________________
ગાથા-૭૨
४७७ જોતો હોવાથી, પોતે પોતાને બુદ્ધિથી અભિન સમજે છે.૧
| ક્રિયાશીલતા બુદ્ધિમાં જ છે. પુરુષ ક્રિયાશીલ નહીં પણ નિષ્ક્રિય છે. ચેતનપુરુષ કોઈ કાર્ય કરતો નથી, કારણ કે તે તો ક્રિયા કરવાને અસમર્થ છે. કૃતિ-ક્રિયા એ તો બુદ્ધિનો ગુણ છે, માટે બુદ્ધિ જ કર્તા છે. પાપ-પુણ્યાદિ સર્વ ધર્મ બુદ્ધિના છે, જે પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. બધું જ પ્રકૃતિ (બુદ્ધિ) કરે છે. કર્તાપણાનો ધર્મ પ્રકૃતિનો છે. પુરુષ તો અકર્તા જ રહે છે, કારણ કે તે પુણ્ય-પાપાદિ કરતો નથી. સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિ કર્તા છે અને પુરુષ નિર્લેપ છે. કર્તુત્વધર્મ પુરુષનો નથી. પુરુષ હરહંમેશ મૂક સાક્ષીરૂપ છે. હિત-અહિતાત્મક આચાર ક્રિયારૂપ છે અને ક્રિયા તો પ્રકૃતિના ધર્મરૂપ છે, પુરુષ પોતે સ્વયં અક્રિય છે; તેમ છતાં શુભાશુભ ક્રિયાને પુરુષની ક્રિયા કહેવામાં આવે છે તે માત્ર ઉપચાર છે.
પંથે જતા મુસાફરોને લૂંટાયેલા જોઈને રહસ્યભૂત એવો એક વાક્યપ્રયોગ થાય છે કે “પંથ લૂંટાયો'. આમાં પંથ એટલે રસ્તો. તે તો પોતે અચેતન હોવાથી લૂંટાઈ શકે નહીં, માટે ‘પથ લૂંટાયો’ એવો વાક્યપ્રયોગ પંથમાં પંથીનો ઉપચાર કરીને થયો છે એ રહસ્ય જાણવું જોઈએ; પણ મૂઢ બુદ્ધિવાળો જીવ એ રહસ્યને પકડી ન શકવાથી ઉપચારગર્ભિત તે વચનને અનુપચારવાળું માને છે. આ પ્રમાણે પ્રકૃતિની ક્રિયા જોઈને અવિવેકી મૂઢ પુરુષ તેને પોતાની ક્રિયા માને છે. પ્રકૃતિના સત્ત્વાદિ ગુણોથી કર્મો થાય છે, અર્થાત્ તે ગુણો કર્મોના કર્તા છે; પણ મૂઢ પુરુષ એમ માને છે કે તે કર્મોનો કર્તા હું જ છું'. કોઈ પણ ક્રિયા વાસ્તવમાં અક્રિય એવા પુરુષની હોતી નથી.
જગતનું સમસ્ત કાર્ય પ્રકૃતિ કરે છે અને પુરુષ તેનો ભોગ કરે છે. પુરુષ જો અપરિણામી હોય તો તે સુખ-દુઃખરૂપે પરિણમ્યા વિના તેનો ભોક્તા કેવી રીતે બની શકે? આ શંકાનું નિરસન કરતાં સાંખ્યો જણાવે છે કે સુખ-દુ:ખાકાર ચિત્ત પુરુષમાં પ્રતિબિંબિત થાય છે અને આમ ચિત્તગત સુખ-દુ:ખાકારનો તેને અનુભવ થાય છે. તેઓ ભારપૂર્વક કહે છે કે પુરુષમાં પરિણામરૂપ ભોગનો જ નિષેધ છે, જ્યારે પ્રતિબિંબરૂપ ૧- શ્રી વિજ્ઞાનભિક્ષુના મત અનુસાર જ્યારે કોઈ બાહ્ય વિષય કે વસ્તુ ઇન્દ્રિયના સંપર્કમાં આવે છે ત્યારે બુદ્ધિ વિષયનો આકાર અહણ કરે છે. બુદ્ધિમાં સત્ત્વ ગુણ વિશેષ હોવાથી ચેતનપુરુષનું તેના ઉપર પ્રતિબિંબ પડે છે અને આથી તેમાં પણ ચૈતન્યનો આભાસ થાય છે. પછી તે વિષયાકારક બુદ્ધિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. શ્રી વાચસ્પતિ મિશ્રના મત મુજબ બુદ્ધિમાં પુરુષ પ્રતિબિંબિત થાય છે, પરંતુ પુરુષમાં બુદ્ધિ પ્રતિબિંબિત થતી નથી. શ્રી વિજ્ઞાનભિક્ષુના મત મુજબ બન્નેનું પ્રતિબિબ એકબીજા ઉપર પડે છે. આથી તેમનો મત પારસ્પરિક પ્રતિબિંબવાદ પણ કહેવાય છે. બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે તેમ શ્રી વિજ્ઞાનભિક્ષુ માને છે એનું કારણ એ છે કે એનાથી પુરુષનાં સુખ-દુ:ખાદિની સ્પષ્ટતા થઈ જાય છે; નહીં તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ જે વિકારોથી રહિત છે તેને સુખ-દુઃખનો અનુભવ થઈ શકે નહીં. આ અનુભવ તો બુદ્ધિ દ્વારા જ શક્ય બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org