________________
૭૬૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તે સાધનથી સાધ્યની સિદ્ધિ થાય છે.
ઘાસ, વૃક્ષ, ઇન્દ્રધનુષ, વાદળ આદિ કાર્યો ઈશ્વરની સહાયતા વિના પેદા થાય છે એમ પ્રત્યક્ષ જોવા મળે છે. વૃક્ષને શાખા ફૂટે છે અને પત્ર-પુષ્પ પ્રગટે છેએમાં બુદ્ધિમત્તા જેવું શું છે? અર્થાત્ તે કોઈ પણ કર્તાથી બનાવાયેલાં દેખાતાં નથી પણ સ્વતઃ સિદ્ધ છે. તેથી તેમના મતમાં જે કાર્યત્વ' હેતુ છે, તે પ્રત્યક્ષપ્રમાણથી બાધિત છે. ‘કાર્યત્વ' હેતુ ‘બાધ' દોષથી દૂષિત છે. આ પ્રકારે ઈશ્વરમાં જગતકર્તુત્વની સિદ્ધિ થઈ શકતી નથી.
ઈશ્વર જો જગતનો સૃષ્ટા છે એમ માનવામાં આવે તો સૃષ્ટિરચના પાછળનું કારણ શું? બુદ્ધિમાન લોકોની પ્રવૃત્તિ કોઈ ને કોઈ પ્રયોજનથી થાય છે અથવા તો કરુણાભાવથી થાય છે. તેઓ જે કંઈ કરે છે તે સ્વાર્થથી પ્રેરાઈને કરે છે અથવા તો બીજાં પ્રાણીઓ પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને કરે છે. જો ઈશ્વરે સૃષ્ટિ રચી હોય તો ઈશ્વરને કાં તો સ્વાર્થપરાયણ અને કાં તો કરુણાથી પ્રેરિત માનવો પડે. ઈશ્વરની જગતને બનાવવાની પ્રવૃત્તિ સ્વાર્થથી તો સંભવતી જ નથી, કેમ કે ઈશ્વર કૃતકૃત્ય છે. તે તો નિત્યતૃપ્ત છે, માટે તેની કોઈ ઇચ્છા અપૂર્ણ નથી, તેને કોઈ સ્વાર્થ નથી. આ વિષે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહે છે કે સૃષ્ટિનું સર્જન થાય છે એમ માનવામાં આવે તોપણ કૃતકૃત્ય એવા ઈશ્વરને તેનું કોઈ પ્રયોજન નથી. પ્રયોજન - ફલાભિલાષા માનવામાં આવે તો ઈશ્વરનું વીતરાગીપણું જ નષ્ટ થઈ જાય. કદાચ એમ કહેવામાં આવે કે ભલે કોઈ પ્રયોજન ન હોય, છતાં પણ ઈશ્વરનો સ્વભાવ જ એવો છે કે તે સૃષ્ટિ આદિમાં સ્વતંત્રતાથી કાર્ય કરે છે અને પછીના કાળમાં જીવોનાં કર્મની અપેક્ષા રાખીને કાર્ય કરે છે; તો આ વાત પણ યોગ્ય નથી, કારણ કે કોઈ પણ "પ્રમાણથી જો ઈશ્વર સિદ્ધ થયેલ હોય તો તેનામાં ઉપર જણાવેલ સ્વભાવની કલ્પના કરી શકાય, પરંતુ ઈશ્વરની સિદ્ધિ જ ન થઈ હોય તો સ્વભાવની કલ્પના શેમાં કરશો?"
ઈશ્વરની જગત બનાવવાની પ્રવૃત્તિ કરુણાથી પણ સંભવતી નથી, કારણ કે કરુણા એટલે બીજાનાં દુ:ખને દૂર કરવાની ઇચ્છા. પરંતુ ઈશ્વર વડે સૃષ્ટિની રચના થયા પહેલાં જીવોને શરીર, ઇન્દ્રિય અને વિષયોનો અભાવ હોવાથી કોઈ પણ જાતનું દુઃખ ન હતું; તો કયા દુ:ખનો નાશ કરવા માટે ઈશ્વરને કરુણાભાવ ઉત્પન્ન થયો કે જેથી ઈશ્વરે તે દુઃખને દૂર કરવા માટે સૃષ્ટિની રચના કરી? આ રીતે ઈશ્વરે જીવોનાં દુઃખ દૂર કરવા દુનિયા ઉત્પન્ન કરી એમ કહેવાશે નહીં, કારણ કે દુનિયાની ઉત્પત્તિ પહેલાં ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૦૧
'आदिसर्गेऽपि नो हेतुः कृतकृत्यस्य विद्यते । प्रतिज्ञातविरोधित्वात स्वभावोऽप्यप्रमाणकः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org