________________
ગાથા-૮૬
૭૬૫
એમ ત્રણે કાળમાં રહેનારો એવો આ લોક શાશ્વત છે, નિત્ય છે, નિયત છે, અક્ષીણ છે, અવ્યય છે, અવિનાશી છે, અવસ્થિત છે; માટે જ લોકનો ક્યારે પણ અંત નથી.૧
આ જગત ક્યારે પણ નવું બન્યું નથી; એનું અસ્તિત્વ તો સદાકાળથી જ છે. હા, તેમાં નિરંતર ફેરફાર થતા રહે છે. પ્રત્યેક પદાર્થમાં પરિણમન થાય છે. પદાર્થો પરિવર્તનાત્મક છે, પરંતુ કોઈ પદાર્થની મૂળથી ઉત્પત્તિ થતી નથી, સઘળું અનાદિ છે. જગત સર્વ કાળ વિદ્યમાન છે. શ્રીમદ્ લખે છે
‘વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે.
પૂર્વકાળે તે ન હોય તો વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં.
વર્તમાનકાળે છે તો ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં.
--
પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે; પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે.'૨
જગત અનાદિ અને શાશ્વત છે. તે નિર્મિત વસ્તુ નથી, તેથી તેને બનાવનારો પણ કોઈ નથી. જગતકર્તારૂપે કોઈ ઈશ્વરની આવશ્યકતા નથી. જગતના વિધાતા, નિયંતા, અધિષ્ઠાતા એવા ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી. આ લોકનો કોઈ કર્તા નથી, કોઈ રક્ષક નથી કે કોઈ સંહાર કરનાર પણ નથી; કારણ કે સમસ્ત લોક અનાદિ છે, નિત્ય છે, જીવ-અજીવથી ભરેલો છે અને સ્વાભાવિકપણે થતી હાનિ-વૃદ્ધિથી આ સંસાર ચાલ્યા જ કરે છે.
ન્યાય આદિ કેટલાક ઈશ્વરવાદી દર્શનો ઈશ્વરને જગતનો કર્તા માને છે. તેઓ ઈશ્વરને સમસ્ત વિશ્વનો નિયામક માને છે. ન્યાય આદિ દર્શને પ્રરૂપેલો ઈશ્વરવાદ કઈ રીતે અયથાર્થ છે તે સંક્ષેપમાં જોઈએ
(૧) ઈશ્વર જગતકર્તા છે તેનું નિરસન પૃથ્વી, પર્વત આદિ ઘટની જેમ બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, કારણ કે તે કાર્યરૂપ છે' આવા પ્રકારના અનુમાનનો પ્રયોગ ઈશ્વર જગતકર્તા છે એમ સિદ્ધ કરવા માટે ન્યાય દર્શન દ્વારા કરવામાં આવે છે, પણ તે અયુક્ત છે; કારણ કે આ અનુમાનમાં ‘જ્યાં જ્યાં કાર્યત્વ છે ત્યાં ત્યાં બુદ્ધિમાન કર્તાથી જન્મ છે' એવી વ્યાપ્તિ ઘટી શકતી નથી. પ્રમાણ દ્વારા સર્વત્ર વ્યાપ્તિ સિદ્ધ હોય તો જ ૧- જુઓ : ‘શ્રી ભગવતી સૂત્ર', શતક ૨, ઉદ્દેશ ૧
'कालओ णं लोए ण कयावि न आसी न कयावि न भवति न कयावि न भविस्सति भविंसु य भवति य भविस्सइ य धुवे णितिए सासते अक्खए अव्वए अवट्टिए णिच्चे णत्थि पुण से अंते ।।' ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૧૧ (હાથનોંધ-૧, ૬૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org