________________
ગાથા-૮૬
૭૬૯
ઈશ્વર કોઈ પણ કાર્ય કરવા માટે સમર્થ નહીં થાય. જેમ આકાશ અશરીરી હોવાથી કોઈ પણ કાર્ય કરવા સમર્થ નથી, તેમ અશરીરી ઈશ્વર પણ કાર્ય કરવા સમર્થ થઈ શકે નહીં. અશરીરી હોવાના કારણે આકાશ જેમ કોઈ પણ વસ્તુ બનાવી શકતું નથી, તેમ અશરીરી ઈશ્વરથી પણ કોઈ વસ્તુ બની શકશે નહીં. જેમ આકાશ અકર્તા છે, તેમ ઈશ્વર પણ અકર્તા ઠરશે. આમ, ઈશ્વરનું શરીર દેશ્ય પણ નથી અને અદેશ્ય પણ નથી અને તે શરીર વિના જગતની રચના કરી શકે તેમ પણ નથી. આ પ્રકારે સશરીર અને અશરીર એમ બન્ને પક્ષમાં કાર્યવ’ હેતુની ‘સકતૃત્વ' રૂપ સાધ્યની સાથે વ્યાપ્તિ ઘટી શકતી નથી.
નૈયાયિકો ઈશ્વરને કર્મમુક્ત અને શરીરમુક્ત માને છે, પરંતુ જો એમ જ હોય તો શરીર વિનાનો ઈશ્વર આ સૃષ્ટિનું નિર્માણ કરી શકે નહીં. એ વાત ચોક્કસ છે કે ઈશ્વર જો જગતનું નિર્માણ કરતો હોય તો તેવું નિર્માણ કરવા માટે તેને શરીર તો હોવું જ જોઈએ. ઈશ્વરને જો જગતકર્તા માનવામાં આવે તો તેને શરીરવાળો માનવો જ પડે, કારણ કે શરીર વિના જગત જેવો મોટો સાવયવ પદાર્થ બની જ શકે નહીં.
આ વિષે નૈયાયિકો એમ કહે છે કે સૃષ્ટિરચનારૂપ કાર્યમાં શરીરની કાંઈ જ જરૂર નથી; ઈશ્વરનાં જ્ઞાન, ચિકીષ (ઇચ્છા) અને પ્રયત્ન બસ છે. જગતકર્તાને જગતનું નિર્માણ કરવા માટે શરીરની જરૂર જ નથી, જગત બનાવવાની એની ઇચ્છા જ જગતનું નિર્માણ કરી દેવા સમર્થ છે. ઈશ્વરકતૃત્વવાદીઓની આ દલીલનો ઉત્તર એ છે કે ઇચ્છા તો અભિલાષારૂપ છે અને એવી અભિલાષા તો શરીરવાળા આત્માને જ ઘટી શકે. જ્યારે સકળ અભિલાષાઓનો નાશ થાય છે ત્યારે જ તો અશરીરીપણું પ્રાપ્ત થાય છે, એટલે અશરીરીને ઇચ્છા સંભવી શકતી નથી. ઇચ્છામાત્રથી જગતનિર્માણની વાત પણ ઉચિત નથી. આમ, ઈશ્વરને જગતસૃષ્ટા માનવાથી એને શરીરવાળો માનવો પડે અને શરીરવાળો માનવામાં આવે તો તે મર્યાદિત, સસીમ, અમુક્ત પુરુષ બની જાય છે. તેથી ઈશ્વર જગતનો કર્તા છે એ વાત ન્યાયયુક્ત નથી. (૨) ઈશ્વર એક છે તેનું નિરસન – ઈશ્વરના એકત્વપણા વિષે નૈયાયિકો એમ કહે છે કે જો ઘણા ઈશ્વર માનવામાં આવે તો તેઓ દ્વારા થતા જગતરૂપ એક કાર્યમાં મતિભેદની સંભાવના રહે અને તેથી કાર્યમાં એકરૂપતા થઈ શકે નહીં, માટે જગતકર્તા ઈશ્વર એક જ છે.' ઈશ્વર છે અને તે એક જ છે એમ સિદ્ધ કરવા તેઓ એવી દલીલ કરે છે કે અનેક ઈશ્વર માનવાથી તેમનામાં મત, હેતુ કે ઉદ્દેશો અંગે સંઘર્ષ ઊભો થાય, પરિણામે સંસારમાં સામંજસ્ય શક્ય ન બને, પરંતુ સંસારમાં સામંજસ્ય જોવા મળે છે; તેથી એમ સાબિત થાય છે કે ઈશ્વર એક જ છે.
તેમની આ દલીલ બરાબર નથી, કારણ કે એવો કોઈ એકાંતે નિયમ નથી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org