________________
ગાથા-૮૬
૭૬૭
જીવો દુ:ખી ન હતા.
જો એમ માનવામાં આવે કે સૃષ્ટિની રચના કર્યા પછી જીવનાં દુઃખોને જોઈને ઈશ્વરને કરુણાભાવ ઉત્પન્ન થયો અને તેથી ઈશ્વર તેમનાં દુઃખનું નિવારણ કરવા માટે સૃષ્ટિનું સર્જન કરે છે, તો આ વાત પણ યોગ્ય નથી, કારણ કે તેમ માનવામાં આવે તો ઇતરેતરાશ્રય દોષ આવે છે. કરુણાભાવ વડે જગતની રચના અને જગતની રચના વડે કરુણા - આ પ્રકારનો અન્યોન્યાશ્રય દોષ થતો હોવાથી ઈશ્વરમાં જગતકર્તુત્વ સિદ્ધ થઈ શકતું નથી.
વળી, ઈશ્વરને જગતકર્તા માનવા છતાં પણ તૈયાયિકોની એ માન્યતા તો સુદઢ છે કે આત્માને કોઈએ પેદા કર્યો નથી અને કોઈ એનો નાશ પણ કરી શકે નહીં. પરંતુ જીવને અનાદિ કહેવો અને અમુક સમયે જ સૃષ્ટિની રચનાનો આરંભ થયો એમ કહેવું, અર્થાત્ આત્માના અનાદિપણાનો સ્વીકાર અને સમગ્ર સૃષ્ટિના આરંભનો સ્વીકાર એ બન્ને વિરોધપૂર્ણ માન્યતાઓ છે. જીવ અનાદિ હોય તો જગત સાદિ ન હોઈ શકે. જગતનો આરંભ હોય તો જીવ અનાદિ ન હોઈ શકે. જીવને અનાદિ કહેવો અને સાથે એમ પણ કહેવું કે જગતને ઈશ્વરે બનાવ્યું છે, તો સ્વાભાવિક રીતે શંકા ઉત્પન થઈ જાય કે ઈશ્વરે જગતરચના કરી તે પહેલાં આ અનાદિ જીવ ક્યાં હતો? કેવી સ્થિતિમાં હતો? તે સમયે જીવ શું કર્મ વિનાનો હતો? શું તે જન્મ વિનાનો હતો? જો એમ માનવામાં આવે કે જીવ ત્યારે કર્મ અને જન્મ સહિત હતો, તો તો એ સિદ્ધ થઈ જાય છે કે આત્માના જન્મ અને કર્મથી ઉપસ્થિત થવાવાળી દશા એ જ સૃષ્ટિ છે અને જો સૃષ્ટિ પહેલાં જ હતી તો સૃષ્ટિનો આરંભ થયો એમ કેવી રીતે કહી શકાય? જો સૃષ્ટિની ઉત્પત્તિ થયા પહેલાં જીવને જન્મ અને કર્મવિહીન કહેવામાં આવે તો એ કહેવું પડે છે કે સૃષ્ટિની રચના કરીને ઈશ્વરે આત્મા માટે જન્મ-મરણની નવી આફત ઊભી કરી. આત્માને અનાદિ કાળની તેની સ્વતંત્રતાથી વંચિત કરીને, જન્મ-મરણનાં બંધનમાં નાખવાનો પ્રયત્ન ઈશ્વરે શા માટે કરવો પડ્યો? આત્માની સ્વતંત્રતા છીનવીને બંધનમાં નાખવાવાળા ઈશ્વર પ્રતિ પૂજ્યભાવ કઈ રીતે આવી શકે? તેથી જગતની રચના કરીને અનાદિ આત્માને કર્મ અને જન્મની જંજાળમાં ઘસડનારા ઈશ્વરની વાત બુદ્ધિમાં ઊતરતી નથી. ઈશ્વરે સૃષ્ટિરચનાનો પ્રારંભ કરીને, અનાદિ આત્માને દેહયુક્ત બનાવીને તેને જન્મ, મરણ આદિની ઉપાધિમાં શા માટે નાખ્યો? આ સઘળા પ્રશ્નોનાં સંતોષજનક સમાધાન ઈશ્વરકતૃત્વવાદીઓ નથી આપી શકતા.
વળી, પ્રશ્ન થાય છે કે જગતકર્તા ઈશ્વર શરીર સહિત છે કે શરીરરહિત? ઈશ્વર આ જગતનો કર્તા છે એમ જો માનવામાં આવે તો શું એ જગતની રચના શરીર વડે કરે છે કે શરીર વિના? જો ઈશ્વર સશરીરી છે એમ માનવામાં આવે તો એ શરીર કેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org