________________
ગાથા-૮૩
૬૯૭ વિસ્તારવાળા કર્મ ઓછું ફળ આપી છૂટાં પડી જાય છે. શરીર સંબંધી વેદનીય પ્રસંગોમાં અનેક વખતે એવું બને છે કે ગરમીની ફોલ્લીઓ આખા શરીરે ફૂટી નીકળે છે, એટલે વેદનીય પ્રકૃતિનો પ્રદેશ - વિસ્તાર શરીર ઉપર બહોળા પ્રમાણમાં જોવા મળે છે; પણ તેની સ્થિતિ અલ્પ હોય છે અને વેદનીયની પણ અતિ મંદતા હોય છે, અર્થાત્ અનુભાગબંધ અલ્પ હોય છે. આવા પ્રસંગે એમ સમજવું ઘટે છે કે તે પ્રકારનું કર્મ ઉપાર્જન કરતી વખતે અશુભ યોગના ચાંચલ્યનું બહુત્વ અને કષાયનું અલ્પત્વ હોવું જોઈએ. ઘણી વાર એક નાની સરખી ફોલ્લી આખા શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે અને અનેક ઉપચાર કરવા છતાં મટતી નથી. અહીં એમ કહી શકાય કે કર્મોપાર્જન કાળે કષાયનું બહુલપણું અને યોગનું અલ્પત્વ હશે, તેથી ફળદાનશક્તિ અને સ્થિતિનું તારતમ્ય અધિક છે. અહીં પ્રદેશબંધનું અદ્ભુત્વ છતાં કષાયની અધિકતાના કારણે અનુભાગ અને સ્થિતિ વિશેષ છે.
આમ, પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ યોગ છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધનું કારણ કષાય છે. યોગ-કષાય જ બંધનું કારણ છે. કર્મના ઉદયને અનુસરીને પ્રાપ્ત થયેલ શુભાશુભ સંયોગમાં અજ્ઞાની જીવ પ્રાયઃ રાગ-દ્વેષરૂપ પરિણામવાળો થાય છે અને યોગ વડે ગ્રહણ કરેલાં કર્મોમાં તે અનુસાર અલ્પાધિક રસ તેમજ સ્થિતિ સર્જાય છે અને તેનો જીવ સાથે બંધ થાય છે તથા પૂર્વે બાંધેલાં કર્મોની સાથે તે ભળી જાય છે. પ્રત્યેક અજ્ઞાની જીવ પ્રતિસમય પોતાના મંદ-તીવ્ર યોગપ્રવર્તન વડે અલ્પાધિક પ્રમાણમાં કર્મ ગ્રહણ કરે છે અને તે યોગપ્રવર્તનમાં જે જે રાગ-દ્વેષનાં પરિણામ હોય છે, તે મુજબ ગ્રહણ કરેલ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોમાં તે જ વખતે સ્થિતિ અને રસ બંધ થાય છે અને એ રીતે ચતુર્વિધ સ્વરૂપે કર્મનો બંધ થાય છે.
કર્મોના ઉપર્યુક્ત ચારે પ્રકારનો બંધ થયા પછી પણ તરત જ તે કર્મ ફળ આપવાનું શરૂ કરતાં નથી, પણ અમુક સમય સુધી ફળ આપવાની યોગ્યતાનું સંપાદન કરે છે. જેમ ચૂલે ચડાવતાવેંત જ કોઈ પણ વસ્તુ સીઝી જતી નથી, જુદી જુદી વસ્તુને સીઝવામાં જુદો જુદો સમય લાગે છે; તે જ પ્રમાણે કર્મબંધ થતાં જ કર્મ ફળ આપવાનું શરૂ નથી કરતાં તથા વિવિધ કર્મનો પાકકાળ પણ એકસરખો નથી હોતો. કર્મના આ પાક્યોગ્યતાકાળને અબાધાકાળ કહેવામાં આવે છે.
સામાન્ય નિયમ એવો છે કે કર્મની સ્થિતિ જેટલા કોડાકોડી સાગરોપમની બંધાઈ હોય તેટલા સો વર્ષનો તે કર્મનો અબાધાકાળ હોય છે. ૧ કર્મબંધ થયા પછી અબાધાકાળ વીતતાં તે કર્મ ફળવાન થાય છે. દા.ત. જો મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકૃત, ધવલા', પુસ્તક ૬, ખંડ ૧, ભાગ ૬, સૂત્ર ૩૧, પૃ.૧૭૨
સા રોલમોડાશોરીજી વાસસાવધા હોત'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org