________________
ગાથા-૪૭
તેથી અમૂર્ત પદાર્થ છે એમ માનવું તે આકાશનાં ફૂલોને માનવા જેવું જ છે."
શિષ્યનું કહેવું એમ છે કે જે પદાર્થો ઇન્દ્રિયપ્રત્યક્ષ હોય તે જ વાસ્તવમાં હોય છે, તેના સિવાય કોઈ પદાર્થ હોઈ શકે જ નહીં. જો આત્મા હોય તો તે જણાવો જોઈએ. ઘટ, પટ વગેરે સ્પષ્ટ જણાય છે તેમ આત્મા જણાતો નથી. જો તે હોય તો ઘટ, પટની જેમ જણાવો જ જોઈએ. આત્મા ઘટ-પટાદિની જેમ જણાતો ન હોવાથી શિષ્ય આત્માનું અસ્તિત્વ સ્વીકારતો નથી
પ્રાચીન સમયથી દાર્શનિકો ઘટ-પટનું સુપરિચિત દૃષ્ટાંત આપતા આવ્યા છે. ઘટ એટલે ઘડો અને પટ એટલે વસ્ત્ર; પ્રસ્તુત ગાથામાં ‘ઘટ પટ આદિ' દ્વારા જગતના સર્વ ભૌતિક પદાર્થો તરફ સંકેત થયો છે. જગતના તમામ ભૌતિક પદાર્થોનું જ્ઞાન થાય છે, કારણ કે તેનું અસ્તિત્વ છે. ઘટ, પટાદિ તમામ ભૌતિક પદાર્થો પ્રગટ અસ્તિત્વરૂપ છે, તેથી તે જણાય છે; તેમ આત્મા જો પ્રગટ અસ્તિત્વરૂપ પદાર્થ હોત તો તે જણાયા વિના રહે નહીં. આત્મા જેવો કોઈ પદાર્થ જોવા, જાણવા કે અનુભવવામાં આવતો નથી, માટે આત્મા જેવો કોઈ પદાર્થ નથી એમ શિષ્ય કહે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘વળી જો આત્મા હોય તો, તેની કરવા શોધ; જોગી થઈ વનમાં રહ્યા, પણ નહિ પામ્યા બોધ. વૃદ્ધ પણ થયા હોત તો, જણાય તે નહિ કેમ? એમ કહી થાકી ગયા, કહ્યા તેમના તેમ. આત્મા અન્ય પદાર્થ જેમ, શાથી નહીં સમજાય; જણાય જો તે હોય તો, કોઈ પણ કરે ઉપાય. જે છે તે સૌ દેખીએ, પૃથ્વી જળાદિ તેમ; સ્થાવર જંગમ વસ્તુ સર્વ, ઘટ પટ આદિ જેમ.'
૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૧૧
'नन्वमुर्तार्थसद्धाबे किं प्रमाणं वदाय नः ।
यद्विनापीन्द्रियार्थाणां सन्निकर्षात ख पुष्पवत ।।' ૨- ‘રાજ રત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૧૮૫-૧૮૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org