________________
૭૬૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માનવું? ઈશ્વર શરીરધારી છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે તે શરીર દશ્ય છે કે અદશ્ય? જો તે શરીર સહિત હોય તો તે પ્રત્યક્ષ શરીરવાન છે કે પિશાચાદિની જેમ અદશ્ય શરીરવાન છે?
જો ઈશ્વરનું શરીર મનુષ્યની જેમ પ્રત્યક્ષ શરીરવાન છે એમ કહેવામાં આવે તો તેમાં પ્રત્યક્ષ બાધ આવે છે, કારણ કે હજુ સુધી કોઈ શરીરધારી ઈશ્વર જોવામાં આવ્યો નથી. તે શરીર દશ્ય ન હોઈ શકે, કારણ કે જો તે દશ્ય હોય તો ક્યાંક કોઈને તો તે જોવા મળેને? જો ઈશ્વરનું શરીર પિશાચ આદિની જેમ અદશ્ય માનવામાં આવે તો પ્રશ્ન થાય કે તે કોઈ માહાત્મવિશેષથી અદશ્ય છે કે જીવના દુર્ભાગ્યથી અદેશ્ય છે? જો કોઈ માહામ્યવિશેષથી અદશ્ય માનવામાં આવે તો સોગંદપૂર્વક પ્રતીતિ કરાવવા સમાન છે, અથવા તો તેની સિદ્ધિમાં કોઈ પ્રમાણ નહીં હોવાથી આ વાત વિશ્વાસ કરવા યોગ્ય નથી. ઈશ્વરનું અદશ્ય શરીર તેના માહાસ્ય ઉપર આધારિત છે અને તેનું માહાત્મ તેના અદશ્ય શરીર ઉપર આધારિત છે એવો અન્યોન્યાશ્રય દોષ આવે છે; અને જો એમ માનવામાં આવે કે જીવના દુર્ભાગ્યથી ઈશ્વરનું શરીર દૃષ્ટિગોચર થઈ શકતું નથી તો તે પણ યોગ્ય નથી, કેમ કે ત્યાં પ્રશ્ન થાય છે કે ઈશ્વરનું શરીર જીવના દુર્ભાગ્યથી અદશ્ય છે કે વંધ્યાપુત્રની જેમ તદ્દન અસતું છે માટે અદશ્ય છે? આ સંબંધી કોઈ પણ નિર્ણય નહીં થવાથી આ પક્ષ પણ યુક્તિયુક્ત નથી જણાતો.
વળી, ઈશ્વરનું શરીર બન્યું ક્યાં અને ક્યારે? ઈશ્વરે પહેલાં શરીર બનાવ્યું કે પહેલાં પોતે બન્યો? એ શરીરની ઉત્પત્તિ માટે માતા-પિતાની જરૂર પડી હશે કે નહીં? જો તે માતા-પિતાથી ઉત્પન્ન થયો હોય તો શું ઈશ્વરે પહેલાં માતા-પિતાને બનાવ્યાં કે માતા-પિતાએ ઈશ્વરને જન્મ આપ્યો? ઈશ્વરનું શરીર શેના ફળસ્વરૂપે છે? શરીર પુણ્યપાપનું ફળ હોય તો શું ઈશ્વરને પુણ્ય-પાપ છે? ઈશ્વરને પોતાનાં તો પુણ્ય-પાપ હોય નહીં અને ઈશ્વરનું શરીર એ જગતના જીવોનાં પુણ્ય-પાપનું ફળ પણ હોઈ શકે નહીં; અને શરીર પુણ્ય-પાપ વિના તો સંભવે નહીં એટલે શરીરવાળા ઈશ્વરમાં પુણ્ય-પાપ સ્વીકારવાં પડશે.
જો ઈશ્વરને અશરીરી માનવામાં આવે તો દૃષ્ટાંત-દ્રાષ્ટાન્તિકમાં વિષમતા આવશે, કેમ કે દૃષ્ટાંતરૂપ ઘટાદિ કાર્ય શરીરથી બનાવેલાં દેખાય છે અને દ્રાષ્ટાન્તિકરૂપ જગતનું નિર્માણ અશરીરી એવા ઈશ્વરથી થાય છે. આ રીતે દૃષ્ટાંત-દ્રાષ્ટાન્તિક બનેમાં વિષમતા આવે છે. શરીર વગર તો ઈશ્વર જગતની રચના કરી ન શકે, કારણ કે કુંભાર પણ શરીર વગર ઘડો બનાવી શકતો નથી.
જો ઈશ્વરને અશરીરી કહેવામાં આવે તો પ્રશ્ન થાય કે આટલી વિશાળ સૃષ્ટિ શરીર વિના તો તે રચી જ કેવી રીતે શકે? ઈશ્વરને શરીરરહિત માનવામાં આવે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org