________________
ગાથા-૬૮
૩૯૫
પુત્રત્વ ધર્મની અપેક્ષાથી તેને પુત્ર કહેવામાં આવે છે. જ્યારે પિતૃત્વ ધર્મની અપેક્ષા હોય છે ત્યારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોતી નથી. જ્યારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોય છે ત્યારે પિતૃત્વ ધર્મની અપેક્ષા હોતી નથી. જ્યારે તે વ્યક્તિની ઓળખાણ કરાવવામાં આવે છે ત્યારે કેટલાક લોકો તેના પુત્રને ઓળખતા હોવાથી “આ અમુક વ્યક્તિનો પિતા છે' એમ કહીને તેની ઓળખાણ કરાવાય છે; જ્યારે કેટલાક તેના પુત્રને નહીં પણ તેના પિતાને ઓળખતા હોવાથી ‘આ અમુક વ્યક્તિનો પુત્ર છે' એમ કહીને તેની ઓળખાણ આપવામાં આવે છે. આમ, એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ એમ બને ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં સાથે રહી શકે છે. જ્યારે જે ધર્મની અપેક્ષા હોય છે ત્યારે તે ધર્મને આગળ કરવામાં આવે છે. તે જ પ્રમાણે નિત્યત્વ-અનિત્યત્વ વગેરે ધર્મો માટે પણ સમજવું ઘટે છે.
વસ્તુના અનેક ધર્મોમાંથી જ્યારે કોઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે તે નય કહેવાય અને સર્વ ધર્મ દ્વારા વસ્તુનો સમગ્ર રૂપથી નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય. નય વસ્તુને એક દૃષ્ટિએ રહણ કરે છે અને પ્રમાણ તેને સમગ્ર દષ્ટિથી ગ્રહણ કરે છે. નય અને પ્રમાણ અને જ્ઞાન જ છે. નયના અનેક પ્રકાર છે. તેમાંથી દ્રવ્યાર્થિક નય વસ્તુના દ્રવ્ય અંશ તરફ અને પર્યાયાર્થિક નય વસ્તુના પર્યાય અંશ તરફ દૃષ્ટિ કરે છે. દ્રવ્ય અંશ સ્થિર-નિત્ય છે અને પર્યાય અંશ અસ્થિરઅનિત્ય છે. દ્રવ્ય અંશનું લક્ષણ નિત્યતા છે અને પર્યાય અંશનું લક્ષણ અનિયતા છે, તેથી દરેક વસ્તુ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિથી જોતાં તે નિત્ય દેખાય છે અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી જોતાં તે અનિત્ય દેખાય છે. દ્રવ્યાર્થિક નય તથા પર્યાયાર્થિક નથી વસ્તુનું નિત્યાનિત્ય સ્વરૂપ સ્પષ્ટ થાય છે.
જે વખતે વસ્તુને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય કહેવામાં આવે છે, તે જ વખતે તે વસ્તુ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, માત્ર તે વખતે અનિત્યતા કહી નથી પણ ગર્ભિત રાખી છે; તેમજ જ્યારે પર્યાયની અપેક્ષાએ વસ્તુને અનિત્ય કહેવામાં આવે છે, તે જ વખતે તે વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, માત્ર તે વખતે નિત્યતા કહી નથી; કારણ કે બન્ને ધર્મો એકીસાથે કહી શકાતા નથી. ભલે બને ધર્મો એકીસાથે કહી શકાતા ન હોય, પરંતુ વસ્તુમાં તે બન્ને એકસાથે જ રહે છે.
આ રીતે વસ્તુ એક જ છે, પરંતુ તેને જોવાની દૃષ્ટિ બે છે, તેથી નિત્યાનિત્યરૂપ વસ્તુ જોવા મળે છે. નિત્યતા અને અનિત્યતાનો વિચાર કરતાં કોઈને એમ લાગે કે નિત્ય અને અનિત્ય એમ બે અલગ વસ્તુ છે તો તે વાત ખોટી છે. વસ્તુ તો એક જ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૬
“WHIળનામઃ '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org