપાદાનમાં આત્મા કાંઈ પરિવર્તન કરી શકતો નથી.
- રાગાદિના કારણે જીવ કર્મયોગ્ય પુદ્ગલોને આકર્ષે છે. કાશ્મણ વર્ગણાનું આત્મામાં આગમન થવું તેને આસવ કહે છે. આ આસવ પછી કર્મનો બંધ થાય છે. કાર્પણ વર્ગણાનો આત્મામાં આસવ થયા પછી કર્મબંધ થાય છે. દૃષ્ટાંતથી જોઈએ તો, એક દૂધથી ભરેલા ગ્લાસમાં ચમચી વડે સાકર નાખવામાં આવે તો સાકર ગ્લાસમાં નીચે બેસી જશે. આને આસવ કહેવાય. આસવ (આગમન) થયા પછી સાકર દૂધમાં ભળતાં બંધ' થશે. ચમચીથી હલાવતાં હલાવતાં સાકર ધીમે ધીમે દૂધમાં ભળી જશે. દૂધનું એક એક પરમાણુ, સાકરના એક એક પરમાણુ સાથે એકરસ થઈ જશે અને પરિણામે દૂધ ગળ્યું થશે. એ જ પ્રમાણે પ્રથમ આત્મામાં કાર્મણ વર્ગણાનો આસવ (આગમન) ૧- જુઓ : આચાર્યશ્રી અમિતગતિજીકૃત, યોગસાર', અધિકાર ૩, ગાથા ૧૩
'जीवस्याच्छादकं कर्म निर्मलस्य मलीयसम् । जायते भास्करस्येव शुद्धस्य घन-मण्डलम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org