________________
૫૨૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
જડ તેમજ અન્ય દ્રવ્યરૂપ છે, માટે આ સંબંધને વિષય કરવાવાળા નયને અનુપચરિત વ્યવહારનય કહી, તે દૃષ્ટિએ આત્માને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનું કર્તાપણું છે.
(૩) ઘર, નગર આદિ જગતના પદાર્થોનો આત્મા સાથે એકક્ષેત્રે સંબંધ નથી. કર્મપરમાણુ જેમ આત્મા સાથે એકક્ષેત્રાવગાહ સંબંધે જોડાયેલાં છે, તેમ ઘર-નગર આદિ પદાર્થો આત્મા સાથે એકક્ષેત્રાવગાહ સંબંધે જોડાયેલા નથી; અર્થાત્ સ્થૂળપણે પણ તે બધાં આત્માથી ભિન્ન છે. પુદ્ગલપદાર્થોમાં ફેરફાર કરવારૂપ ઘર-નગરનું નિર્માણ ઇત્યાદિ કાર્ય જીવ કરે છે, તેથી આત્મામાં તે પુદ્ગલક્રિયાઓના કર્તાપણાનો આરોપ કરીને તેને ઉપચારથી તે ઘર, નગર આદિ પુદ્ગલપદાર્થોનો કર્તા કહ્યો છે. તે સર્વ આત્માથી વિશેષ દૂર અને સ્પષ્ટપણે ભિન્ન ક્ષેત્રવાળાં હોવા છતાં પણ આત્માને તેનો કર્તા કહેવામાં આવે છે, કારણ કે તે એક લોકવ્યવહાર છે; પણ તત્ત્વદૃષ્ટિએ જોતાં તે સત્ય નથી. લોકવ્યવહારમાં ઘડાનો કર્તા કુંભાર કહેવાય છે, પરંતુ વાસ્તવમાં માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે અને કુંભાર તેનું નિમિત્ત બને છે. તત્ત્વદૃષ્ટિએ તો ઘટરૂપ કાર્ય જે પરમાણુઓથી બન્યું તે પરમાણુઓ તે રૂપે પરિણમવાની યોગ્યતાવાળાં હતાં અને કુંભારનું નિમિત્ત પામીને તે રૂપે પરિણમ્યાં. તે છતાં વ્યવહારમાં કર્તાપણાનો આરોપ કુંભાર ઉપર કરવામાં આવે છે. તત્ત્વદૃષ્ટિએ જોતાં તે સત્ય ન હોવા છતાં સમાજવ્યવસ્થાની દૃષ્ટિએ તે સત્ય છે. જો તેને સર્વથા અસત્ય માનવામાં આવે તો સ્વધનપરધન, સ્વસ્ત્રી-પરસ્ત્રી વગેરે વિવેકનો અભાવ થઈ જાય, સમાજમાં અવ્યવસ્થા થઈ જાય; અને જો પરમાર્થમૂલક સદ્વ્યવહારરૂપ વિવેકનો લોપ થાય તો તીર્થવ્યવસ્થા બની શકે નહીં. આમ, ઉપચારથી આત્માને ઘ૨, નગર આદિનું કર્તાપણું છે.
આ પ્રમાણે શ્રીમદે સરળતાથી સમજાવ્યું છે કે આત્મા ત્રણ પ્રકારે કર્તા છે. તેમણે વિવિધ નયની અપેક્ષાએ ‘આત્મા કર્તા છે' એવું ત્રીજું પદ પ્રતિપાદિત કર્યું છે, જે સમજાવાથી કર્તા-કર્મ સંબંધની સ્પષ્ટતા થાય છે. જ્યાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તે અપેક્ષા બરાબર સમજાતાં વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું લક્ષમાં આવે છે. જ્યાં જેમ ઉપદેશ કર્યો છે ત્યાં તેમ જાણતાં વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે. સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજી પણ આ જ વાતને સ્પષ્ટ કરતાં ‘દ્રવ્યસંગ્રહ'માં કહે છે કે વ્યવહારઢષ્ટિએ આત્મા પુદ્ગલકર્મનો કર્તા છે. અશુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્મા રાગ-દ્વેષાદિ ચેતનનો કર્તા છે. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે એ સ્વકીય ભાવનો કર્તા છે.૧
અનંત જ્ઞાનાદિ આત્માના સ્વાભાવિક ગુણો છે. શુદ્ધ નિશ્ચયનય અનુસાર આત્મા ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૮
' पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दु णिच्छयदो I चेदणकम्माणादा
सुद्धणया
સુદ્ધભાવાળું ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org