________________
૫૨૧
માત્ર એ ગુણોનો કર્તા છે. અશુદ્ધ અવસ્થામાં આત્માને વિષે રાગ-દ્વેષાદિનો આવિર્ભાવ થાય છે, તેથી અશુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્મા તે રાગાદિ ભાવકર્મનો કર્તા છે. શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનય અનુસાર આત્મા કર્મપુદ્ગલનો કર્તા ન હોવા છતાં વ્યવહારનયને અનુસરીને જીવ દ્રવ્યકર્મનો કર્તા છે. ભાવકર્મના ઉદયનું નિમિત્ત પામીને આત્મામાં દ્રવ્યકર્મનો આસ્રવ થાય છે અને તેથી જીવ કર્મબંધ કરે છે.
ગાથા-૭૪
વાસ્તવમાં આત્મા શરીરાદિ પરદ્રવ્યનું કાર્ય કિંચિત્માત્ર પણ કરી શકતો જ નથી. કોઈ આત્મા પરનાં કાર્ય કરી શકતો જ નથી. પરનું કરવાની એનામાં શક્તિ જ નથી. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા-હર્તા થઈ શકતું નથી. વસ્તુ પોતે પોતાના પરિણામનો જ કર્તા છે. દરેક દ્રવ્ય પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સ્વાધીન અને સંપૂર્ણ સામર્થ્યવાન છે. પોતાના કાર્ય માટે તેને રંચમાત્ર પણ બીજા દ્રવ્યની અપેક્ષા નથી.
કોઈ પણ દ્રવ્ય એક સમયમાત્ર પણ પોતાનાં ગુણ-પર્યાયને છોડીને બીજાનાં ગુણપર્યાયનો કર્તા બની શકે જ નહીં. જો પોતાનાં ગુણ-પર્યાયને છોડીને બીજાનાં ગુણપર્યાયનો કર્તા બનવા જાય તો તે પોતાનું દ્રવ્યપણું જ ગુમાવી બેસે, જે કદી સંભવતું નથી; તેમજ કોઈ પણ દ્રવ્ય પોતાનાં ગુણ-પર્યાયની સાથે બીજાનાં ગુણ-પર્યાયનું એકસાથે પરિણમન કરી શકે જ નહીં. દરેક દ્રવ્ય સમયે સમયે પોતાનાં જ ગુણપર્યાયનાં પરિણમનનો કર્તા બને છે.૧ પરની ક્રિયા સ્વતંત્રપણે થાય છે, પરંતુ તે વખતના નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ‘આત્માએ આ કર્યું' એમ વ્યવહારનય કહે છે. ‘આત્મા કર્મનો કર્તા છે' એમ જે કહેવામાં આવે છે તે વ્યવહારનયની અપેક્ષાએ કહેવામાં આવે છે, અર્થાત્ તે માત્ર કહેવારૂપ વ્યવહાર જ છે. વાસ્તવમાં તો દ્રવ્યકર્મો જડ છે અને તે પુદ્ગલદ્રવ્યની પર્યાયો છે. તેનો કર્તા આત્મા નહીં પણ પુદ્ગલદ્રવ્ય પોતે જ છે, કારણ કે દરેક દ્રવ્યની પર્યાયનો કર્તા તે દ્રવ્ય પોતે જ હોઈ શકે છે, અન્ય નહીં. કર્મરૂપે પરિણમનારાં પુદ્ગલો જ તે કર્મના કર્તા છે. આત્મા કર્તા થઈને જડ કર્મને બાંધે એવું વસ્તુસ્વરૂપમાં નથી, માટે આત્માને કર્મનો કર્તા કહેવો એ કથનમાત્ર (વ્યવહાર) જ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે
Jain Education International
‘પુદ્ગલકર્માદિક તણો, કર્તા વ્યવહારે; કર્તા ચેતન કર્મનો, નિશ્ચય સુવિચારે.'
વ્યવહારનયની અપેક્ષાએ ચેતન જ્ઞાનાવરણીયાદિ કર્મ વગેરે પુદ્ગલનો કર્તા છે. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર’, ગાથા ૧૦૩
'जो जलि गुणो दव्वे सो अण्णलि हु ण संकमदि दवे 1
सो अण्णामसंकंतो कह तं परिणामह – '
૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org