________________
૬૬૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થાય છે અને પછી તે કર્મરૂપે આત્મામાં ક્ષીરનીરવતું એકરસ થઈને બંધાય છે. સાકર અંદર દૂધમાં ઓગળી જાય છે, તેમ કાર્મણ વર્ગણા આત્મા સાથે એકરસ થઈ જાય છે. આ પ્રમાણે આસવ પછી બંધ થાય છે.
પાંચ ઇન્દ્રિયો, ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો, હિંસા વગેરે પાંચ અવત, મન-વચન-કાયા એ ત્રણ યોગ અને પ્રાણાતિપાતિક વગેરે પચ્ચીસ ક્રિયાઓ; આટલા માર્ગે આત્મામાં કર્મોનો આસવ - કર્મયુગલોનું આગમન થાય છે. ડુંગર ઉપર પડેલ
નું પાણી નાનાં-મોટાં ઝરણના માર્ગે સરોવરમાં ભરાતું જાય છે. એ જ પ્રમાણે ઇન્દ્રિય, કષાય આદિના માર્ગે કાર્મણ વર્ગણાઓ આત્મામાં આવતી જાય છે અને તેથી આત્મામાં કર્મનો ભરાવો થતો જાય છે. જેમ દરિયામાં ચાલતી એક હોડીમાં નીચે કાણું પડતાં તે કાણામાંથી પાણી હોડીમાં આવીને તેમાં ભરાઈ જાય છે અને હોડી ડૂબતી જાય છે, તે જ પ્રમાણે ઇન્દ્રિયાદિ માર્ગે વાતાવરણમાંથી કાશ્મણ વર્ગણા આત્મામાં આવતી જાય છે અને તે કર્મરૂપે આત્માની સાથે બંધાઈને આત્માને સંસારસમુદ્રમાં ડુબાડતી જાય છે. આ વિષે શ્રી કાનજીસ્વામી કહે છે –
“જેમ લોઢાનો તપાવેલો ગોળો પાણીને પકડી લે છે તેમ જીવ રાગ દ્વેષથી રંભાયમાન થતાં નવીન કર્મરાજ તેના ક્ષેત્રમાં આવે છે; એટલે જૂનાં કર્મના ઉદયનું નિમિત્ત અને જીવના રાગનું નિમિત્ત એ બે નિમિત્તનો યોગ થતાં નવીન કર્મ એક ક્ષેત્રમાં બંધપણું પામે છે. નાવમાં છિદ્ર હોય તો જળને અંદર પેસવા યોગ્યતા છે, અને તે નાવમાં પાણી ગ્રહણ કરવાની યોગ્યતા છે તેથી પાણીનું આસ્રવણ થાય છે.'
આમ, રાગ-દ્વેષ એ મુખ્ય ભાવકર્મ છે અને તેનાથી જે કામણ વર્ગણા ખેંચાઈ આત્મા સાથે બંધાય છે તે દ્રવ્યકર્મ છે. જીવ જેવાં જેવાં ભાવકર્મ કરે છે, તેવાં તેવાં દ્રવ્યકર્મો બંધાય છે અને કેટલાક કાળ પછી તે કર્મો પરિપક્વ થતાં ઉદયમાં આવે છે. કાળ પાકે ત્યારે તે જીવને ફળ આપે છે. પૂર્વકર્મના નિમિત્તથી જીવને રાગ-દ્વેષ થાય છે અને ચેતનરૂપ આ ભાવકર્મના નિમિત્તથી જડ એવું પુદ્ગલદ્રવ્ય સ્વયં જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્યકર્મરૂપે પરિણમે છે અને અબાધાકાળ (અંતરકાળ) વીતતાં, ઉદયમાં આવી સ્વયમેવ શુભાશુભ ફળ આપે છે. બાંધેલાં કર્મનાં શુભાશુભ ફળ અબાધાકાળ પૂર્ણ થયા પછી અવશ્ય ભોગવવાં જ પડે છે.
આ રીતે પૂર્વબદ્ધ કર્મના પરિપાકથી આત્માની રાગાદિરૂપ પરિણતિ ઉત્પન્ન થાય છે, તદનુસાર નવા નવા સંસ્કાર અને તેના પ્રતિનિધિ એવાં નવાં પુદ્ગલો સાથે સંબંધ થતો જાય છે. જૂનાં કર્મ ભોગ દ્વારા નીરસ થઈ ખરી પડે છે અને નવાં પુગલો રાગાદિ ભાવ વડે કર્મરૂપે પરિણમે છે. દ્રવ્યકર્મના ઉદય વખતે જીવ રાગ-દ્વેષરૂપે ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org