________________
ગાથા-૪૫
૪૫
બ્રહ્મ કહેવાય છે, તેથી તેમની વચ્ચે જે ભેદ જણાય છે તે ઉપાધિભેદના કારણે જ છે, બીજી રીતે નહીં. જીવ એ જ બ્રહ્મ છે. જ્ઞાન પામેલા માનવીઓ બ્રહ્મ સાથેનું પોતાનું તાદાત્મ્ય અનુભવે છે. આત્મા સત્, ચિત્ અને આનંદસ્વરૂપ છે. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. શરીર અને ઇન્દ્રિયોના અધ્યક્ષ તથા કર્મફળના ભોક્તા એવા આત્માને અદ્વૈત વેદાંતે ‘જીવ' એવી સંજ્ઞા આપી છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણ અવસ્થા અને અન્નમય, મનોમય, પ્રાણમય ઇત્યાદિ પાંચ કોશોમાં આત્મચૈતન્ય ઉપલબ્ધ થાય છે, પણ આત્માનું શુદ્ધ ચૈતન્ય આ સર્વથી પણ પર છે.
આ પ્રકારે આત્મા વિષે વિવિધ વિચારધારા જોવા મળે છે. વિભિન્ન દર્શનો વચ્ચે આત્માના સ્વરૂપ વિષે ભેદ છે. તેમણે જુદા જુદા પ્રકારે આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે. આત્માના સ્વરૂપ અંગે દાર્શનિકો વચ્ચે મતમતાંતર છે, પરંતુ ચાર્વાકદર્શન સિવાય અન્ય સર્વ દર્શને આત્માનું અસ્તિત્વ માન્ય કર્યું છે, જ્યાં આત્માના અસ્તિત્વની ચર્ચાનો સંબંધ છે ત્યાં (ચાર્વાક સિવાય) સર્વ દર્શનો એકમત છે. આત્માના અસ્તિત્વ વિષે વિવાદ છે જ નહીં, જે કંઈ પણ વિવાદ છે તે તેના સ્વરૂપ વિષે છે. સર્વદર્શનો દેહથી ભિન્ન એવા સ્વતંત્ર આત્મતત્ત્વનું અસ્તિત્વ સ્વીકારે છે. માત્ર નાસ્તિક મતવાદી ચાર્વાકો આત્માને એક સ્વતંત્ર ચેતનદ્રવ્ય તરીકે સ્વીકારતા નથી. નાસ્તિક એવા ચાર્વાક દર્શનની માન્યતાને વિસ્તારથી જોઈએ.
ચાર્વાક દર્શન જૈન આદિ આસ્તિક દર્શનો દ્વારા પ્રચાર પામેલો આત્મવાદ કબૂલ રાખતું નથી. તે પૂર્ણપણે જડવાદી, ભૌતિકવાદી છે. પૃથ્વી, અપ, તેજ અને વાયુ એ ચાર અથવા અન્ય મત પ્રમાણે એ ચાર ઉપરાંત આકાશ એમ પાંચ ભૂતના સંયોગથી ચૈતન્યશક્તિ પેદા થાય છે એમ તે માને છે. તે ચૈતન્યશક્તિને શરીરથી ભિન્ન માનતું નથી.
ચાર્વાકદર્શન આત્માની સ્વતંત્ર સત્તા માનતું નથી. તે ચૈતન્યયુક્ત શરીરને જ આત્મા માને છે. તે કહે છે કે જો આત્મા અને દેહ એક ન હોય તો ‘હું સ્થૂળ છું' વાક્ય કેવી રીતે યથાર્થ ઠરે? ‘હું સ્થૂળ છું' એ વાક્યની સિદ્ધિ આત્મા અને દેહને એક માનવાથી જ થાય છે. દેહને જ પોતાનું સ્વરૂપ માનવાથી ‘હું સ્થૂળ છું', ‘હું કાળો છું' ઇત્યાદિ વિધાનો સિદ્ધ થઈ શકે છે. દેહાત્મવાદનો સ્વીકાર કર્યા પછી આવું કોઈ પણ વિધાન અયથાર્થ ઠરતું નથી.
ચાર્વાકમતવાદીઓ પ્રત્યક્ષપ્રમાણને જ સ્વીકારતા હોવાથી તેઓ માત્ર ઇન્દ્રિયગોચર વસ્તુને જ માને છે. આત્મા, ઈશ્વર, પરલોક કે મોક્ષ પ્રત્યક્ષ જણાતા ન હોવાથી તેની હયાતી સ્વીકારતા નથી. તેમના મત અનુસાર આત્માનું અસ્તિત્વ નથી, કારણ કે તે પ્રત્યક્ષ દેખાતો નથી. તેનો અભાવ હોવાથી પરલોકનો પણ અભાવ છે. આ લોક સિવાય પરલોક નામની કોઈ વસ્તુ છે જ નહીં. તેઓ માને છે કે જીવાદિનો સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org